ઝટકો! મૂડિઝે ભારતના ગ્રૉથ રેટનું અનુમાન ઘટાડી 5.8 ટકા કર્યું

News18 Gujarati
Updated: October 10, 2019, 3:45 PM IST
ઝટકો! મૂડિઝે ભારતના ગ્રૉથ રેટનું અનુમાન ઘટાડી 5.8 ટકા કર્યું
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચીનની તુલનામાં ભારતમાં જીડીપી ગ્રોથના રસ્તામાં મુશ્કેલીઓ વધારે છે. વર્તમાન દેશની અર્થવ્યવસ્થાનો આકાર 2900 અબજ ડોલર પર છે. મોદી સરકારે વર્ષ 2024 સુધી ભારતને પાંચ હજાર અબજ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. વર્ષ 2039 સુધી ભારતનો જીડીપીનો આંકડો દસ હજાર ડોલર સુધી પહોંચી જશે અને ત્યારે ભારત દુનિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે.

રિઝર્વ બૅન્કએ પણ હાલમાં જ મૌદ્રિક નીતિ સમીક્ષા બેઠક બાદ GDP ગ્રોથ રેટનું અનુમાન ઘટાડી 6.10 ટકા કરી દીધુ

  • Share this:
મૂડિઝ ઈન્વૅસ્ટર્સએ 2019-20માં ભારતના સફળ ઘરેલુ ઉત્પાદના ગ્રૉથ રેટનું અનુમાન 6.20 ટકાથી ઘટાડી 5.80 ટકા કરી દીધુ છે. મૂડિઝનું કહેવું છે કે, ભારતીય અર્થવ્યવસ્થા સ્લો ડાઉનથી પ્રભાવિત છે, અને તેનો કેટલોક પ્રભાવ દીર્ઘકાલિન અસરવાળો છે. રિઝર્વ બૅન્કએ પણ હાલમાં જ મૌદ્રિક નીતિ સમીક્ષા બેઠક બાદ GDP ગ્રોથ રેટનું અનુમાન ઘટાડી 6.10 ટકા કરી દીધુ હતું.

મૂડિઝે એક રિપોર્ટમાં કહ્યું કે, નબળાઈના કારણે રોકાણમાં ઘટાડો છે, જે બાદમાં રોજગાર સર્જન અને ગ્રામિણ ક્ષેત્રમાં નાણાકીય સંકટના કારણે ઉપભોગમાં પણ પ્રભાવી થઈ ગઈ. તેમણે કહ્યું કે, આર્થિક નબળાઈના ગણા કારણ છે, અને તેમાં મોટાભાગના ઘરેલુ છે, અને દીર્ઘકાલિન અસરવાળા છે.

2020-21માં ગ્રૉથ રેટમાં વધારો

મૂડિઝે કહ્યું કે, ગ્રોથ રેટ બાદમાં ઝડપ પકડી 2020-21માં 6.6 ટકા અને મધ્ય સમયમાં લગભગ 7 ટકા થઈ જશે. તેમણે કહ્યું કે, અમે અગામી બે વર્ષ જીડીપીની વાસ્તવિક ગ્રોથ અને મોંઘવારીમાં ધીમે-ધીમે સુધારની આસા કરી રહ્યા છીએ. અમે બન્ને માટે પૂર્વાનુમાન ઘટાડી દીધુ છે. બે વર્ષ પહેલાની સ્થિતિની તુલના કરીએ તો, જીડીપી ગ્રોથ રેટ 8 ટકા અથવા તેનાથી વધારે બની રહેવાની આશા ઓછી થઈ ગઈ છે.

રાજકોષીય ખાદ વધવાની આશંકા
આ પહેલા એશિયાઈ વિકાસ બૅન્ક અને ઓઈસીડીએ પણ ભારતની ઈકોનોમિક ગ્રૉથનું અનુમાન ઓછુ કરી દીધુ હતું. રેટિંગ એજન્સિઓ સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ અને ફિચે પણ પૂર્વાનુમાનમાં ઘટાડો કર્યો છે. મૂડિઝે કૉર્પોરેટ કરમાં ઘટાડો તથા ઓછા જીડીપી ગ્રોથ રેટના કારણે રાજકોષિય ખાદ સરકારના લક્ષ્યથી 0.40 ટકા વધારે થઈ 3.70 ટકા પર પહોચવાની આશંકા વ્યક્ત કરી છે.
First published: October 10, 2019, 3:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading