મૂડીઝે ભારતને આપ્યા રાહતના સમાચાર, લોકડાઉનની નજીવી અસર સાથે વર્ષ 2022માં 9.3 ટકા રહી શકે છે દેશનો GDP ગ્રોથ

પ્રતિકાત્મક તસવીર

લોકડાઉનના કારણે ભારતને મોટા આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. દેશમાં હજુ પણ ઘણા રાજ્યોમાં આંશિક કે સંપૂર્ણ લોકડાઉન જેવી સ્થિતિના કારણે વેપાર-ધંધા ઠપ છે. જેનાથી દેશની અર્થવ્યવસ્થા પર માઠી અસર પડી રહી છે

  • Share this:
નવી દિલ્હી : કોરોનાની બીજી લહેર સામે ઝઝૂમી રહેલા ભારત માટે અર્થવ્યવસ્થા સૌથી મોટો સવાલ બન્યો છે. લોકડાઉનના કારણે ભારતને મોટા આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. દેશમાં હજુ પણ ઘણા રાજ્યોમાં આંશિક કે સંપૂર્ણ લોકડાઉન જેવી સ્થિતિના કારણે વેપાર-ધંધા ઠપ છે. જેનાથી દેશની અર્થવ્યવસ્થા પર માઠી અસર પડી રહી છે. પરંતુ મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે મંગળવારે ભારત માટે એક રાહતના સમાચાર આપ્યા છે. મૂડીઝના જણાવ્યા અનુસાર, માર્ચ 2022માં પૂર્ણ થતા નાણાંકીય વર્ષમાં ભારતનો જીડીપી વુદ્ધિ દર 9.3 ટકા રહી શકે છે. જ્યારે આગામી વર્ષ 2022-23માં તેનો દર 7.9 ટકા રહેવાનો અંદાજ છે. વધુમાં મૂડીઝે કહ્યું કે, સંક્રમણના ડરથી લોકોના વ્યહારમાં બદલાવ આવ્યો છે, સાથે લોકડાઉન લાગૂ થવાથી આર્થિક વ્યવહારો પર પણ કાપ લાગશે. પરંતુ, આ પ્રભાવ પહેલી લહેરની જેમ ગંભીર હોવાની આશંકા નથી.

વર્ષ 2022માં રહેશે 9.3 ટકા GDP વૃદ્ધિ દર

મૂડીઝના જણાવ્યા અનુસાર, એપ્રિલ-જૂન ત્રણ માસમાં આર્થિક વ્યવહારોમાં ઘટાડો થવાની સંભાવના છે. જોકે ત્યાર બાદ તેમાં સુધારો થશે. જેના લીધે વાસ્તવિક, મુદ્રાસ્ફિતિ, સમાયોજિત જીડીપી વૃદ્ધિ દર માર્ચ 2022માં સમાપ્ત થનારા નાણાંકીય વર્ષમાં 9.3 ટકા અને નાણાંકીય વર્ષ 2022-23માં 7.9 ટકા રહી શકે છે.

આ પણ વાંચો - આખો દિવસ થાક અને આળસ અનુભવો છો? તો વિટામિન Dની હોઈ શકે છે ઉણપ

FY21માં 7.3 ટકાના દરે ઘટી દેશની અર્થવ્યવસ્થા

નાણાંકીય વર્ષ 2020-21 દરમિયાન ભારતની અર્થવ્યવસ્થામાં 7.3 ટકાનો ઘટાડો થયો છે. રેટિંગ એજન્સીએ કહ્યું કે, લાંબી અવધિમાં જીડીપી વૃદ્ધિ દર સરેરાશ લગભગ 6 ટકા રહેવાની આશા છે.

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ(NSO)ના આંકડા અનુસાર નાણાંકીય વર્ષ 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં 7.3 ટકા ઘટાડો થયો છે. જીડીપીમાં આવેલ આ ઘટાડો કોરોના મહામારીની આર્થિક અસર બતાવે છે. એનએસઓએ જાન્યુઆરી, 2021માં જાહેર થયેલ રાષ્ટ્રીય એકાઉન્ટ્સના પહેલા એડવાન્સ એસ્ટિમેટ્સમાં 2020-21માં જીડીપીમાં 7.7 ટકાના ઘટાડાનો અંદાજ લગાવ્યો હતો. આ બાદ બીજા સંશોધિત અનુમાનમાં નાણાંકીય વર્ષ 2020-21માં 8 ટકાના ઘટાડાનું અનુમાન લગાવ્યું હતું. જણાવી દઇએ કે, ચીને જાન્યુઆરી-માર્ચ 2021માં 18.3 ટકા ગ્રોથ નોંધાવ્યો છે.
First published: