મૂડીઝે ભારતના GDP ગ્રોથનું અનુમાન ઘટાડી 6.2 ટકા કર્યું, જાણો - કારણ

News18 Gujarati
Updated: August 23, 2019, 5:07 PM IST
મૂડીઝે ભારતના GDP ગ્રોથનું અનુમાન ઘટાડી 6.2 ટકા કર્યું, જાણો - કારણ
અર્થવ્યવસ્થા પર સંકટ! મૂડીઝે ભારતના GDP ગ્રોથનું અનુમાન ઘટાડી 6.2 ટકા કર્યું

દુનિયાભરમાં છવાયેલી આર્થિક સુસ્તીની અસર હવે ભારતની અર્થવ્યવસ્થા પર પણ જોવા મળી રહી છે.

  • Share this:
દુનિયાભરમાં છવાયેલી આર્થિક સુસ્તીની અસર હવે ભારતની અર્થવ્યવસ્થા પર પણ જોવા મળી રહી છે. મોટી રેટિંગ એજન્સી મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે કેલેન્ડર વર્ષ 2019 માટે ભારતની સકળ ઘરેલુ ઉત્પાદ (જીડીપી-GDP)ના વૃદ્ધી દરનું અનુમાન ઘટાડી 6.2 ટકા કરી દીધુ છે. પહેલા આ 6.8 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. આ પહેલા ઓગસ્ટના શરૂઆતમાં રેટિંગ એજન્સી CRISILએ 2019-20 (FY20)ના ગ્રોથ એસ્ટિમેટમાં સંશોધન કરતા આને 6.9 ટકા બતાવ્યું હતું, જ્યારે આ પહેલા આને 7.1 આંકવામાં આવ્યું હતું. ઓગસ્ટમાં દ્વિમાસિક મોનિટરી પોલિસી રિવ્યૂમાં આરબીઆઈએ પણ 2019-20 માટે જીડીપી ગ્રોથ રેટને ઘટાડી 6.9 ટકા કરી દીધુ હતું, જે પહેલા 7 ટકા હતો.

આ કારણથી મૂડિઝે ઘટાડ્યું આર્થિક ગ્રોથનું અનુમાન - કેલેન્ડર વર્ષ 2020 માટે પણ વૃદ્ધિ દરના અનુમાનને 0.6 ટકા ઘટાડી 6.7 ટકા કરી દીધુ છે. પહેલા આ 7.3 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. મૂડિઝ ઈન્વેસ્ટર્સ સર્વિસના નિવેદનમાં કહેવામાં આવ્યું કે, નબળી અર્થવ્યવસ્થાથી એશિયાઈ એક્સપોર્ટ પ્રભાવિત થયું છે. આ સિવાય અનિશ્ચિત વાતાવરણના કારણે પણ રોકાણ પર અસર પડી છે.બે દિવસ પહેલા નોમુરાએ ઘટાડ્યો આર્થિક ગ્રોથનું અનુમાન - જાપાનની મોટી રેટિંગ એજન્સી નોમુરા અનુસાર, દેશની આર્થિક વૃદ્ધી આ વર્ષ જૂન ત્રિમાસિકમાં 5.7 ટકા રહેવાનું અનુમાન છે. કંપનીએ પોતાના રિસર્ચ નોટમાં કહ્યું કે, નાણાકીય વર્ષ 2018-19માં અર્થવ્યવસ્થાની રફ્તાર સુસ્ત થઈ 6.8 ટકા પર આવી ગઈ.

- આ 2014-15 બાદ નિમ્ન સ્તર પર છે. નોમુરા અનુસાર, અમારૂ અનુમાન છે કે જીડીપી વૃદ્ધી માર્ચના 5.8 ટકાથી ઘટી જૂન ત્રિમાસિકમાં 5.7 ટકા પર રહી જશે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં આ વધીને 6.4 ટકા થઈ જશે. ત્યારબાદના ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધીની રફ્તાર 6.7 ટકા રહેવાની આશા છે.
Published by: kiran mehta
First published: August 23, 2019, 5:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading