Home /News /business /

Mutual Fund: આ 3 ફંડે ત્રણ વર્ષમાં રોકાણકારોને લાખોપતિ બનાવ્યા, જાણી લો શું છે ફંડા

Mutual Fund: આ 3 ફંડે ત્રણ વર્ષમાં રોકાણકારોને લાખોપતિ બનાવ્યા, જાણી લો શું છે ફંડા

શેરબજારના દરેક નિષ્ણાતો માને છે કે કોઈપણ રોકાણકારે પોતાના કુલ રોકાણનો કેટલોક ભાગ SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાવો જોઈએ.

Mutual Fund SIP Investment Plan: ઈક્વિટી ફંડ્સ સાથે જોડાયેલા જોખમો ઓછા કરવા માટે રોકાણકારોએ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે હંમેશા સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)નો સહારો લેવો જોઈએ તેવું નિષ્ણાતો માનતા હોય છે. આ 3 સ્મોલ કેપ ફંડમાં રોકાણકારોએ માસિક SIPથી રોકાણ કર્યું અને 3 જ વર્ષમાં તેમનું ફંડ લગભગ ડબલથી પણ વધુ થઈ ગયું. તો ચાલો આજે અમે તમને જણાવીએ એ 3 ફંડ વિશે જેણે રોકાણકારોને લાખોપતિ બનાવી દીધા.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ મોટાભાગના માર્કેટ નિષ્ણાતો અને ફાઈનાન્શિયલ ગુરુઓ લાંબાગાળાના રોકાણ માટે સ્મોલ કેપ ફંડ્સને હંમેશા એક સારો ઓપ્શન ગણે છે. લાંબાગાળે સ્મોલ કેપ ફંડ્સ માર્કેટના લાર્જ કેપ અને મિડ કેપ ફંડ્સ (Mutual Fund Investment Plan) કરતા એટલે વધુ સારું વળતર આપવામાં સફળ રહે છે કારણ કે નાની કંપનીઓમાં પોતાના ગ્રોથ પ્લાનને અચીવ કરવાની શક્યતા વધુ હોય છે. જોકે સ્મોલ કેપ ફંડ્સ સાથે કેટલાક જોખમો પણ જોડાયેલા હોય છે. પરંતુ આવા ઈક્વિટી ફંડ્સ સાથે જોડાયેલા જોખમોને ઓછા કરવા માટે રોકાણકારોએ લાંબાગાળાના રોકાણ માટે હંમેશા સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)નો સહારો લેવો જોઈએ.

    નિષ્ણાતો મુજબ એસઆઈપી મારફત રોકાણ કરતા રહેવાથી લાંબાગાળે ઈક્વિટી ફંડ્સ સાથે જોડાયેલા જોખમો ઓછા થાય છે. ત્યારે જો તમને પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હોય તો આજે અમે તમને એવા જ 3 સ્મોલ કેપ ફંડ્સ અંગે જણાવવા જઈ રહ્યા છે જેમાં પાછલા ત્રણ વર્ષમાં રોકાણકાર દર મહિને રુ. 10000નું રોકાણ કરીને રુ. 7 લાખ સુધીનું ફંડ બનાવી ચૂક્યા છે. આ તમામ ફંડ્સને માર્કેટના પંડિતોએ વખાણ્યા છે અને વેલ્યુ રિસર્ચ નામની માર્કેટની જાણીતી રિસર્ચ ફર્મે આ ફંડ્સને 4 સ્ટાર રેટિંગ આપ્યું છે.

    ક્વાંટ સ્મોલ કેપ ફંડ -ડાયરેક્ટ પ્લાન (Quant Small Cap Fund – Direct Plan)

    ક્વાંટ સ્મોલ કેપ ફંડ - ડાયરેક્ટ પ્લાનને વેલ્યુ રિસર્ચે 4 સ્ટાર રેટિંગ આપ્યું છે. 30 જૂન 2022 સુધી તેનો એએમયુ 1711.8 કરોડ રુપિયા હતા. તો 4 ઓગસ્ટ 2022 સુધી તેની એનએવી 132.38 રુપિયા હતા. તેનો એક્સપેન્સ રેશ્યો 0.62 ટકા હતો. પોતાની સ્થાપના બાદ આ ફંડે એવરેજ વાર્ષિક 15.21 ટકાનું રિટર્ન આપ્યું છે. જ્યારે પાછલા એક વર્ષમાં તેણે 0.17 ટકાનું રિટર્ન આપ્યું છે. ત્યારે આ આંકડા જોતા જો કોઈ રોકાણકારે ત્રણ વર્ષ માટે આ ફંડમાં માસિક રુ.10000ની એસઆઈપી સાથે રોકાણ કર્યું હોય તો તેના 3.60 લાખના રોકાણની સામે રુ.7.18 લાખનું ફંડ બની ગયું હોય ૉ

    એડલવાઈસ સ્મોલ કેપ ફંડ - ડાયરેક્ટ પ્લાન (Edelweiss Small Cap Fund – Direct Plan)

    એડલવાઈસ સ્મોલ કેપ ફંડ - ડાયરેક્ટ પ્લાનની સ્થાપના 7 ફેબ્રુઆરી 2019ના થઈ હતી. તેને પણ વેલ્યુ રિસર્ચે 4 સ્ટાર રેટિંગ આપ્યું છે. આ ફંડનો AMU 1084.85 કરોડ રુપિયા છે. આ ફંડનો એક્સપેન્સ રેશિયો 0.57 ટકા છે. પોતાની સ્થાપના બાદ આ ફંડનું સરેરાશ વાર્ષિક રિટર્ન 31.15 ટકા છે. ગત એક વર્ષમાં 11.75 ટકા રિટર્ન આપ્યું છે. ગત ત્રણ વર્ષનું તેનું રિટર્ન 37.3 ટકા રહ્યું છે. જો કોઈ રોકાણકારે ત્રણ વર્ષ પહેલા આ ફંડમાં રુ. 10 હજારની માસિક એસઆઈપી શરુ કરી હોત તો આજે તેની પાસે રુ. 6.08 લાખ નું ફંડ બની ગયું હોત.

    કોટક સ્મોલ કેપ ફંડ - ડાયરેક્ટ પ્લાન (Kotak Small Cap Fund – Direct Plan)

    કોટક સ્મોલ કેપ ફંડ - ડાયરેક્ટ પ્લાનને પણ વેલ્યુ રિસર્ચ દ્વારા 4 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. 1 જાન્યુઆરી 2013ના રોજ શરૂ થયેલા આ ફંડનો AMU રૂ. 7079.71 કરોડ છે. આ ફંડનો એક્સપેન્સ રેશિયો 0.59% છે. ફંડની શરૂઆતથી અત્યાર સુધીમાં સરેરાશ 20.56 ટકા અને છેલ્લા એક વર્ષમાં 8.94 ટકાનું વળતર છે. જો કોઈ રોકાણકારે ત્રણ વર્ષ પહેલાં આ ફંડમાં રૂ. 10,000ની માસિક SIP શરૂ કરી હોય, તો આજે તેની પાસે આજે કુલ રૂ. 6.17 લાખનું ફંડ હોય.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Investment tips, Mutual funds SIP, Systematic investment plan, મ્યુચ્યુઅલ ફંડ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन