અલ નીનોની અસર થઈ નબળી, જૂન-જુલાઈમાં પડશે સાંબેલાધાર વરસાદ!

News18 Gujarati
Updated: May 10, 2019, 1:16 PM IST
અલ નીનોની અસર થઈ નબળી, જૂન-જુલાઈમાં પડશે સાંબેલાધાર વરસાદ!
આ વર્ષે સામાન્ય રહેશે ચોમાસું

દેશના હવામાન વિભાગની આગાહી છે કે અલ નીનોની સ્થિતી પડી છે અને તેની આગળ વધવાની સંભાવના ઓછી છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : મોનસુન અંગે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. દેશના હવામાન વિભાગે આગાહી કરી છે કે અલ નીનોની સ્થિતી નબળી થઈ છે અને તેના કારણે ચોમાસુ સારૂ રહેવાની શક્યા છે. હવામાન વિભાગે કહ્યું છે કે આ સિઝનમાં 96 ટકા વરસાદ થવાની શક્યતા છે. દેશની અર્થવ્યસ્થાનો મોટા ભાગનો મદાર ખેતી અને ચોમાસા પર હોવાથી ખેડૂતો માટે આ સારા સમાચાર છે. હમામાન વિભાગના મતે સારૂ ચોમાસું રહેવાના પગલે જૂન-જુલાઈમાં સાંબેલાધાર વરસાદ પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા વધુ માહિતી આગામી મહિનામાં આપવામાં આવશે.

અર્થતંત્ર પર અસર : ચોમાસાની અસર ગ્રામીણ વસતિ પર પડે છે. ગ્રામીણ વસતિની આવકનો મોટો ભાગ ખેતી આધારીત છે અને ભારતની ખેતી વરસાદ આધારીત છે. આમ વરસાદની અસર દેશના અર્થતંત્ર પર વ્યાપક છે.

વર્ષ 1951-2000 સુધી દેશમાં વરસાદની એવરેજ 89 cm નોંધાઈ છે. અગાઉ ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટે આગાહી કરી હતી કે જુનથી સપ્ટેમ્બર દરમિયાન 93 ટકા વરસાદ નોંધાશે. જોકે, એજન્સીઓનું મંતવ્ય છે કે આમાં થોડો બદલાવ થયો છે અને વરસાદમાં 8 ટકાનો ઘટાડો નોંઘાઈ શકે છે પરંતુ ઇન્ડિય મિટિરીયોલોજી ડિપાર્ટમેન્ટ એટલે કે દેશના હવામાન વિભાગના મતે 96 ટકા વરસાદ થવાની શક્યતા છે.

શું છે અલ નીનો : પેસેફિક મહાસાગરમાં પેરૂના સમુદ્ર કિનારા નજીક કિનારે ગરમ હવાના કારણે દરિયામાં ઇફેક્ટ સર્જાય છે. પાછલાં કેટલાક વર્ષોથી પેસિફિક મહાસાગરના કિનારાનું તાપમાન સતત વધી રહ્યું છે. અલનીનોના કાણે સમુદ્રની હવાની દિશાઓ પલટાઇ જાય છે અને તેના કારણે વધારે વરસાદ ધરાવતા વિસ્તારોમાં ઓછો વરસાદ વરસે છે જ્યારે ઓછો વરસાદ ધરાવતા ક્ષેત્રમાં વધારે વરસાદ વરસે છે.

 
First published: May 10, 2019
વધુ વાંચો
अगली ख़बर