Home /News /business /

ઈકોનોમી, શેર બજાર, બેન્કિંગ અને મોંઘવારી પર આવી રીતે પડે છે ચોમાસાની અસર

ઈકોનોમી, શેર બજાર, બેન્કિંગ અને મોંઘવારી પર આવી રીતે પડે છે ચોમાસાની અસર

ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. ભારતની ઈકોનોમી પર ચોમાસાની સીધી અસર રહે છે.

ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. ભારતની ઈકોનોમી પર ચોમાસાની સીધી અસર રહે છે.

  ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. ભારતની ઈકોનોમી પર ચોમાસાની સીધી અસર રહે છે. દેશમાં મોટાભાગની વસ્તી ગામડાઓમાં રહે છે, અને ગ્રામીણોની આવકનો મોટો સ્ત્રોત ખેતી હોય છે. જેથી ચોમાસુ સારૂ રહે તો, ખેતી સારી થાય અને ખેતી સારી થાય તો, ગ્રામીણોની આવકમાં વધારો થાય. જો તેમની આવકમાં વધારો થાય તો, દેશમાં તમામ વસ્તુઓની ખરીદીની માંગમાં પણ વધારો થાય. આ રીતે દેશના તમામ સેક્ટરને સારા ચોમાસાથી ફાયદો થાય છે.

  ઈકોનોમી પર ચોમાસાની અસર

  ચોમાસાની સીધી અસર ગ્રામીણ આબાદી પર પડે છે. ચોમાસુ સામાન્ય અને સારૂ રહેવાથી ગ્રામીણ વિસ્તારમાં લોકોની આવક વધે છે, જેથી માંગમાં પમ વધારો થાય છે. ગ્રામીણ વિસ્તારમાં આવક વધવાથી ઈન્ડસ્ટ્રીઝને પણ ફાયદો મળે છે.

  મોંઘવારી પર લાગે છે લગામ

  સારા ચોમાસાથી જ્યાં દેશના કેટલાએ આર્થિક આંકડાઓમાં સુધારો નોંધાશે, સાથે આ દરમ્યાન સરકારે મોંઘવારીના ક્ષેત્રમાં પણ મોટી રાહત જોવા મળે છે.

  બેન્કિંગને મળ છે મજબૂતી

  સારા ચોમાસાથી દેશમાં બેન્કિંગ વ્યવસ્થાને મજબૂતી મળે છે. દેશમાં મોટાભાગના ખેડૂતોને ખરીફ પાક માટે લોનની વ્યવસ્થા સરકાર, કો-ઓપરેટિવ અથવા ગ્રામીણ બેન્કો કરે છે. ચોમાસુ સારૂ રહેવાની સ્થિતિમાં આ બેન્કોએ આપેલી લોન પાછા મળવાની ગેરન્ટી રહે છે, અને બેન્કોને પોતાની એનપીએ મજબૂત કરવામાં મદદ મળે છે. આ સિવાય ખેડૂતોની આવકમાં વધારો થતા ગ્રામીણ શાખાઓમાં સારી સેવિંગ્સ પણ આવે છે, જે કૃષી સિવાયના લોકોને લોન આપવામાં કામ આવે છે.

  શેર બજાર પર ચોમાસાની અસર

  - ચોમાસા અને ખપત આધારિત સેક્ટરમાં સીધો સંબંધ છે
  - ચોમાસુ સારૂ રહે તો, કંજપ્શન બેસ્ડ સેક્ટરમાં માંગ વધે છે
  - ગ્રામીણોની ખરીદી 7મતા વધવાથી કૃષી ઉપકરણ નિર્માતા, ટૂ-વ્હીલર્સ અને ટ્રેક્ટર નિર્માતા કંપનીઓ સાથે કેમિકલ્સ, ફર્ટિલાઈજર્સ અને એફએમસીજી કંપનીઓની આવકમાં વધારો થવાની આશા રહે છે.
  - સારા ચોમાસાનો ફાયદો બેન્કો અને ફાયનાન્શિયલ સેક્ટરને પણ મળે છે.
  - આવક વધવાથી આ સેક્ટરોમાં બિઝનેસ વધશે, જેથી આ સેક્ટર્સની કંપનીઓના શેરમાં તેજી આવશે, જેનો પુરા શેર બજારને ફાયદો થશે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Country, Economy

  આગામી સમાચાર