આગામી 48 કલાકમાં દેશના આ વિસ્તારમાં વરસાદ શરુ થવાની આગાહી

News18 Gujarati
Updated: May 27, 2019, 12:53 PM IST
આગામી 48 કલાકમાં દેશના આ વિસ્તારમાં વરસાદ શરુ થવાની આગાહી
બંગાળની ખાડીના દક્ષિણ ભાગમાંથી આવતા પવનથી ચોમાસું આગળ વધી શકે છે.

ભારતીય હવામાન વિભાગ કહે છે કે બંગાળની ખાડીના દક્ષિણ ભાગમાંથી આવતા પવનથી ચોમાસું આગળ વધી શકે છે. જો આ પરિસ્થિતિ બનેલી રહેશે તો આગામી 48 કલાકમાં અંદમાન નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદ થવાની ધારણા છે.

  • Share this:
દેશમાં ચોમાસાનો પહેલો વરસાદ આગામી 48 કલાકમાં શરૂ થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ કહે છે કે બંગાળની ખાડીના દક્ષિણ ભાગથી આવતા પવનથી ચોમાસું મજબુત થઇ શકે છે, જો પરિસ્થિતિ બનેલી રહેશે તો આગામી 48 કલાકમાં અંદમાન નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદ થવાની ધારણા છે. પણ ચોમાસું 29-30 મે સુધી આગળ વધી શકે છે. આ પહેલા પણ હવામાન વિભાગે તેના અંદાજમાં જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પાંચ દિવસના વિલંબ પછી 6 જૂને કેરળના કિનારે પહોંચશે.

ચાલુ વર્ષે સામાન્ય વરસાદની માહિતિ મુજબ, આ વર્ષે સામાન્ય 96 ટકા વરસાદ થશે. તે જ સમયે, સ્કાયમેટ નેજુનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય વરસાદ કરતા 93% વરસાદનું અનુમાન લગાવ્યું છે. ચોમાસાની બીજી આગાહી મેના અંતમાં અથવા જૂનના પહેલા અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે.ભારતીય હવામાન વિભાગને આશા છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બંગાળની ખાડી, અંડમાન દ્વીપસમૂહ અને ઉત્તરી અંદમાન સાગરના અનેક વિસ્તારોમાં પહોંચશે, આ પરિસ્થિતિઓ મુજબ 29-30 મે સુધી અનુકુળ થઇ જશે.

હવામાન વિભાગે તેના બુલેટિનમાં જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં, જમ્મુ-કાશ્મીર અને અરુણાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં વરસાદની અપેક્ષા છે.

મહારાષ્ટ્રના વિદર્ભ, મધ્યપ્રદેશ, તેલંગણા, છત્તીસગઢ, ઝારખંડ અને પૂર્વીય ઉત્તર પ્રદેશમાં તેજ ગરમ પવન (લુ) રહેવાની અટકળો છે.

અર્થતંત્ર પર ચોમાસાની અસર - ચોમાસાની સીધી અસર ગ્રામીણ વસ્તી પર પડે છે. ચોમાસુ સામાન્ય અને સારુ રહેવાથી ગ્રામીણ વિસ્તારોમાં લોકોની આવકમાં વધારો થાય છે અને માંગમાં પણ વધારો થાય છે. ગ્રામીણ વિસ્તારોમાં આવક વધવાથી ઉદ્યોગોને લાભ પણ મળે છે. ચોમાસુ નબળુ રહેવાથી તેની વિરુદ્ધ અસર થાય છે.
First published: May 27, 2019, 12:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading