નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલા યૂનિયન બજેટ 2021 (Union Budget 2021)ના કવરેજમાં મનીકન્રોકેલ (Moneycontrol)એ અગાઉના તમામ રેકોર્ડ તોડી દીધા છે. બજેટના દિવસે મનીકન્ટ્રોલ પર રેકોર્ડબ્રેક ડિજિટલ ટ્રાફિક (Digital Traffic) જોવા મળ્યો. મનીકન્ટ્રોલ દ્વારા વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવેલી માઇક્રોસાઇટ (Moneycontrol Budget microsite) પર દેશભરમાંથી તાજેતરની માહિતી મેળવવાનું લોકોએ પસંદ કર્યું. જ્યારે નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) બજેટની જાહેરાત કરી રહ્યા હતા ત્યારે વિગતવાર માહિતી મેળવવા માટે યૂઝર્સે મનીકન્ટ્રોલ પર સૌથી વધુ પસંદગીનો કળશ ઢોળ્યો છે.
યુનિયન બજેટના અનુસંધાનમાં મનીકન્ટ્રોલ ભારતની સૌપ્રથમ ફાઇનાન્સિયલ ન્યૂઝ પ્લેટફોર્મ તરીકે ઊભરી છે. પહેલી ફેબ્રુઆરીએ વાચકોની સંખ્યાની દૃ્ષ્ટિએ મનીકન્ટ્રોલ પર અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. વાચકોએ મનીકન્ટ્રોલ પર બજેટની રિયલ-ટાઇમ કવરેજ સૌથી વધુ મનીકન્ટ્રોલ પર મેળવ્યું છે.
મનીકન્ટ્રોલે પોતાના પ્રતિસ્પર્ધી ઇકોનોમિક ટાઇમ્સ, લાઇવમિન્ટ અને ફાઇનાન્સિયલ એક્સપ્રેસ કરતાં ક્રમશઃ 21 ટકા, 77 ટકા અને 108 ટકા વધુ યૂઝર્સની વીઝીટ મેળવી છે. SimilarWebના ડેટા મુજબ, બજેટ દરમિયાન વાચકોની સાઇટ પર વીઝીટ નોંધપાત્ર રીતે વધારે છે. ઉલ્લેખનીય છે કે, મનકન્ટ્રોલ સાથે તેના પ્રતિસ્પર્ધીઓ કરતાં સૌથી વધુ સ્પોન્સર્સ જોડાયા હતા. યૂનિયન બજેટ 2021 દરમિયાન રિયલ-ટાઇમ અપડેટ્સ વિશે સતત માહિતી મેળવવા માટે વાચકોએ સૌથી વધુ પસંદ મનીકન્ટ્રોલને કરતાં એ દર્શાવે છે કે વાચકો અને સ્પોન્સર્સે મનીકન્ટ્રોલ પર વિશ્વાસ કાયમ રાખ્યો છે.
મનીકન્ટ્રોલના Executive Editor બિનોય પ્રભાકરે જણાવ્યું કે, ભારતનું યૂનિયન બજેટ નાણાકિય દૃષ્ટિએ સૌથી મોટી ઇવેન્ટ છે અને મનીકન્ટ્રોલની ટીમ જેમાં જર્નાલિસ્ટ, ડિઝાઈનર, પ્રોડક્ટ મેનેજર તથા એન્જનિયરોએ સાથે મળી વાચકોને એક નવો જ અનુભવ કરાવ્યો છે. મને આનંદ છે કે વાચકોએ અગત્યની સ્ટોરી, એનાલિસિસ અને બજેટ અંગેના લોકોના પ્રતિભાવો જાણવા માટે મનીકન્ટ્રોલને સૌથી વધુ પસંદ કરી છે.
ઉલ્લેખનીય છે કે, યૂનિયન બજેટની અપ-ટુ-ડેટ અપડેટ્સની સાથોસાથ મનીકન્ટ્રોલે બજેટ તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારોની મુલાકાત રજૂ કરી ઉપરાંત માર્કેટ એક્સપર્ટ્સ, બજેટ એકસપર્ટ્સ પાસેથી એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂ વાચકોને રજૂ કર્યા.
બજેટ રજૂ થવાના દિવસે મનીકન્ટ્રોલને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું તેની પાછળ માત્ર અપ-ટુ-ટેડ માહિતી રજૂ કરવાની સાથોસાથ બજેટની છણાવટ કરી, વિવિધ સેક્ટર્સ, મધ્યમ વર્ગ માટે શું છે બજેટમાં, કયા સેક્ટરને અસર પડશે જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા તેથી વધુ વાચકો આકર્ષાયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર