આનંદોઃ દિવાળી પહેલા છ કરોડ લોકોના ખાતામાં આવશે વઘારે પૈસા

News18 Gujarati
Updated: October 7, 2019, 3:44 PM IST
આનંદોઃ દિવાળી પહેલા છ કરોડ લોકોના ખાતામાં આવશે વઘારે પૈસા
શ્રમ મંત્રાલયે કહ્યું કે, આ નિર્ણય પછી છ કરોડ ખાતાધારકોના ખાતામાં 2018-19 માટે 8.65 ટકાના વ્યાજદરના હિસાબથી 54,000 કરોડ રૂપિયા જમા કરાવશે.

શ્રમ મંત્રાલયે કહ્યું કે, આ નિર્ણય પછી છ કરોડ ખાતાધારકોના ખાતામાં 2018-19 માટે 8.65 ટકાના વ્યાજદરના હિસાબથી 54,000 કરોડ રૂપિયા જમા કરાવશે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી, નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પોતાના છ કરોડથી વધારે ખાતાધારકોને દિવાળીની ભેટ આપશે. EPFO પોતાના બધાજ સબ્સક્રાઇબર્સને (Subscribers)નાણાંકીય વર્ષ 2018-19 માટે એમ્પ્લોય પ્રૉવિડંટ ફંડ (EFP) ઉપર 8.65 ટકા દરથી વ્યાજ આપશે. આ વ્યાજ EPFOના 6 કરોડ ખાતા ધારકોના ખાતામાં જમા કરવામાં આવશે. હવે તમે પણ તમારા ખાતામાં રહેલા પૈસાને ચેક કરજો. ઉલ્લેખનીય છે કે, EPFO પાસ બુક ચેક કરવા કે ખાતામાં રહેલા બૅલૅન્સની જાણકારી માટે તમે મિસ કૉલ સર્વિસનો ઉપયોગ પણ કરી શકો છે. આ ઉપરાંત ઑનલાઇન (Online) કે એસએમએસથી (SMS) પણ પીએફ બૅલૅન્સ (PF Balance) જાણી શકાય છે.

ખાતાધારકોના ખાતામાં 54,000 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવશે
હજી સુધી EPFO 2017-18ના મંજૂર વ્યાજદર 8.55 ટકાના હિસાબથી EPF ક્લિયરન્સ કરી રહ્યું હતું. શ્રમ મંત્રાલયે 2018-19 માટે EPF ઉપર 8.65 ટકાના વ્યાજદરને સૂચિત કરી દીધું છે. જે 2017-18ની તુલનામાં 0.19 ટકા વધારે છે. શ્રમ મંત્રાલયે કહ્યું કે, આ નિર્ણય પછી છ કરોડ ખાતાધારકોના ખાતામાં 2018-19 માટે 8.65 ટકાના વ્યાજદરના હિસાબથી 54,000 કરોડ રૂપિયા જમા કરાવશે.

આ પણ વાંચોઃ-RBIનો મોટો નિર્ણય, ATMથી નહીં નીકળે 2000 રૂપિયાની નોટ! જાણો કારણ

આવી રીતે ચેક કરો પોતાની EPFO પાસબુક (Passbook)

1- એપ દ્વારા કરી શકો છો બૅલૅન્સ ચેકપોતાના PF બૅલૅન્સની જાણ EPFOની એપ દ્વારા કરી શકાય છે. એના માટે સૌથી પહેલા મેમ્બર ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ UAN નંબર અને પાસવર્ડ નાંખવાનો રહેશે. ત્યારબાદ તમને તમારા ખાતાની જાણકારી મળશે.

આ પણ વાંચોઃ-આ બેંક 10 હજાર કર્મચારીઓની છટણી કરશે, આ છે કારણ

2- પોતાના ફોન નંબરથી મિસ્ડ કોલ કરીને જાણો બૅલૅન્સ
મિસ્ડ કોલ દ્વારા પોતાના પીએફ બૅલૅન્સ ખુબજ સરળતાથી જાણી શકાશે. સૌથી પહેલા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી 011-22901406 ઉપર મિસ્ડ કોલ કરવાના રહેશે. ત્યારબાદ મેસેજ થકી જાણી શકાશે કે તમારા એકાઉન્ટમાં કેટલું પીએફ બૅલૅન્સ છે.

આ પણ વાંચોઃ-સરકારની આ સ્કીમથી 1.64 કરોડ ખેડૂતોને થયો મોટો ફાયદો, ઘરે બેઠા વેચી શકો છો સામાન

3-EPF બૅલૅન્સ અને પાસબુક ઑનલાઇન
-EPFOએ પોતાની સત્તાવાર વેબસાઇટ ઉપર ઇપીએફ બૅલૅન્સ ચેક કરવાની સુવિધા આપી છે. ત્યારબાદ વ્યક્તિએ પોતાનો UAN નંબર અને પાસવર્ડ નાખવાનો રહેશે. અને ત્યારબાદ યુઝર્સને પોતાનું બૅલૅન્સ જાણી શકાશે.
First published: October 7, 2019, 3:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading