Home /News /business /હિમાચલના આ ગામમાં પાણીની જેમ વરસે છે રૂપિયા, ઘરે-ઘરે દરેક વ્યક્તિ કરોડપતિ; જાણો કેમ?
હિમાચલના આ ગામમાં પાણીની જેમ વરસે છે રૂપિયા, ઘરે-ઘરે દરેક વ્યક્તિ કરોડપતિ; જાણો કેમ?
એશિયાનું સૌથી અમીર ગામ
મડાવગના ખેડૂતો પહેલા બટાકાની ખેતી કરતા હતા. 1953-54માં ગામના રામ મહેતાએ સફરજનની બગીચો લગાવ્યો. તેમણે ગામના લોકોને પણ સફરજનની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યા. ઘીમે-ઘીમે બધા જ સફરજનની ખેતી કરવા લાગ્યા. વર્ષ 2000 પછી મડાવગના સફરજનની દેશમાં આગવી ઓળખ બની.
નવી દિલ્હીઃ હિમાચલની રાજધાની શિમલાથી 90 કિમી ગુડ મડાગવ ગામના લોકોની લાઈફસ્ટાઈલ જોઈને તમે પણ મૂંઝવણમાં પડી જશો. આલીશાન ઘર અને મોંધી ગાડીઓ જોઈને તમે વિચારી પણ ન શકો કે આ બધી જ શૌકત મડાવગના રહેવાસીઓએ ખેતી કરીને પ્રાપ્ત કરી છે. પરંતુ, સત્ય તે જ છે કે, 230 પરિવારોનું આ ગામની કિસ્મત બાગવાનીના જ કારણે પલટી છે. આ ગામ વાર્ષિક 175 કરોડ રૂપિયાના સફરજન વેચે છે. અહીં રહેનારો દરેક ખેડૂત કરોડપતિ છે. ગામના ખેડૂત પરિવારોની વાર્ષિક આવક 35થી 40 લાખ રૂપિયા છે. આજ કારણ છે કે આ ગામ એશિયાનું સૌથી અમીર ગામ છે.
1953-54થી કરી સફરજનની ખેતી
મડાવગના ખેડૂતો પહેલા બટાકાની ખેતી કરતા હતા. 1953-54માં ગામના રામ મહેતાએ સફરજનની બગીચો લગાવ્યો. તેમણે ગામના લોકોને પણ સફરજનની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યા. ઘીમે-ઘીમે બધા જ સફરજનની ખેતી કરવા લાગ્યા. વર્ષ 2000 પછી મડાવગના સફરજનની દેશમાં આગવી ઓળખ બની. હવે અહીં બાગવાન હાઈ ડેન્સિટી પ્લાન્ટેશન જેવી આધુનિક ટેકનોલોજીથી સફરજન ઉગાડવામાં આવે છે.
મડાવગના સફરજનની ગુણવત્તા બહુ જ શાનદાર હોય છે. એટલા માટે તે ઊંચી કિંમતો પર વેચાય છે. મડાવગના સફરજનને વિદેશોમાં પણ ઘણા જ પસંદ કરવામાં આવે છે. મડાવગના પહેલા શિમલા જિલ્લાનું ક્યારી ગામ એશિયાનું સૌથી અમીર ગામ હતું. ક્યારીને પણ સફરજને જ એશિયાનું સૌથી અમીર ગામ બનાવ્યુ હતું.
મડાવગ અને ક્યારી ગામની તરક્કી તેના આસપાસના ગામડાઓને પણ કંઈક નવું કરવા માટે પ્રોત્સાહિત કરે છે. મડાવગ ગામની પાસે આવેલું દશૌહી ગામ પણ તેની ઉચ્ચ ક્વાલિટીવાળા સફરજનના કારણે પ્રસિદ્ધ છે. દશોલી ગામમાં સફરજનના 8,000થી 8,5000ફૂટની ઊંચાઈ પર બગીચા લાગેલા છે. આ ઉંચાઈ સારી ગુણવત્તાવાળા સફરજનના ઉત્પાદન માટે આદર્શ છે. દશોલીના સફરજન ક્વાલિટીમાં કિન્નો અને જમ્મૂ કશ્મીરને પણ મ્હાત આપી રહ્યા છે. અહીંના બાગવાન ન માત્ર સારી ગુણવત્તાવાળા સફરજનનું ઉત્પાદન કરી રહ્યા છે, પરંતુ પ્રતિ એકરમાં એક રેકોર્ડ બ્રેક ઉત્પાદન પણ કરી રહ્યા છે. સ્થાનિક કારોબારીઓના અનુસાર, દશોલીના નાના માળીના જણાવ્યા મુજબ સફરજનના 1000 બોક્સનું ઉત્પાદન પણ કરી રહ્યું છે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર