Home /News /business /

2018માં અહીં રોકાણ કરો, 40 % રીટર્ન મળવાની સંભાવના

2018માં અહીં રોકાણ કરો, 40 % રીટર્ન મળવાની સંભાવના

વર્ષ 2017માં એકબાજુ નાની બચત પર વ્યાજદર ધટીને નીચે આવી ગયા છે. ત્યારે બીજીબાજુ શેર માર્કેટના મુખ્ય બેંચમાર્ક ઈન્ડેક્સએ 20 ટકાથી વધારે રિટર્ન આપી રોકામકારોને માલામાલ કરી દીધા. દુનિયાભરની મોટી એજન્સીઓએ 2018માં ભારતીય શેર બજારમાં જોરદાર પ્રદર્શન રહેશે તેવી આશા વ્યક્ત કરી છે. તો કઈ કંપનીમાં સારૂ રિટર્ન મળી શકે તેમ છે તેના પર એક નજર કરીએ...


શેર માર્કેટના દિગ્ગજોના મતે, આવામાં રોકાણકારો મહત્વની કંપનીઓ જેવી કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આરસીએફ, હુડકો, નૈટકો ફાર્મા અને પીએનબી હાઉસિંગમાં રોકાણ કરવાથી ફાયદો થઈ શકે તેમ છે.


રેટિંગ અને બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સેક્સે નિફ્ટી માટે ડિસેમ્બર 2018 સુધીમાં 11,600નું લક્ષ્ય રાખ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય કંપનીઓની આવકમાં સળંગ વધારો થઈ રહ્યો છે. અગામી સમયમાં પણ કંપનીઓ સારૂ પ્રદર્શન કરશે. જેથી રોકાણકારો પાસે સારૂ એવું રિટર્ન મેળવવાનો મોકો છે.


રિલાયન્સ ખરીદો
શુક્રવારે રિલાયન્સનો શેર 909 રૂપિયે બંધ થયો હતો, જો આમાં રોકાણ કરો તો, 300 રૂપિયાનો ફાયદો થઈ શકે તેમ છે. મતલબ કે 30 ટકા રિટર્ન મળવાની સંભાવના છે.


હુડકો ખરીદો
હુડકો મિની રત્ન કંપની છે. આ કંપનીનું સરકારી યોજનાઓમાં સારૂ યોગદાન છે. એક્સપર્ટોનું માનવું છે કે, આ શેરમાં 40 ટકાથી સુધીની રિટર્ન મળવાની આશા છે.


સેચ્યુરી પ્લાઈ ખરીદો
એસડીએફસીની સિક્યોરિટીઝ હેડ ઓફ બિઝનેસ પ્રાીવેટ ક્લાઈન્ટ ગ્રુપ વી કે શર્માના મત મુજબ અગામી 1-2 વર્ષમાં આ શેર 25 ટકા રિટર્ન આપી શકે તેમ છે.


નેટકો ફાર્મા ખરીદો
નેટકો ફાર્મા માટે બ્રોકરેજ હાુસ એક્સિસ ડાયરેક્ટે 1150 રૂપિયાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. હાલની કિંમત 955 છે, મતલબ કે 20 ટકા રિટર્ન મળી શકે છે.


પીએનબી હાઉસિંગ
પીએનબી હાઉસિંગ એક હાઉસિંગ કંપની છે. જે ઈન્ડિવ્યુઝલ અને કોર્પોરેટ્સને કંસ્ટ્રક્સનસ પરચેજ અને રિપેયર માટે લોન આપે છે. એક્સપર્ટનું કહેવું છે કે, લોન ડિસ્બર્સમેન્ટ ગ્રોથ બીજા ક્વાર્ટરમાં 45 ટકા રહ્યો છે. વાર્ષિક ધોરણે લોનબુકમાં 51 ટકા ગ્રોથ છે. બ્રોકરેજ હાઉસ બોનાંજા પોર્ટફોલિયોએ શેર માટે 1736 રૂપિયાનું લક્ષ્યાંક રાખ્યું છે.

First published:

Tags: Investment, Making, Money, Money making tips, Share marcket, Tips, ભારત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन