10 હજાર લગાવીને લાખો રૂપિયા બનાવવાની તક!

Network18 | News18 Gujarati
Updated: October 4, 2017, 1:33 PM IST
10 હજાર લગાવીને લાખો રૂપિયા બનાવવાની તક!
Network18 | News18 Gujarati
Updated: October 4, 2017, 1:33 PM IST
દુનિયાની મોટી બ્રોકિંગ ફર્મ અને રેટિંગ એજન્સી મોર્ગન સ્ટેનલી અને HSBCનું કહેવું છે કે જો આગામી 10 વર્ષમાં ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાશક્તિ બની જશે. જે મુજબ શેર બજારનો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 1 લાખનાં સ્તર પર પહોંચી જશે. જો આવું થશે તો આપ ફક્ત 10 હજાર રૂપિયા લગાવીને એક લાખ રૂપિયા કે તેથી વધુ રૂપિયા મેળવી શકો છો.  હવે પ્રશ્ન એ છે કે શું આ સંભવ છે ? અને રોકાણ કરવું યોગ્ય છે ?

એક્સપર્ટનું માનીયે તો, શેર બજારની આ તેજીમાં રોકાણકારો પાસે કેટલાંયે ગણા રિર્ટન મેળવી આપે તેવાં શેર છે જો યોગ્ય સમયે સારા ફંડામેન્ટલ વાળા શેરમાં રોકાણ કરવામાં આવે તો ખાસ્સુ રિટર્ન મેળવતા કોઇ રોકી શકે નહીં.

મોટા રિર્ટન હાંસેલ કરવાની તક-
-કેપિટલ સિંડિકેટ અને મેનેજિંગ પાર્ટનર સુપ્રમણ્યમ પશુપતિએ ન્યૂઝ 18 ઇન્ડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, જો દેશની ઇકોનોમીનું પૈડું ફરીથી તેજ થશે તો શેર બજાર નવી ઉંચાઇને અડશે.

-એવામાં બેકિંગ, FMCG અને રિયાલિટી કંપનીઓનાં શેરમાં સૌથી વધુ તેજી જોવા મળશે. એવામાં નાના રોકાણકારો નાની રકમ જેવી કે 10 હજાર રૂપિયામાં સારા શેર્સ ખરીદી કેટલાંય ગણા રિટર્ન હાંસેલ કરી શકે છે.
-એટલે સ્પષ્ટ છે કે હાલની પરિસ્થિતી પ્રમાણે કેટલાંયે શેર્સમાં મરજી મુબજનાં રૂપિયા લગાવીને લાખો રૂપિયા બનાવી શકાય છે. પણ આ ત્યારે જ થશે જ્યારે સેન્સેક્સ એક લાખ પોઇન્ટનો જાદુઇ આંકડો પાર કરશે અને દેશની ઇકોનોમીમાં 10 ટકાથી વધુનો ગ્રોથ જોવા મળશે.

આ સ્ટ્રેટેજીની સાથે માર્કેટમાં મળે છે સારા રિટર્ન
-દુનિયાનાં પ્રખ્યાત ઇન્વેસ્ટર વોરન બફેટ હમેશાં કહે છે કે, લાંબા ગાળા અને ઉત્તમ ડિવિડન્ડનો રેકોર્ડ ધરાવતા શેરમાં રોકાણ કરવું જોઇએ
-સાથે જ, શેરમાં એક મોટા રોકણની જગ્યાએ નિયમિત રૂપે નાના નાના રોકાણ કરવા યોગ્ય છે.
-નાના રોકાણને કારણે જોખમ ઓછુ રહે છે.
-આપને જણાવી દઇએ કે શેર બજારમાં એવાં શેરની સંખ્યા ઘણી વધુ છે જેની કિંમત 50થી 500 રૂપિયાની વચ્ચે છે.
-તેમાં કેટલાંય શેર એવાં છે જેને શેરોનાં ફંડામેન્ટલ મજબૂત માનવામાં આવે છે. માર્કેટ એક્સપર્ટ મુજબ, રોકાણ દર મહિને નાની રકમ સાથે આ શેરને ખરીદીને રાખી શકે છે.

આ વાતોનું રાખો ખાસ ધ્યાન
-ધ્યાન રાખો કે રોકાણ કરવામાં આવતી રકમ એટલી હોય જે આપનાં બજેટ કે બચત કોઇને પ્રભાવિત ન કરે.
-એવા નિવેશ ઘણાં લાંબા સમયનાં હોય છે તેથી શેરની પસંદગી માટે થોડુ રિસર્ચ જરૂરી છે. તે માટે આપ કોઇ વિશ્વાસપાત્ર કે એક્સપર્ટની સલાહ લઇ શકો છો. કોઇ શેરમાં ક્યારે રોકાણ કરવું જોઇએ તેનો નિર્ણય રિસર્ચનાં આધારે લો.
-ધ્યાન રાખો કે સ્ટોકની પસંદગી સૌથી મહત્વની છે તેથી કોઇપણ સલાહ પર નિર્ણય લેતા સમયે પોતાની રીતે પણ તપાસ અવશ્ય કરી લો.
-ખુબજ નાની રકમની સાથે આપ ઓછા સમયમાં કેટલાંક સારા પોર્ટફોલિયો બનાવી શકો છો. નાના રોકાણને કારણે આપ આ શેરને લાંબાગાળા માટે લઇ શકો છો.
-જો આમાંથી કોઇપણ શરેમાં ગ્રોથ ઇન્ફોસિસ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મુજબ થાય છે તો નાની રકમની મદદથી આપ કરોડપતિ બની શકો છો.
First published: October 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर