Home /News /business /વધુ આવકની શોધમાં છો આપ? તમારી પ્રતિભાના સહારે કરો અહીં Apply, રોજના 500-1000 રૂપિયા તો ચપટી વગાડતા મળશે

વધુ આવકની શોધમાં છો આપ? તમારી પ્રતિભાના સહારે કરો અહીં Apply, રોજના 500-1000 રૂપિયા તો ચપટી વગાડતા મળશે

દરરોજ માત્ર એક કલાક કામ કરશો તો 1500 રૂપિયા સરળતાથી થઈ જશે.

પૈસા કમાવવા કોને પસંદ નથી. ખર્ચને પહોંચી વળવા માટે દરેક વ્યક્તિ ઓફિસની સાથે-સાથે કામ કરવા માંગે છે, જેથી તેમાંથી વધારાની આવક પણ થઈ શકે.

મોંઘવારીના જમાનામાં ઘર ચલાવવા માટે પગાર ઓછો પડે છે. આ જ કારણ છે કે દરેક વ્યક્તિ નોકરીની સાથે સાથે કેટલાક કામ પણ કરવા માંગે છે. ઘણા પગારદાર નોકરીઓની સાથે પણ અમુક સાઈડ બિઝનેસ કરે છે. પરંતુ, નોકરીની સાથે અન્ય કોઈ કામ કરવું સહેલું નથી. જો તમે પણ તમારી નોકરી સાથે થોડી વધુ કમાણી કરવા માંગો છો, તો અમે તમને એક એવો આઈડિયા આપી રહ્યા છીએ, જેના દ્વારા તમે એક મહિનામાં સારી કમાણી કરી શકો છો અને તે પણ નોકરીમાં ખલેલ પહોંચાડ્યા વિના.

આજે અમે તમને એક એવી વેબસાઈટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે ઘરે બેઠા 20 મિનિટમાં 500 રૂપિયા કમાઈ શકો છો. જો તમે દરરોજ માત્ર એક કલાક કામ કરશો તો 1500 રૂપિયા સરળતાથી થઈ જશે. તમે તમારી અનુકૂળતા મુજબ આ કરી શકો છો. સૌથી મહત્વની વાત એ છે કે તમે તમારી પ્રોફાઈલ પ્રમાણે કામ પસંદ કરી શકો છો. તો ચાલો જાણીએ તેના વિશે વિગતવાર.

આ પણ વાંચો: Government Amazon: અત્યાર સુધીમાં 2 લાખ કરોડનો સામાન વેચાયો, સામાન્ય લોકો આ વિશે જાણતા પણ નહીં હોય

આ વેબસાઇટ પરથી મોટી કમાણી કરો


અમે જે વેબસાઈટ વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ છે. આ વેબસાઈટ તમને 20 મિનિટ કામ કરવાની અને 500 રૂપિયા કમાવવાની તક આપે છે. આ માટે તમારે આ લિંક www.respin.iisc.ac.in પર જવું પડશે. અહીં તમને ઘણા વિકલ્પો મળશે. અહીં તમે જમણી સાઇટમાં આપેલા ડ્રોપ ડાઉન પર ક્લિક કરશો, પછી more openingનો વિકલ્પ દેખાશે. આ વિકલ્પ પર ક્લિક કરવાથી, તમને બે વિકલ્પો મળશે. પ્રથમ general opening અને બીજું research opening. general openingમાં, તમારી કુશળતા અનુસાર આપેલ વિકલ્પ પસંદ કરો.

આ પણ વાંચો: ખેડૂતોની જોળી ભરી આપતી ગ્રીન હાઉસ ખેતી, સાથો સાથ સરકારની સબસિડી સહાય આવકમાં લગાવશે ચાર ચાંદ 

તમે 2 મિનિટમાં અરજી કરી શકો છો


જ્યારે તમે તમારી પ્રોફાઇલ અનુસાર વિકલ્પ પસંદ કરશો, ત્યારે બીજું પેજ ખુલશે. તમને આ નવા પેજ પર તમામ વિગતો મળશે. પછી તમે 2 મિનિટમાં કુશળતા અનુસાર કામ માટે અરજી કરી શકો છો. આ બાજુથી તમે કોઈપણ ઓપનિંગ માટે પણ અરજી કરી શકો છો. તમે જેટલી મહેનત કરશો તેટલી વધુ કમાણી કરશો.



(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી તમારી સમજણ અને નોલેજ માટે છે. કોઈ પણ વ્યવસાયમાં રોકણ કરતા પહેલા તેની સંપૂર્ણ માહિતી મેળવવી જોઈએ અને નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. ન્યુઝ 18 તમારા નફા-નુકસાન માટે જવાબદાર નથી.)
First published:

Tags: Business news, Earning, Money18, Online business

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો