Home /News /business /બે દિવસમાં જ 17 ટકા વધ્યો આ શેર, હવે ખરીદી માટે લાગી હોડ; ગયા મહિને થયુ હતુ લિસ્ટિંગ

બે દિવસમાં જ 17 ટકા વધ્યો આ શેર, હવે ખરીદી માટે લાગી હોડ; ગયા મહિને થયુ હતુ લિસ્ટિંગ

બે દિવસમાં 14 ટકા ઉછળ્યો આ શેર

મર્સિડીઝ બેન્જ અને હોન્ડા જેવી દિગ્ગજ કંપનીઓની ગાડીઓ વેચનારી કંપની લેન્ડમાર્ક કાર્સની લિસ્ટિંગે રોકાણકરોને બહુ જ નિરાશ કર્યા હતા. જો કે, જે રોકાણકારોએ આઈપીઓમાં ધીરજ રાખી તેમને ફાયદો થયો છે.

  • moneycontrol
  • Last Updated :
  • New Delhi, India
    નવી દિલ્હીઃ મર્સિડીઝ બેન્જ અને હોન્ડા જેવી દિગ્ગજ કંપનીઓની ગાડીઓ વેચનારી કંપની લેન્ડમાર્ક કાર્સની લિસ્ટિંગે રોકાણકરોને બહુ જ નિરાશ કર્યા હતા. જો કે, જે રોકાણકારોએ આઈપીઓમાં ધીરજ રાખી તેમને ફાયદો થયો છે. તૂટતા બજારમાં પણ આ શેરમાં વધારો થયો છે. બે દિવસમાં તે 17 ટકા મજબૂત થયો છે અને આજે 6 જાન્યુઆરીએ ઈન્ટ્રા ડેમાં 581.5 રૂપિયાના રેકોર્ડ સ્તરની ઊંચાઈ પર પહોંચી ગયા છે. જો કે, દિવસના અંતમાં તે થોડો ઘટીને 553.55 રૂપિયાના ભાવ પર બંધ થયો છે. તેની માર્કેટ કેપ 2,191.62 કરોડ રૂપિયા છે.

    IPO રોકાણકારોને મળ્યો 15 ટકા નફો


    લેન્ડમાર્ક કાર્સનો 552 કરોડ રૂપિયાનો આઈપીઓ ગત મહિને 13 ડિસેમ્બરથી 15 ડિસેમ્બરની વચ્ચે ખુલ્યો હતો. તેના શેર 506 રૂપિયાના ભાવ પર રોકાણકારો માટે બહાર પાડવામાં આવ્યા હતા. કર્મચારીઓને ખરીદી પર 48 રૂપિયાનું ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યુ હતું. 23 ડિસેમ્બરે લિસ્ટિંગના દિવસે તેનું પ્રદર્શન ઘણું જ ખરાબ રહ્યુ અને ઈશ્યૂ પ્રાઈસની સરખામણીમાં બીએસઈ પર તે 9 ટકાના ડિસ્કાઉન્ટની સાથે 460 રૂપિયાના ભાવ પર લિસ્ટ થયા હતા.

    આ પણ વાંચોઃ હવે ગુજરાતમાં સરળતાથી શરૂ કરી શકશો બિઝનેસ, સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય

    જો કે હવે, આમાં તેજીની આશા દેખાઈ રહી છે અને ઈશ્યૂ પ્રાઈસ કરતા શેર 15 ટકા ઉપર જઈ ચૂક્યો છે. 26 ડિસેમ્બર 2022ના રોજ આ શેર 433.20 રૂપિયાના રેકોર્ડ નીચલા સ્તપે ગબડી ગયા હતા.

    લેન્ડમાર્ક કારમાં કેમ જે મળી તેજી


    કંપની મર્સિડીઝ-બેંજ, હોન્ડા, જીપ, ફોક્સવેગન અને રેનોલ્ટની નવી-જૂની કારનું વેચાણ કરે છે. આ ઉપરાંત કંપનીની પાસે કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં એશોક લેલેન્ડની ડીલરશીપ પણ છે. માર્કેટ એનીલિસ્ટ્સના પ્રમાણે, કંપનીના ફન્ડામેન્ટલ્સ ઘણા સારા છે, પ્રમોટર્સ અનુભવી છે, ટ્રેક રેકોર્ડ પણ સારો છે. જો કે, જ્યારે તેની લિસ્ટિંગ હતી, ત્યારે બજારની સ્થિતિ સારી ન હતી. તેના પર કોરોના મહામારીની અસર જોવા મળી હતી.

    આ પણ વાંચોઃએટલી સુંદર કેક કે જેને જોઈને લોકો હક્કા-બક્કા રહી ગયા, વજન જાણશો તો હોશ ઉડી જશે

    જો કે હવે માર્કેટમાં દબાવ જોવા મળી રહ્યો છે. પરંતુ કંપનીની સ્થિતિને જોતા રોકાણકારો તેમાં રૂપિયા લગાવી રહ્યા છે. બ્રોકરેજ ફર્મ આનંદ રાઠી શેર અન્ટ સ્ટોક બ્રોકરની એક નોટ પ્રમાણે, લેન્ડમાર્ક કાર્સ નવી જગ્યાઓ પર વિસ્તાર કરી શકે છે અને તેની ડીલરશીપનો પણ વિસ્તાર કરી શકે છે. આ બધા કારણોને લીધે આમાં રોકાણ કરી શકાય છે.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Investment, Stock market

    विज्ञापन
    विज्ञापन