Union
Budget 2023

Highlights

Home /News /business /રૂપિયાની જરૂર છે, તો થઈ જાઓ બેફિકર; ઝીરો રૂપિયા બેલેન્સ હશે તો પણ મળી જશે 10 હજાર

રૂપિયાની જરૂર છે, તો થઈ જાઓ બેફિકર; ઝીરો રૂપિયા બેલેન્સ હશે તો પણ મળી જશે 10 હજાર

પ્રધાનમંત્રી જન ધન યોજના

જન ધન યોજના હેઠળ તમારા એકાઉન્ટમાં બેલેન્સ નહિ હોવા પછી પણ 10000 રૂપિયા સુધી ઓવકડ઼્રાફ્ટની સુવિધા મળી જાય છે. આ સુવિધા ઓછા સમયની લોનની જેમ છે. પહેલા આ રકમ 5 હજાર રૂપિયા હતી., સરકારે હવે તેને વધારીને 10 હજાર રૂપિયા કરી દીધી છે.

  • News18 Hindi
  • Last Updated :
  • New Delhi, India
    નવી દિલ્હીઃ જો તમારું જનધન એકાઉન્ટ છે તો આ ખબર તમારા માટે બહુ જ કામની છે. જન ધન યોજનાના ખાતામાં તમને ઘણી સુવિધાઓ મળે છે. જાણકારી અનુસાર, કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ જીરો બેલેન્સ સેવિંગ ખાતું ખોલાવી આપે છે. આમાં અકસ્માત, વીમો, ઓવરડ્રાફ્ટ ફેસિલિટી, ચેક બુક સહિત ઘણા અન્ય લાભ પણ મળે છે.

    જન ધન યોજના હેઠળ તમારા એકાઉન્ટમાં બેલેન્સ નહિ હોવા પછી પણ 10000 રૂપિયા સુધી ઓવકડ઼્રાફ્ટની સુવિધા મળી જાય છે. આ સુવિધા ઓછા સમયની લોનની જેમ છે. પહેલા આ રકમ 5 હજાર રૂપિયા હતી., સરકારે હવે તેને વધારીને 10 હજાર રૂપિયા કરી દીધી છે.

    આ પણ વાંચોઃ ઘરે બેઠા શરૂ કરો આ ઓનલાઈન બિઝનેસ, રોજના 1 હજાર રૂપિયા સુધી કમાણી થશે

    આ છે નિયમ


    આ એકાઉન્ટમાં ઓવરડ્રાઉ્ટની સુવિધા માટે મહત્તમ ઉંમર 65 વર્ષ છે. ઓવરડ્રાફ્ટની સુવિધાનો ફાયદો ઉઠાવવા માટે તમારે જન ધન એકાઉન્ટ ઓછામાં ઓછા 6 મહિના જૂનું હોવું જોઈએ. આવું નહિ થવા પર માત્ર 2 હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ મળી જાય છે.

    આ પણ વાંચોઃ બીજુ બધુ જ છોડીને અહીંથી કરો રિચાર્જ અને બિલ પેમેન્ટ, દર વખતે મળશે 5 ટકા સુધી કેશબેક

    શું છે જનધન ખાતું


    પ્રધાનમંત્રી જન ધન યોજના સૌથી મહત્વાકાંક્ષી નાણાકીય પ્રોગ્રામ છે. જે બેકિંગ તથા જમા ખાતું, વિપ્રેષણ, ઋણ, વીમો, પેન્શનની એક્સેસ ખાતરી કરે છે. આ ખાતું કોઈ પણ બેંક શાખા અથવા વ્યવસાય પ્રતિનિધિ આઉટલેટમાં ખોલી શકાય છે. પીએમજેડીવાઈ ખાતુ જીરો બેલેન્સની સાથે ખોલી શકાય છે.


    કેવી રીતે ખોલી શકાય એકાઉન્ટ?


    પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતું પબ્લિક સેક્ટર બેંકોમાં ખોલવામાં આવે છે. પરંતુ, જો તમે ઈચ્છો કો ખાનગી બેંકોમાં પણ જન ધન ખાતું ખોલાવી શકો છો. જો તમારી પાસે કોઈ અન્ય સેવિંગ એકાઉન્ટ છે. તો તમે તેને જન ધન ખાતામાં પણ બદલી શકો છો. ભારતમાં રહેનારો કોઈ પણ વ્યક્તિ, જેની ઉંમર 10 વર્ષ કે તેથી વધારે છે તો, તેનું જન ધન ખાતું ખોલાવી શકાય છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Government scheme, Jan Dhan Accounnt

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन