Home /News /business /

Diwali પહેલા તમારા PF એકાઉન્ટમાં આવવાના છે પૈસા! આ 4 રીતે ચેક કરી શકો છો બેલેન્સ

Diwali પહેલા તમારા PF એકાઉન્ટમાં આવવાના છે પૈસા! આ 4 રીતે ચેક કરી શકો છો બેલેન્સ

પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસની મહામારી સંકટને જોઈને કોવિડ-19 એડવાન્સ અને બીમારી સંબંધી ક્લેમ્સનું સેટલમેન્ટ ઝડપથી કરી દીધું છે.

  નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દિવાલી પહેલા (Diwali) 8.5 ટકા વ્યાજનો પહેલો હપ્તો એકાઉન્ટમાં જમા કરાવી શકે છે. સપ્ટેમ્બરમાં જ ઈપીએફઓના કેન્દ્રીય બોર્ડે કહ્યું હતું કે, 31 માર્ચ 2020 સુધી ખતમ થઈ રહેલા નાણાંકિય વર્ષ માટે વ્યાજની ચૂકવણી આ વર્ષના અંત સુધીમાં થઈ જશે. આ વ્યાજને 8.15 ટકા અને પછી 0.35 ટકા એમ બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે.

  ક્યાંથી વ્યાજનું ચૂકવણું કરશે ઈપીએફઓ
  કોરોના મહામારીના કારણે ઈપીએફઓની કમાણી ઉપર ખરાબ અસર પડી છે. ત્યારબાદ કેન્દ્રીય બોર્ડના વ્યાજદરનું રિવ્યૂ કર્યું હતું. રિવ્યૂ બાદ બોર્ડે સરકારથી વ્યાજના 8.5 ટકા રાખવાની કોશિશ કરી હતી. શ્રમ મંત્રાલયે આ અંગે જાણાકરી આપી હતી. નિવેદનમાં કહ્યું હતુંકે, 8.50 ટકા વ્યાજમાં 8.15 ટકા વ્યાજથી થનારી કમાણીથી આવશે. જ્યારે 0.35 ટકાની રકમ ETF (Exchange Traded Fund)ના વેચાણ થકી એકઠાં કરશે.

  ત્વરીત સેટલમેન્ટ માટે EPFOએ ઉઠાવ્યા આ પગલાં
  કોરોના વાયરસની મહામારી સંકટને જોઈને કોવિડ-19 એડવાન્સ અને બીમારી સંબંધી ક્લેમ્સનું સેટલમેન્ટ ઝડપથી કરી દીધું છે. આ માટે ઈપીએફઓ બંને કેટેગરીમાં ઓટો મોડ માટે સેટલમેન્ટ પ્રોસેસ રજૂ કરી હતી. આ અંતર્ગત મોટાભાગે ક્લેમ્સને માત્ર 3 દિવસની પતાવટ કરવામાં આવી હતી. સામાન્ય રીતે આ પ્રક્રિયા માટે 20 દિવસ સુધીનો સમય લાગે છે.

  આ પણ વાંચોઃ-Diwali 2020: ચપટી વગાડતા જ ઘરમાંથી ભાગી જશે બધી જ ગરોળીઓ, આ વસ્તુઓ ગરોળીને નથી ગમતી

  SMSથી જાણો તમારા પીએફ ખાતાનું બેલેન્સ
  જો તમારો UAN ઈપીએફઓ પાસે રજિસ્ટર્ડ છે તો તમારા લેટેસ્ટ યોગદાન અને પીએફ બેલેન્સની જાણકારી એક મેસેજથી મળી શકે છે. આ માટે તમારે 7738299899 ઉપર લખીને મોકવું પડે છે. EPFOHO UAN ENG છેલ્લા ત્રણ અક્ષર ભાષાના છે.

  આ પણ વાંચોઃ-આણંદઃ પ્રેરણા રૂપ કહાની! લકવાગ્રસ્ત પિતા માટે દત્તક પુત્રીએ છોડી શિક્ષિકાની નોકરી, શરુ કર્યો પશુપાલનનો ધંધો, કરે છે લાખોની કમાણી

  જો તમારે હિન્દીમાં જાણકારી મેળવવી હોય તો EPFOHO UAN ENG લખીને મોકલી શકો છો. આ સેવા અંગ્રેજી, પંજાબી, મરાઠી, હિંન્દી, કન્નડ, તેલગુ, તમિલ, મલયાલમ અને બંગાલીમાં ઉપલબ્ધ છે. ઈપીએમઓ પોતાની પાસે હાજર સભ્યોની જાણાકરી પણ મોકલે છે. આ માટે જરૂરી છે કે તમારો યુએએન બેન્ક એકાઉન્ટ પાન અને આધારથી લિંક્ડ હોય. જો આવું નથી તો તમારા નિયોક્તાથી આને લિંક કરવાનું કહો.

  આ પણ વાંચોઃ-સેલ્ફીના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સોઃ karwa chauth બાદ ફરવા ગયો પરિવાર, Selfie લેવા જતા 800 ફૂટ ઊંડી ખીણમાં પડતા મહિલાનું મોત

  EPFOની વેબસાઈ
  યુનિફાયડ પોર્ટલની જગ્યાએ યુઝર્સ હવે પીએફની પાસબુક એક અલગ વેબસાઈટ ઉપર પણ જોઈ શકે છે. ટ્રાન્સફર જેવી સેવાઓ માટે પણ યુનિફાઈડ પોર્ટનો ઉપયોગ હજી પણ કરી શખાય છે. પોર્ટલ ઉપર પીએફ પાસબુક જોવા માટે તમારું પીએફ એકાઉન્ટ યુએએન સાથે લિંક હોય.

  ઈપીએફઓ એપ દ્વારા પણ જોઈ શકાય બેલેન્સ
  ઈપીએફઓની એમ સેવા એપ ગુગલના પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. એકવાર એપ ડાઉનલોડ થઈ જાય ત્યારબાદ મેમ્બર ઉપર ક્લિક કરીને બેલન્સ/પાસબુક સેક્સમાં જઈને બેલન્સ જોઈ શકો છો. આ માટે તમારે યુએએન અને રજિસ્ટ્રર્ડ મોબાઈલ નંબર નાંખવાનો રહેશે.  મિસ્ડ કોલ થકી જાણી શકાય બેલન્સ
  જો તમે યુએએન પોર્ટલ ઉપર રજિસ્ટર્ડ છો અને તમે તમારા રિજસ્ટર્ડ મોબાઈલ નંબરથી 011-22901406 ઉપર મિસ્ડ કોલ આપો. ત્યારબાદ ઈપીએફઓનો એક મેસેજ મળશે. જેમાં તમારા પીએફ ખાતાની ડિટેલ મળશે. આ માટે પણ બેન્ક એકાઉન્ટ, પાન અને આધાર નંબર લિંક્ડ હોવો જોઈએ.
  Published by:ankit patel
  First published:

  Tags: Diwali 2020

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन