Home /News /business /Post Office: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરી તમે પણ લઇ શકો છો ગાડી અને બંગલા

Post Office: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરી તમે પણ લઇ શકો છો ગાડી અને બંગલા

બેંકની જેમજ તમે પોસ્ટ ઓફિસમા પણ FD કરાવી શકો છો. પોસ્ટ ઓફિસમા 'ટાઈમ ડિપોઝિટના' નામે આ સ્કીમ ચાલી રહી છે.

Post Office: કેન્દ્ર સરકારે બે અને ત્રણ વર્ષ માટે ટાઈમ ડિપોઝીટ સ્કીમના વ્યાજદરમાં વધારો કર્યો છે. તેમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. આ સ્કીમનો લાભ લેવા તમારે પોસ્ટ ઓફિસની મુલાકાત લેવાની રહેશે.

    Post office Scheme: પોસ્ટ ઓફિસમા નાનાપાયે રોકાણ માટેની ઘણી યોજનાઓ છે. જેમાં FD નો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. બેંકની જેમજ તમે પોસ્ટ ઓફિસમા પણ FD કરાવી શકો છો. પોસ્ટ ઓફિસમા 'ટાઈમ ડિપોઝિટના' નામે આ સ્કીમ ચાલી રહી છે. જેમાં તમે 1 વર્ષથી લઈને 5 વર્ષ સુધી રૂપિયા જમા કરી શકો છો. અહીં મુખ્ય ફાયદો એ છે કે, તમને બેંક થી વધુ વ્યાજ મળશે. પોસ્ટ ઓફિસની 2 વર્ષની ટાઈમ ડીપોઝીટમાં 20 બેઈઝીસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. પોસ્ટ ઓફિસની ટાઈમ ડીપોઝીટમા 5 વર્ષની સિક મુજબ વાર્ષિક 6.7% વ્યાજ મળી રહ્યું છે.

    આ પણ વાંચોઃ બ્રોકરેજ હાઉસે કહ્યું 'આ સીમેન્ટ શેરમાં 73 ટકાની દમદાર કમાણી, ફટાફટ ખરીદો'

    આ મુજબ મળે છે રિટર્ન
    પોસ્ટ ઓફિસની આ યોજના મુજબ તમે એક, બે, ત્રણ કે પાંચ વર્ષ માટે રૂપિયા જમા કરી શકો છો. જેમાં 1 વર્ષ માટે 5.5% રિટર્ન, 2 વર્ષ માટે 5.7%, 3 વર્ષ માટે 5.8% અને 5 વર્ષ માટે 6.7% રિટર્ન મળી રહ્યું છે. આ સ્કીમમાં વ્યાજ વાર્ષિક મળે છે. પણ વ્યાજની ગણતરી ત્રિમાસિક થાય છે. એવામાં તમારે મકાન, કાર ખરીદવા માટે આ પ્રકારે ઈન્વેસ્ટ કરી સારો લાભ લઇ શકો છો. જેથી તમને વધુ વ્યાજ પણ પ્રાપ્ય થશે. વધેલા વ્યાજ દરો 1 ઓક્ટોબરથી લાગુ છે.

    આ પણ વાંચોઃ અનિકા પટેલ અડધી રાતે દીકરીને ફીડિંગ કરાવવા ઉઠી અને જોયું તો નોકરીમાંથી છટણીનો આવ્યો હતો મેઇલ

    સ્કીમની અન્ય વિષેશતાઓ
    - કોઈ પણ વ્યક્તિ સિંગલ એકાઉન્ટ ખોલી શકે છે.

    - 3 એડલ્ટ સાથે મળીને જોઈન્ટ એકાઉન્ટ ખોલી શકે છે.

    - 10 વર્ષથી વધુ ઉંમરના બાળકના નામે એકાઉન્ટ ખોલી શકાય છે.

    - પોસ્ટ ઓફિસમાં ટાઈમ ડિપોઝીટ એકાઉન્ટ લઘુત્તમ રૂ.1000 થી ખોલી શકાય છે.

    - મહત્તમ રૂપિયા જમા કરવાની કોઈ લિમિટ નથી રાખેલી.

    - આ સીકમમાં 5 વર્ષ માટે રોકેલા નાણાં ટેક્સ માંથી પણ બાદ મળવા પાત્ર રહેશે.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Investment in Post Office, Investment રોકાણ, Money Investment, Post Office Scheme

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन