Home /News /business /તમે રોકાણનું વિચારો છો? તો આ યોજનાએ સૌને કર્યા લખપતિ, 1 લાખના 2 લાખ થઇ જશે
તમે રોકાણનું વિચારો છો? તો આ યોજનાએ સૌને કર્યા લખપતિ, 1 લાખના 2 લાખ થઇ જશે
તમે આ યોજનામાં 1 લાખનું રોકાણ કરો છો તો 123 મહિના પછી તમને નિશ્ચિતરૂપે 2 લાખ મળશે.
Investment: દરેક લોકો ઈચ્છે છે કે તેઓ એવી જગ્યાએ રોકાણ કરે કે જેમાં એક ના ડબલ થઇ શકે. તેના માટે ઘણા પ્રકારની રોકાણ સંબંધિત યોજનાઓ છે. અહીં અમે તમને એવીજ કંઈક યોજના વિષે જણાવી રહ્યા છીએ.
Post Office Scheme: નાણાંનું રોકાણ કરતા સમયે દરેક લોકોની એ ઈચ્છા હોય છે કે તેના રૂપિયા ડબલ થઇ જાય. તેના માટે ઘણા પ્રકારની યોજનાઓ ચાલી રહી છે. તેમાં ઘણી સ્કીમ એવી છે કે તેમાં જોખમ હોય અને ઘણી યોજના જોખમ રહિત હોય છે. અમે પોસ્ટ ઓફિસની 'કિસાન વિકાસ પત્ર' યોજના વિષે વાત કરી રહ્યા છીએ. સરકારે 1 ઓક્ટોબર 2022 થી આ યોજનામાં વ્યાજની વૃદ્ધિ કરી છે.
કિસાન વિકાસ પત્ર પર સરકાર 1 ઓક્ટોબર 2022 થી વાર્ષિક 7% ના દરે વ્યાજ આપી રહી છે. જેમાં ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી વાર્ષિક કરવામાં આવે છે. જો તમે સરકારની આ યોજનામાં રોકાણ કરો છો તો 123 મહિનામાં તમારા રૂપિયા ડબલ થઇ જશે. ધારોકે તમે આ યોજનામાં 1 લાખનું રોકાણ કરો છો તો 123 મહિના પછી તમને નિશ્ચિતરૂપે 2 લાખ મળશે.
લઘુત્તમ રૂ.1000નું રોકાણ
કિસાન વિકાસ પત્રમાં તમે લઘુત્તમ રૂ.1000 નું રોકાણ કરી શકો છ અને તેના પછી 100 ના ગુણાકારમાં રોકાણ શક્ય છે. મહત્તમ રોકાણ માટે કોઈ લિમિટ રાખવામાં આવી નથી. સરકાર કિસાન વિકાસ પત્ર સર્ટિફિકેટ રૂ. 1000, 5000, 10,000, 50,000 ના ભાવથી વહેંચી રહી છે. જેમાં તમે ઈચ્છાનુસાર ખાતા ખોલાવી શકશો.
કિસાન વિકાસ પત્રમાં રોકાણથી ટેક્સ માટેના ફાયદાઓ પ્રાપ્ય છે. જેમાં ઈન્ક્મટેક્સ કલમ 80C હેઠળ રૂ.1.50 લાખ સુધીની ટેક્સમાં રાહત મળવા પાત્ર છે. આ સિવાય સરતો આધીન બીજી અન્ય સુવિધાઓ પણ મળે છે. ખાતાધારક 2 વર્ષ 6 મહિનામાં પોતાના રૂપિયા પરત મેળવી શકે છે. આ સિવાય સામુહિક એકાઉન્ટ પણ ખોલાવી શકાય છે. પણ તેમાં ત્રણથી વધુ લોકો જોડાઈ શકે નહિ. 10 વર્ષથી વધુ ઉંમરના બાળકો એકાઉન્ટ ખોલાવી શકે છે.
આ યોજના માટે તમારે પ્રથમતો KVP ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ પોસ્ટ ઓફિસની બ્રાન્ચે અથવા તો ઓનલાઇન ભરી શકાય છે. તેમાં માટે તમારે જરૂરી દસ્તાવેજોની જરૂરિયાત પડશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર