Home /News /business /National Saving Certificateમાં રૂપિયા ડબલ થતા વાર નહિ લાગે, આ રીતે ઉઠાવો ફાયદો

National Saving Certificateમાં રૂપિયા ડબલ થતા વાર નહિ લાગે, આ રીતે ઉઠાવો ફાયદો

સરકારે નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં 1 જાન્યુઆરી 2023 થી માર્ચ 2023 સુધી વ્યાજ દર 6.8% થી વધારીને 7% કરી દેવામાં આવ્યું છે.

National Saving Certificate: સ્મોલ સેવિંગ સ્કીમ રોકાણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સરકારે તાજેતરમાં કેટલીક યોજનાઓના વ્યાજદરમાં વધારો કર્યો છે. સરકારે પોસ્ટ ઓફિસના નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. અહીં જાણો તેના વિષે વિસ્તારથી માહિતી.

વધુ જુઓ ...
    National Saving Certificate: રોકાણ માટે સ્મોલ સેવિંગ ખૂબ જ પ્રિય છે. હાલમાં જ કેન્દ્ર સરકારે ઘણી યોજનાના વ્યાજ દરમાં વધારો કર્યો છે. સરકારે નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં 1 જાન્યુઆરી 2023 થી માર્ચ 2023 સુધી વ્યાજ દર 6.8% થી વધારીને 7% કરી  દેવામાં આવ્યું છે. પોસ્ટ ઓફિસની આ સીકમમાં ગેરેન્ટી સાથે રિટર્ન મળે છે. દેશના પ્રધામંત્રી મોદીજીને પણ સ્મોલ સેવિંગ સ્કીમમાં ભરોષો છે. જો તમે પણ સ્મોલ સેવિંગ સ્કીમ પર નફો કમાવવા ઈચ્છો છો તો પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે.

    પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કીમમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકણ કરી શકાય છે. આ યોજનામાં મહત્તમ કિંમત માટે કોઈ લિમિટ નથી. પોસ્ટ ઓફિસની કોઈ સ્કીમમાં જોખમ રહેતું નથી. સામાન્ય રીતે સ્મોલ સેવિંગ માટે લોકો બેંક FD પસંદ કરતા હોય છે પરંતુ આ સ્કીમ તેનાથી ઝડપી રૂપિયા ડબલ કરી આપશે. આ સ્કીમ એટલે પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ.

    આ પણ વાંચો:આ સરકારી કંપનીનો શેર હજુ ફક્ત રુ.70માં મળે છે, એક્સપર્ટે કહ્યું ખરીદાય એટલા ખરીદો

    નેશનલ સેવિંગ સર્ટિફિકેટ


    આ સ્કીમનો મેચ્યોરિટી સમય 5 વર્ષ હોય છે. જેમાં હવે વાર્ષિક 7% વ્યાજ મળી રહ્યું છે કે જે FD કરતા વધુ છે. આ સ્કીમમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરી શકાય છે. તમે તમારી ક્ષમતા અનુસાર કેટલા પણ રૂપિયાનું રોકાણ કરી શકો છો. એટલે કે તેમાં કોઈ લિમિટ નક્કી કરવામાં આવી નથી. મુખ્ય ફાયદો એ થશે કે તમને ઈન્ક્મ ટેક્સ નિયમ 80C હેઠળ ટેક્સ્ટ માંથી બાદ પણ મળશે. જો કે આ છૂટ 1.5 લાખ સુધી મળવા પાત્ર છે. એક સિંગલ હોલ્ડર ટાઈપ સર્ટિફિકેટ કોઈ પણ એડલ્ટ તેના અથવા તેના બાળકના નામથી ખરીદી શકે છે. NSCમાં 100, 500, 1000, 5000, 10,000 અથવા તેનાથી વધુ કિંમતના સર્ટીફીકેટ મળે છે.


    ત્રણ પ્રકારના સર્ટિફિકેટ


    સિંગલ ટાઈપ: આ પ્રકારનું સર્ટિફિકેટ પોતા માટે અથવા કોઈ સગીર ઉંમરના માટે લઇ શકાય છે.

    જોઈન્ટ  A ટાઈપ: આ પ્રકારનું સર્ટિફિકેટ જોઈન્ટ એકાઉન્ટ એટલે કે 2 રોકાણકારો સાથે મળીને લઇ શકે છે.

    જોઈન્ટ  B ટાઈપ: અહીં રોકાણ 2 વ્યક્તિ સાથે મળીને કરે છે. પરંતુ પાકતી મુદત પર કોઈ એકને જ ચુકવવામાં આવે છે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Business news, NSC, Post office small savings scheme

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन