Home /News /business /NPS: આ સરકારી યોજનામાં રોજ 74 રૂપિયાનું રોકાણ કરો અને મેળવો 1 કરોડ, જાણો કેવી રીતે કરશો રોકાણ
NPS: આ સરકારી યોજનામાં રોજ 74 રૂપિયાનું રોકાણ કરો અને મેળવો 1 કરોડ, જાણો કેવી રીતે કરશો રોકાણ
NPS એક માર્કેટ લિંક ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ છે.
NPS: મોટાભાગના લોકો જ્યારે પૈસા કમાવવાનું શરૂ કરે છે ત્યારથી જ નિવૃત્તિ માટે પ્લાનિંગ કરવાનું શરૂ કરે છે. આમ કરવાથી રોકાણકારોને તેમની નિવૃત્તિ સમયે નોંધપાત્ર મૂડી ઉભી કરવામાં મદદ મળે છે. જો તમે પણ આવી જ યોજના વિશે વિચારી રહ્યા હોવ જેમાં ઓછા રોકાણ સાથે મોટું ભંડોળ ઊભું કરી શકાય, તો નેશનલ પેન્શન સિસ્ટમ એક સારો વિકલ્પ બની શકે છે.
National Pension System: લોકો જ્યારથી રૂપિયા કમાવવાના શરુ કરે છે ત્યારથી જ નિવૃત્તિ બાદનું પ્લાનિંગ શરુ કરી દે છે. જેનાથી નિવૃત્તિ સમયે એક મજબૂત ફંડ ઉભું કરી શકાય છે. જો તમે પણ એ વિષે વિચારી રહ્યા હોય કે ઓછા ઇન્વેસ્ટમેન્ટથી વધુ ફંડ ઉભું થઇ શકે તો નેશનલ પેન્શન સિસ્ટમ એક સારો ઓપ્શન છે. NPSમાં તમે એક સાથે સંપૂર્ણ રૂપિયા ઉપાડી શકો છો અથવા તો માસિક પેન્સન પણ લઇ શકો છો. જો તમે યોગ્ય પ્લાનિંગ સાથે રોકાણ કરો છો તો નિવૃત્તિ સમયે તમારી પાસે 1 કરોડ રૂપિયાનું ફંડ હશે.
દરરોજ 74 રૂપિયા જમા કરવાના રહેશે
જો તમે રોજના 74 રૂપિયાની બચત કરીને જમા કરો છો તો નિવૃત્તિ સમયે તમારી પાસે 1 કરોડ રૂપિયાની જંગી મૂડી હશે. જો તમે 20 વર્ષની ઉંમરથી રિટાયરમેન્ટ સંબંધિત બચત શરુ કરો છો તો તમે એક સક્ષમ ફંડ ઉભું કરી શકશો.
NPS એક માર્કેટ લિંક ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ છે. પ્લાન મુજબ NPS ફંડને સ્ટોક માર્કેટ અને ડેબ્ટ માર્કેટમાં રોકાણ કરવામાં આવે છે. તેમાં કોર્પોરેટ અને સરકારી બોન્ડ પણ સામેલ છે. તમે જયારે ખાતું ખોલાવો છો ત્યારે એ જાણી શકશો કે કેટલા રૂપિયા ઇકવીટી માર્કેટમાં જશે. જેમાં તમે કુલ રોકાણના 75% રૂપિયાનું રોકાણ કરી શકો છો. એટલે NPSમાં તમે EPF અને PPF કરતા વધુ વ્યાજ મેળવી શકો છો.
આસાનીથી કરોડપતિ બની શકાશે
જો તમે NPSના માધ્યમથી કરોડપતિ બનવા માંગો છો તો આ સૌવથી સરળ રીત છે. ધારો કે તમે 20 વર્ષના છો અને તમે રોજના 74 રૂપિયા એટલે કે મહિનાના 2220 રૂપિયા જમા કરો છો તો તમે 40 વર્ષ બાદ એટલે કે 60 વર્ષે સમયે કરોડપતિ બની જશો. ધારોકે તમને 9% રિટર્ન મળે છે તો તમને 1.03 કરોડ રૂપિયા રિટાયરમેન્ટ પર મળશે.
જો તમે 20 વર્ષની ઉંમરથી 40 વર્ષ સુધી દર મહિને 2230 રૂપિયાનું રોકાણ કરો છો અને તમને 9% રિટર્ન મળે છે. તો 60 વર્ષની ઉંમરે 60% રૂપિયા ઉપાડી અને 40% રૂપિયાનું એન્યુટી પ્લેનમાં રોકી દેવામાં આવે છે. જેમાં 40% થી તમને પેન્સન મળતું રહેશે. 60 વર્ષની ઉંમરે તમને 61.68 લાખ તમને એક સાથે મળશે. બાકી રહેલા રૂપિયા પર તમને 8% વ્યાજ મળે તો 27,500 રૂપિયા પેન્સન મળશે. મળતું રિટર્ન ઓછા વધતું હોય શકે છે કારણકે તે રોકાણ બજાર આધારિત છે.
(Disclaimer: કોઈ પણ રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની જરૂરથી શાલાહ લેવાનું ચોક્કસ રાખો. ન્યુઝ18 તમારા નફા-નુકસાન માટે જવાબદાર રહેશે નહિ.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર