HDFC Bank Bulk FD Rates: દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંકે રૂ.2 કરોડથી વધુ અને રૂ.2 કરોડથી ઓછી બલ્ક ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંકે તેની વેબસાઇટ પર માહિતી આપી છે કે નવા વ્યાજ દર 3 જાન્યુઆરી 2023થી લાગુ થશે. આ ફેરફાર પછી બેંક સામાન્ય લોકો માટે 4.50% થી 7.00% અને વરિષ્ઠ નાગરિકો માટે 7 થી 10 વર્ષમાં પાકતી થાપણો પર 5.00% થી 7.75% સુધીના વ્યાજ દરો આપી રહી છે.
HDFC બેંક બલ્ક FD વ્યાજ દર
બેંક હવે 7 થી 29 દિવસમાં પાકતી થાપણો પર 4.50% વ્યાજ દર આપી રહી છે. તેમજ 30 થી 45 દિવસમાં પાકતી થાપણો પર 5.25% વ્યાજ ઓફર કરે છે. HDFC 46 થી 60 દિવસની થાપણો પર 5.50%ના દરે વ્યાજ ઓફર કરશે. બેંક 61 થી 89 દિવસની થાપણો પર 5.75% ના દરે વ્યાજ ચૂકવશે.
90 દિવસથી 6 મહિના વચ્ચેની પાકતી મુદતવાળી FD પર હવે 6.25%ના દરે વ્યાજ મળશે જ્યારે 6 મહિનાથી 9 મહિનાની વચ્ચેની પાકતી મુદતવાળી થાપણો પર હવે 6.50%ના દરે વ્યાજ મળશે. એચડીએફસી બેંકના જણાવ્યા મુજબ બેંક હાલમાં 9 મહિનામાં પાકતી FD પર 6.65% વ્યાજ દર ઓફર કરી રહી છે. HDFC બેંક હવે 15 મહિનાથી 2 વર્ષમાં પાકતી થાપણો માટે 7.15% વ્યાજ દર ઓફર કરી રહી છે.
HDFC બેંક 18 મે થી 31 માર્ચ 2023 સુધી, સિનિયર સિટીઝન કેર FDમાં 5 વર્ષ અથવા 1 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે 5 કરોડથી ઓછી રકમની FD બુક કરાવવા માંગતા વરિષ્ઠ નાગરિકોને 50 bpsના પ્રીમિયમ પર 0.25% વધારાનું પ્રીમિયમ મળશે.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર