Home /News /business /Money Investment: PPF કે મ્યુચ્યઅલ ફંડ? કયું રોકાણ કરોડપતિ બનાવી દેશે, જાણો સંપૂર્ણ ગણતરી સાથે

Money Investment: PPF કે મ્યુચ્યઅલ ફંડ? કયું રોકાણ કરોડપતિ બનાવી દેશે, જાણો સંપૂર્ણ ગણતરી સાથે

એફિલિએટ માર્કેટિંગ દ્વારા કમાણી: તમે એફિલિએટ માર્કેટિંગમાં થોડાક પૈસાનું રોકાણ કરીને પણ સારી રકમ કમાઇ શકો છો. આ એક ખૂબ જ મોટો ઓનલાઇન બિઝનેસ છે, જે તમે વિવિધ રીતે કરી શકો છો. તમે તેમાં ગૂગલ એડ, ફેસબુક એડ વગેરે દ્વારા કંપનીના પ્રોડક્ટને પ્રમોટ કરી શકો છો. આમાંથી તમને કમિશન તરીકે પૈસા આપવામાં આવે છે. તમે આ બિઝનેસને પૈસા વગર શરૂ કરી શકો છો, પરંતુ જો થોડા પૈસા રોકશો તો વધુ કમાણી થઇ શકે છે.

Money Investment: આજકાલ એવી ઘણી સ્કીમ છે, જે તમને થોડા વર્ષોમાં કરોડપતિ બનાવી શકે છે. અહીં જાણો તમારું આ સપનું PPF અથવા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કેટલા વર્ષોમાં પૂરું થશે.

SIP PPF: કહેવાય છે કે નાણું નાણાંને બનાવે છે. આનો અર્થ એ છે કે જો તમને ભવિષ્યમાં વધુ રૂપિયા જોઈએ છે, તો તમારે પહેલા તમારા ક્યાંક રોકાણ કરવુ પડશે. માત્ર રોકાણ દ્વારા તમે વધુ સારો નફો મેળવી શકો છો અને તમારી મૂડી વધારી શકો છો. આ માટે, તમે કોઈપણ સરકારી યોજનામાં પૈસા રોકી શકો છો, જમીન અથવા મિલકત ખરીદી શકો છો અથવા તમે બજારમાં પણ રોકાણ કરી શકો છો. નાણાકીય સલાહકારના જણાવ્યા અનુસાર, આજના સમયમાં મ્યુચ્યુઅલ ફંડ અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ જેવી ઘણી યોજનાઓ છે, જેમાં ચક્રવૃદ્ધિનો લાભ મળે છે અને ઝડપથી સંપત્તિનું સર્જન થાય છે.

તમે SIP તેમજ PPF સ્કીમ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 500થી ઓછા રોકાણની શરૂઆત કરી શકો છો. જો તમારી પાસે મોટી રકમનું રોકાણ કરવાની ક્ષમતા છે, તો આ યોજનાઓ દ્વારા તમે થોડા વર્ષોમાં કરોડપતિ પણ બની શકો છો. જાણો PPF અથવા મ્યુચ્યુઅલ ફંડ બંનેમાંથી કઈ સ્કીમ તમને જલ્દી કરોડપતિ બનાવી શકે છે.

આ પણ વાંચો:ધનવાન ભિખારીની કહાની, CM રિલીફ ફંડમાં આપ્યું છે 50 લાખ સુધીનું દાન

SIPમાં રોકાણથી કેટલા સમયમાં કરોડપતિ બની શકાય


જો તમારી પાસે માસિક રૂ.10,000 સુધીનું રોકાણ કરવાની ક્ષમતા છે, તો તમે થોડા વર્ષોમાં કરોડપતિ બનવાનું તમારું સપનું સરળતાથી પૂર્ણ કરી શકો છો. આ માટે, જો તમે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં નાણાંનું રોકાણ કરો છો, તો તમારે વાર્ષિક 1,20,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. નિષ્ણાતો માને છે કે મ્યુચ્યુઅલ ફંડમાં સરેરાશ 12 ટકા નફો મળે છે અને કેટલીકવાર તેનાથી પણ સારું વળતર મળી શકે છે.

પરંતુ જો તમે 12 ટકાએ ગણતરી કરો તો પણ જો તમે 20 વર્ષ સુધી સતત દર મહિને 10,000 રૂપિયા જમા કરો છો, તો તમે કુલ 24,00,000 રૂપિયાનું રોકાણ કરશો અને તમને 75,91,479 રૂપિયા વ્યાજ તરીકે મળશે. આ રીતે 20 વર્ષ પછી તમને કુલ 99,91,479 રૂપિયા એટલે કે અંદાજે 1 કરોડ રૂપિયા મળશે. જો તમે વધુ 1 વર્ષ રોકાણ ચાલુ રાખો છો, તો તમે કુલ 25,20,000 રૂપિયાનું રોકાણ કરશો, તમને વ્યાજ તરીકે 88,66,742 રૂપિયા મળશે અને 21 વર્ષ પછી તમે કુલ 1,13,86,742 રૂપિયાના માલિક બનશો.

આ પણ વાંચો:Global Recession: IMF ચીફનું મોટું નિવેદન, દુનિયામાં આર્થિક મંદી કદાચ ન પણ આવે

PPF દ્વારા કેટલા વર્ષોમાં કરોડપતિ બની શકાય


બીજી બાજુ, જો આપણે PPF વિશે વાત કરીએ, તો તમને આ સરકારી યોજના પર ગેરંટી વળતર મળે છે. જે લોકો જોખમ લેવા માંગતા નથી, તેઓ આ યોજનામાં રોકાણ કરી શકે છે. જો કે PPF 15 વર્ષની સ્કીમ છે, પરંતુ કરોડપતિ બનવા માટે તમારે 5-5 વર્ષના બ્લોકમાં તેને ઓછામાં ઓછો ત્રણ ગણો વધારવો પડશે. હાલમાં આ સ્કીમ પર 7.1 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. જો તમે દર મહિને આ સ્કીમમાં 10,000 રૂપિયાનું રોકાણ કરો છો, તો તમે વાર્ષિક 1,20,000 રૂપિયાનું રોકાણ કરશો.



કરોડપતિ બનવા માટે તમારે આ રોકાણ 28 વર્ષ સુધી ચાલુ રાખવું પડશે. 28 વર્ષમાં તમારું 33,60,000 રૂપિયાનું રોકાણ હશે, જેના પર તમને 71,84,142 રૂપિયા વ્યાજ તરીકે મળશે અને તમે કુલ 1,05,44,142 રૂપિયાના માલિક બનશો. બીજી તરફ, જો તમે તેને આખા 30 વર્ષ સુધી ચાલુ રાખો છો, તો તમે 1,23,60,728 રૂપિયાના માલિક બની જશો.
First published:

Tags: Business news, Money Investment, PPF, SIP investment