Home /News /business /Tax Saving: જોજો મોડું ન થઇ જાય, પ્લાનિંગ સાથે અહીં રોકાણ કરો અને ટેક્સ બચત પણ કરો
Tax Saving: જોજો મોડું ન થઇ જાય, પ્લાનિંગ સાથે અહીં રોકાણ કરો અને ટેક્સ બચત પણ કરો
ચોક્કસ ક્ષેત્રે નાણાં રોકાણ કરીને કર મુક્તિ મેળવી શકાય છે.
Tax Saving: આ નાણાંકીય વર્ષને પૂર્ણ થવામાં 3 મહિનાથી પણ ઓછો સમય છે. જે અંતર્ગત તમે વિવિધ ક્ષેત્રે રોકાણ કરીને તમે ટેક્સ માંથી મુક્તિ મેળવી શકો છો. તો ચાલો જાણીએ કે ક્યાં રોકાણ કરી શકાય.
Tax Saving Scheme: જો તમે હજુ સુધી તમારી આવક અનુસાર ટેક્સ સેવિંગ માટે રોકાણ કર્યું નથી તો હવે મોડું કરશો નહીં. તમને એ ખ્યાલ હોવો જોઈએ કે વર્તમાન નાણાકીય વર્ષ માટે તમે આ વર્ષે 31 માર્ચ સુધી રોકાણ કરી શકો છો. એટલે કે, હવે તમારી પાસે 3 મહિનાથી ઓછો સમય બાકી છે. નિષ્ણાતો કહે છે કે ટેક્સ સેવિંગ ટાળવું એ યોગ્ય આદત નથી. તમે નાણાકીય લક્ષ્યો નક્કી કર્યા વિના છેલ્લી ક્ષણે રોકાણ કરો છો. આના કારણે ન તો તમને સારું વળતર મળી શકે છે અને ન તો તમે યોગ્ય રીતે ટેક્સ સેવિંગ મેળવી શકો છો.
ટેક્સ સેવિંગ માટેના ઓપ્શન
- પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF): રોકાણકારોમાં આ ખૂબ જ લોકપ્રિય સ્કીમ છે. આમાં તમે વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરીને સેક્શન 80C હેઠળ ટેક્સમાં છૂટ મેળવી શકો છો.
- રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS): આ યોજના હેઠળ, સરકારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ બંનેને કર મુક્તિનો વિકલ્પ મળે છે. 18 થી 60 વર્ષની વયજૂથની કોઈપણ વ્યક્તિ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરીને ટેક્સમાં છૂટ મેળવી શકે છે.
- હોમ લોન: જો તમે હોમ લોન લીધી હોય તો તમને મુદ્દલની ચુકવણી પર 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની છૂટ મળી શકે છે. તેમજ આવકવેરાની કલમ 24B હેઠળ, 2 લાખ રૂપિયાની કપાત લઈ શકાય છે.
- ફિક્સડ ડિપોઝીટ(FD): દરેક બેંક સામાન્ય રીતે આ સ્કીમ હેઠળ નાણાં રોકાણ માટેની તક આપે છે. જેમાં એક ચોક્કસ સમયગાળા માટે રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે અને બદલામાં બેંક વ્યાજ પણ આપે છે. જેમાં તમે રૂ.1.50 લાખ સુધીનો કરવેરો બાદ લઇ શકો છો.
- વરિષ્ઠ નાગરિક બચત યોજના: આ યોજના હેઠળ કોઈ પણ વરિષ્ઠ નાગરિક મહત્તમ રૂ.1.5 લાખ સુધીની કરવેરા બચત કરી શકે છે. જે સેક્સન 80C હેઠળ મળવા પાત્ર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર