ભોજનની સાથે સાથે જો અથાણું હોય તો ભોજનના સ્વાદમાં વધારો થઈ જાય છે. અથાણા વગર જમવાનું પણ અધૂરું લાગે છે. ત્યારે અથાણા બનાવવાનો બિઝનેસ બારેમાસ થઈ શકે છે. જો તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનો પ્લાન કરી રહ્યા છો, તો તમે અથાણાનો બિઝનેસ (Pickle Business) કરીને સારી કમાણી કરી શકો છો. અથાણા બનાવવાના બિઝનેસ (Business Idea)ની શરૂઆત ઘરેથી થઈ શકે છે. ધીરે ધીરે તમારો બિઝનેસ આગળ વધે તો તમે તમારો બિઝનેસ વધુ વિસ્તારિત કરી શકો છો. આ બિઝનેસની શરૂઆત કેવી રીતે કરી શકાય છે, અહીં તેની જાણકારી આપવામાં આવી છે.
રૂ. 10 હજારમાં શરુ કરો બિઝનેસ
તમે ઘરેથી અથાણા બનાવવાના બિઝનેસની શરૂઆત કરી શકો છો. આ બિઝનેસની શરૂઆત રૂ. 10 હજારથી કરી શકાય છે. આ બિઝનેસથી તમે રૂ. 25થી 30 હજારની કમાણી કરી શકો છો. આ કમાણી તમારી પ્રોડક્ટની ડિમાન્ડ, પેકિંગ અને એરિયા પર નિર્ભર કરે છે. તમે અથાણાને ઓનલાઈન હોલસેલ અને રિટેલ માર્કેટમાં વેચી શકો છો.
અથાણા મેકિંગ બિઝનેસ માટે 900 વર્ગફૂટનો એરિયા હોવો જરૂરી છે. અથાણા બનાવવા, સૂકવવા અને પેકિંગ માટે ખુલ્લી જગ્યાની જરૂરિયાત રહે છે. અથાણું લાંબા સમય સુધી બગડે નહીં તે માટે અથાણુ બનાવતા સમયે સાફસફાઈ રાખવી ખૂબ જ જરૂરી છે.
અથાણાના બિઝનેસમાં કેટલી કમાણી થઈ શકે છે
અથાણું બનાવવાના બિઝનેસમાં રૂ. 10 હજારનો ખર્ચ કરીને તેનાથી બમણી કમાણી કરી શકાય છે. બિઝનેસની શરૂઆતમાં ખર્ચ કરેલ રકમ વસૂલ થઈ જાય છે, ત્યારબાદ આ બિઝનેસમાં ખૂબ જ નફો કમાઈ શકાય છે. આ નાનકડા બિઝનેસમાં મહેનત કરીને અને નવા નવા પ્રયોગ કરીને આ બિઝનેસને વિસ્તારિત કરી શકાય છે. આ બિઝનેસમાં તમે દર મહિને નફો કમાઈ શકો છો અને નફામાં વૃદ્ધિ પણ થઈ શકે છે.
અથાણા બનાવવાના બિઝનેસ માટે લાયસન્સની જરૂરિયાત હોય છે. બિઝનેસ શરૂ કરવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી (FSSAI) પાસે લાયસન્સ મેળવવાનું રહે છે. આ લાયસન્સ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરી શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર