Home /News /business /MONEY: જાણી લો આ બિઝનેસની ડિટેલ, એક દિવસમાં કરાવશે 4થી 5 હજાર રૂપિયાની કમાણી

MONEY: જાણી લો આ બિઝનેસની ડિટેલ, એક દિવસમાં કરાવશે 4થી 5 હજાર રૂપિયાની કમાણી

કોર્ન ફ્લેક્સનો કરો વેપાર

એક કિલો કોર્ન ફ્લેક્સ બનાવવાનો ખર્ચ લગભગ 30 રૂપિયા આવે છે અને બજારમાં તમે તેને સરળતાથી 70 રૂપિયા પ્રતિ કિલોના હિસાબે વેચી શકો છો.

    જો તમે પણ કોઇ બિઝનેસ શરૂ (Business Opportunity) કરવાનો વિચાર કરી રહ્યા છો, તો આજે અમે તમને એવા બંપર નફાવાળા બિઝનેસ વિશે જણાવીશું, જેના દ્વારા તમે દરરોજ 4000 રૂપિયા સુધીની કમાણી(Earn Money) કરી શકો છો, એટલે કે તમે મહીનામાં 120000 રૂપિયા સુધીનો નફો કમાઇ શકો છો. તો આવો તમને જણાવીએ કે આ બિઝનેસ તમે કઇ રીતે શરૂ કરી શકો છો (How to Start own business). આ બિઝનેસ કોર્ન ફ્લેક્સનો બિઝનેસ (Corn Flakes Business) છે, જેના દ્વારા તમે મહીનામાં જ લખપતિ બની શકો છો.

    આ પણ વાંચો- Mutual Fund: 29 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી અહીં લગાવો માત્ર 5000 રૂપિયા, થશે તગડો ફાયદો, જાણો કેવી રીતે

    આપને જણાવી દઇએ કે મકાઇ વિશે આપણે બધા જાણીએ છીએ. તેનો ઉપયોગ સવારે નાસ્તમાં કરવામાં આવે છે. તે હેલ્થ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તો આવો જાણીએ કઇ રીતે કરી શકો છો તેનો બિઝનેસ.

    કેટલી હોવી જોઇએ જમીન?

    આ બિઝનેસ કરવા માટે તમારી પાસે સારી જમીન હોવી જોઇએ. કારણ કે તેના માટે પ્લાન્ટ લગાવવો પડે છે અને સ્ટોકને સ્ટોર કરવા માટે પણ ગોડાઉનની જરૂર પડે છે. આ સિવાય જો તમારી પાસે મકાઇ ઉગાડવા માટે જમીન છે, તો કાચા માલનો ખર્ચો પણ ઘટી જશે. પ્લાન્ટ અને ગોડાઉન માટે તમારી પાસે કુલ 2000થી 3000 સ્ક્વેર ફૂટની જગ્યા હોવી જોઇએ.

    આ પણ વાંચો- ગલગોટાના ફૂલની ખેતી કરો અને વર્ષે રૂ. 15 લાખની કમાણી કરો, જાણો તેની સંપૂર્ણ વિગત

    જરૂરી સાધન અને સામગ્રી
    જો આ બિઝનેસ માટે જરૂરી સાધનોની વાત કરીએ તો તમારે મશીન, વીજળીની સુવિધા, જીએસટી નંબર, કાચો માલ, જગ્યા અને સ્ટોક રાખવા માટે ગોડાઉનની જરૂર પડશે.

    મકાઇના ઉત્પાદનવાળી જગ્યા પર કરો બિઝનેસ

    આપને જણાવી દઇએ કે, વપરાશમાં લેવામાં આવતા આ મશીનોનો ઉપયોગ માત્ર કોર્ન ફ્લેક્સ બનાવવા માટે જ નહીં, પરંતુ ઘઉં અને ચોખાના ફ્લેક્સ બનાવવા માટે પણ કરી શકાય છે. આપને જણાવી દઇએ કે આ બિઝનેસનું સેટઅપ એવા વિસ્તારમાં કરો જ્યાં મકાઇનું ઉત્પાદન વધુ થતું હોય. જો આપણે કોઇ દૂરની જગ્યાએથી મકાઈ લાવીને તેના કોર્ન ફ્લેક્સ બનાવીશું તો તે ખૂબ મોંઘા પડશે. તેથી એવી જગ્યા પસંદ કરવી જ્યાં સારી ગુણવત્તાની મકાઇ જાતે ઉપજાવી શકીએ.

    કેટલો થશે ફાયદો?

    એક કિલો કોર્ન ફ્લેક્સ બનાવવાનો ખર્ચ લગભગ 30 રૂપિયા આવે છે અને બજારમાં તમે તેને સરળતાથી 70 રૂપિયા પ્રતિ કિલોના હિસાબે વેચી શકો છો. જો તમે 100 કિલો કોર્ન ફ્લેક્સ એક દિવસમાં વેચો છો તો નફો લગભગ 4000 રૂપિયા થશે. તેથી જો મહીનાના આંકડાઓ વિચારીએ તો તમારી કમાણી રૂ. 1,20,000 સુધીની થશે.

    કેટલું રોકાણ કરવું પડશે?

    આ બિઝનેસમાં રોકાણ તમારા પ્લાન પર આધારિત છે. જો તમે મોટા લેવલ પર શરૂઆત કરો છો તો તમારે વધુ પૈસા ખર્ચ કરવા પડશે અને જો નાના લેવલ પર શરૂઆત કરો છો તો ઓછા રોકાણમાં પણ કામ ચાલી જશે. આ બિઝનેસને તમે 5થી 8 લાખ રૂપિયા સુધી રોકાણ કરીને શરૂઆત કરી શકો છો.
    First published:

    Tags: Business, Corn Flakes Business, Earn money, How to Start Business