વર્ષે બજારમાં ઉતાર-ચઢાવની વચ્ચે સામાન્ય લોકોને જ નહિ પણ ઘણી મોટી હસ્તીઓને પણ શાનદાર વળતર મળ્યુ છે. આ કડીમાં બજારના જાણીતા રોકાણકાર શંકર શર્માએ પણ એક આઈપીઓમાં રોકાણથી બમણાં રૂપિયા કમાયા છે. શંકર શર્માએ એક ડ્રોન સ્ટાર્ટ-અપમાં રોકાણ કરીને ડબલ વળતર મેળવ્યુ છે.
નવી દિલ્હીઃ આ વર્ષે બજારમાં ઉતાર-ચઢાવની વચ્ચે સામાન્ય લોકોને જ નહિ પણ ઘણી મોટી હસ્તીઓને પણ શાનદાર વળતર મળ્યુ છે. આ કડીમાં બજારના જાણીતા રોકાણકાર શંકર શર્માએ પણ એક આઈપીઓમાં રોકાણથી બમણાં રૂપિયા કમાયા છે. શંકર શર્માએ એક ડ્રોન સ્ટાર્ટ-અપમાં રોકાણ કરીને ડબલ વળતર મેળવ્યુ છે. ગત શુક્રવારે જ આ કંપનીની લિસ્ટિંગ બીએસઈ એસએસઈ પર થઈ છે. શંકર શર્માએ આ કંપનીમાં 2.45 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. જેના પર તેમને 100 ટકા વળતર મળ્યુ છે. શંકર શર્મા ઉપરાંત અમીર ખાન અને રણવીર કપૂરને પણ ડ્રોનઆચાર્ય નામની આ કંપનીમાં રોકાણ કરીને ડબલ વળતર મેળવ્યુ છે.
CNBC TV18 HINDIના અહેવાલ મુજબ, શંકર શર્માએ આ વર્ષે આ સ્ટાર્ટઅપમાં 53.59 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર 4.57 લાખ શેર ખરીદ્યા હતા. આ સ્ટાર્ટ અપમાં તેમણે કુલ 2.45 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતું. જે હવે બમ્પર લિસ્ટિંગ પછી 4.89 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે. બીએસઈ પર આ શેર 107.19 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર ટ્રેડ થઈ રહ્યા છે. જે 54 રૂપિયા પ્રતિ શેરની ઈશ્યૂ કિંમત કરતા 98.33 ટકા વધારે છે.
પૂણેના આ સ્ટાર્ટઅપને રોકાણકારો તરફથી જબરદસ્ત વળતર મળ્યુ છે. આ કંપનીને 262 ટકા સબસ્ક્રિપ્શન મળ્યુ છે. રિટેલ રોકાણકારો માટે આરક્ષિત હિસ્સો લગભગ 330 ગણો સબસ્ક્રાઈબ કરવામાં આવ્યો છે. આઈપીઓ પહેલા ડ્રોનઆચાર્યમાં બોલીવૂડ અભિનેતા અમીર ખાને 25 લાખ રૂપિયામાં 46,600 શેર ખરીદ્યા હતા. જ્યારે, રણવીર કપૂરે 20 લાખ રૂપિયામાં 37,200 શેર ખરીદ્યા હતા. આઈપીઓ પહેલા બધા જ રોકાણકારોને 53.59 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર રોકાણ કર્યુ હતું.
જાણકારી અનુસાર, ડ્રોનઆચાર્ય એઆઈ દેશની પહેલા ખાનગી કંપની છે, જેને DGCA તરફથી રિમોટ પાયલટ ટ્રેનિંગ ઓર્ગનાઈઝેશન લાઈસન્સ મળ્યુ છે. માર્ચ 2022થી હજુ સુધી કંપનીએ 200 ડ્રોન પાયલટોને ટ્રેનિંગ આપી છે. આ એક ‘ડ્રોન એજ એ સર્વિસ’ કંપની છે, જે કૃષિ, માઈનિંહ, સ્માર્ટ સિટી, વોટર રિસોર્સ, પાવર લાઈન્સ, કાનૂન વ્યવસ્થા વગેરે માટે ડ્રોન સર્વે અને તપાસમાં મદદ કરે છે.
સ્વદેશી ડ્રોન બનાવશે DroneAcharya
કારોબારી વર્ષ 2023ના પહેલા ક્વાટરમાં કુલ આવક 3.08 કરોડ રૂપિયા હતી અને કુલ 70 લાખ રૂપિયાનો નફો થયો હતો. કંપનીની આવકનો લગભગ 60 ટકા ભાગ ટ્રેનિંગ, 30 ટકા ભાગ સર્વિસ અને 10 ટકા ભાગ ડ્રોન વેચાણમાંથી આવે છે. આ કંપની હવે પૂરી રીતે 100 ટકા સ્વદેશી ડ્રોન બનાવવા પર ફોકસ કરી રીહ છે, જેને જુદી-જુદી જરૂરિયાતોના હિસાબથી કસ્ટમાઈઝ પણ કરી શકાશે. જમીનથી લઈને પાણીના અંદર સર્વે કરવા માટે આ કંપનીના ડ્રોનનો ઉપયોગ કરી શકાશે. આઈપીઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલી રકમનો કંપની ડ્રોન ખરીદવા, સેન્સર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર