નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ (RBI)મુદ્રાસ્ફીતિ સંબંધી ચિંતાઓને ધ્યાન રાખી પોતાની આગામી અને બજેટ 2022-23 પછી પ્રથમ દ્વિમાસિક મૌદ્રિક નીતિ સમીક્ષામાં (Monetary Policy Review)પ્રમુખ નીતિગત રેટના (Policy Rate) મોરચા પર યથાસ્થિતિ કરી શકે છે. જોકે એક્સપર્ટ્સનું એ માનવું છે કે આરબીઆઈની મૌદ્રિક નીતિ સમિતિ એટલે એમપીસી (Monetary Policy Committee)નીતિગત વલણને ઉદારથી તટસ્થમાં (Accommodative)ફેરવી શકે છે અને લિક્વિડિટી નોર્મલાઇઝેશન પ્રોસેસના ભાગના રુપમાં રિવર્સ રેપો રેટમાં (Reverse Repo Rate)ફેરફાર કરી શકે છે.
9 ફેબ્રુઆરીએ મૌદ્રિક નીતિની જાહેરાત થશે
આગામી મૌદ્રિક નીતિની જાહેરાત 9 ફેબ્રુઆરીએ થશે. આ પહેલા સોમવારથી એમપીસીમાં 3 દિવસો સુધી વિચાર-વિમર્શ ચાલશે. જણાવી દઈએ કે એમપીસી તરફથી બે મહિનામાં એક મિટિંગ યોજાય છે.
રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાનો ફેરફાર સંભવ
બેંક ઓફ બરોડાના ચીફ ઇકોનોમિસ્ટ મદન સબનવીસે કહ્યું કે બજેટમાં વૃદ્ધિને આપેલા આશ્વાસન અને કાચા તેલની કિંમતોના કારણે મુદ્રાસ્ફીતિ વધવાની આશંકાને જોતા આપણે આશા કરીએ છીએ કે રિઝર્વ બેંક રિવર્સ રેપો રેટમાં 0.25 ટકા (25 BP)ની વૃદ્ધિ કરીને સામાન્યીકરણની પ્રક્રિયા શરુ કરી શકે છે. આ વખતે રેપો રેટમાં કોઇ ફેરફાર થશે નહીં. જોકે આગામી વર્ષે તેમાં 0.50 ટકાની વૃદ્ધિ કરવામાં આવી શકે છે.
કોટક મહિન્દ્રા બેંકમાં કન્ઝુમર બેકિંગના ગ્રુપ પ્રેસિડેન્ટ શાંતિ એકમબરામએ પણ આશા વ્યક્ત કરી કે કેન્દ્રીય બેંક રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાનો ફેરફાર કરી શકે છે. તેમણે કહ્યું કે રેપો દરમાં વૃદ્ધિ કરવાની આશા નથી. જોકે એમપીસી પોતાનું વલણ ઉદારથી બદલીને તટસ્થ કરી શકે છે.
ઇન્કમ ટેક્સ દરોમાં ફેરફાર નહીં (Income Tax Slabs)
બજેટમાં ઇન્કમ ટેક્સ રિટર્ન (Income Tax slab) અંગે જાહેરાત કરતા નાણા મંત્રીએ કહ્યુ કે, હવે દંડ ભરીને કરદાતા પાછલા બે વર્ષનું રિટર્ન ફાઈલ (Income Tax Return) કરી શકશે. એટલે કે આઈટી રિટર્ન (Update ITR) અપડેટ કરવા માટે કરદાતાને મોકો આપવામાં આવશે. આ ઉપરાંત ઇન્મક ટેક્સના નિયમોમો સુધારો કરવાની જાહેરાત પણ નાણા મંત્રી તરફથી કરવામાં આવી છે. દિવ્યાંગો માટે પણ ટેક્સમાં રાહતનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ નાણા મંત્રીએ ઇન્મક ટેક્સ સ્લેબ (No changes in Income tax slabs)માં કોઈ ફેરફાર કર્યો નથી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર