ટેલિકોમ સેક્ટરને સરકારનો બૂસ્ટર ડોઝ: PLI સ્કીમને મળી મંજૂરી, જાણો શું થશે ફાયદા

ટેલિકોમ સેક્ટરને સરકારનો બૂસ્ટર ડોઝ: PLI સ્કીમને મળી મંજૂરી, જાણો શું થશે ફાયદા
પ્રતિકાત્મક તસવીર

મોદી સરકારે આજે યોજાયેલ કેબિનેટ બેઠક માં ટેલિકોમ સેક્ટરને રાહત આપી છે. સરકારે ગત વર્ષે જાહેર કરેલ PLI સ્કીમનો ફાયદો ટેલિકોમ સેક્ટરને આપવાની મંજૂરી આપી છે.

 • Share this:
  નવી દિલ્હીઃ મોદી સરકારે (modi government) આજે યોજાયેલ કેબિનેટ બેઠક (Cabinet Meeting)માં ટેલિકોમ સેક્ટરને રાહત આપી છે. સરકારે ગત વર્ષે જાહેર કરેલ PLI સ્કીમનો ફાયદો ટેલિકોમ સેક્ટરને આપવાની મંજૂરી આપી છે. કેબિનેટ બેઠકમાં ટેલિકોમ સેક્ટરને પ્રોડ્કશન લિંક્ડ ઈન્સેન્ટિવ(PLI) સ્કીમનો ફાયદો આપવાની પરવાનગી આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળે 11મી નવેમ્બરના રોજ યોજાયેલી બેઠકમાં 10 સેક્ટરમાં પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) લાગુ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આજની બેઠકમં ટેલિકોમ અને નેટવર્કિંગ ડિવાઈસ માટે પીએલઆઈ યોજનાને મંજૂરી આપી છે. ટેલિકોમ કંપનીઓ માટે સરકારે 12,000 કરોડની આ પ્રોડકશન લિંક્ડ સ્કીમ જાહેર કરી છે.

  કેબિનેટ બેઠક અંગે જાણકારી આપતા ઈલેકટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી(Information Technology ) મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે ઘરેલું ઉત્પાદનક્ષમતા વધારવા, મેક ઈન્ડિયા અંતર્ગત રોજગાર સર્જન માટે આ સ્કીમનો ફાયદો ટેલિકોમ ડિપાર્ટમેન્ટને પણ આપવામાં આવશે. રૂ. 12,195 કરોડની આ સ્કીમનો લાભ કંપનીઓને આગામી 5 વર્ષ સુધી મળશે. પ્રસાદે કહ્યું કે પીએલઆઈ સ્કીમ 1લી એપ્રિલ, 2021થી લાગુ થશે.  વિગતવાર માહિતી આગામી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. સરકાર હવે ઘરેલું લેવલે જ લેપટોપ, કોમ્પયુટર અને ટેબલેટ બનવામાં આ સ્કીમ થકી મદદ કરશે. આ સિવાય 5જી બેઝ સ્ટેશન, એન્ટીના અને રાઉટર્સના ઘરેલું ઉત્પાદનમાં મદદ થશે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ live stunt video, રીક્ષા ચાલકે રીક્ષાથી કર્યા 'ધૂમ સ્ટાઈલ સ્ટંટ', વીડિયો વાયરલ

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ દારૂના નશામાં Valentine day પર મુંબઈની યુવતી સાથે કોન્ટ્રાક્ટરે આચર્યું દુષ્કર્મ, સાથે આવેલી યુવતીએ કરી મદદ

  સરકારની પાંચ વર્ષની આ 12,195 કરોડની PLI સ્કીમથી ટેલિકોમ સેક્ટરના પ્રોડ્કશનમાં 2.4 લાખ કરોડનો વધારો થવાની સંભાવના પ્રસાદે વ્યકત કરી છે. નાણાંકીય વર્ષ 2019-20ને બેઝ વર્ષ તરીકે ગણવામાં આવશે.

  આ પણ વાંચોઃ-મારી પત્ની.... હવે સહન નથી થતું છે' FB પર પોસ્ટ મૂકી, સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરી ચૂકેલા એક્ટર સંદીપ નાહેરની આત્મહત્યા

  આ પણ વાંચોઃ-લો બોલો! રાજકોટઃ 5 વર્ષ પૂર્વે સગીરાને ભગાડી જનાર પરપ્રાંતીય યુવક ઝડપાયો, બની ચૂક્યો છે ત્રણ સંતાનોનો પિતા

  જોકે મહત્વની વાત એ છે કે કોરોના મહામારી સમય દરમિયાન સરકારે આ જ પ્રકારની એક પીએલઆઈ સ્કીમ અમલમાં મુકી હતી,જેનો ઉદ્દેશ્ય મોબાઈલ અને અન્ય કોમ્પોનેન્ટના ઉત્પાદનને વેગ આપવાનો હતો.  માર્ચથી લાગશે બોલી :
  આ સિવાય સરકારે 1લી માર્ચ, 2021થી 5જી સ્પેકટ્રમ માટે હરાજી શરૂ કરવાની તૈયારી આદરી છે. છઠ્ઠા તબક્કામાં 3.92 લાખ કરોડના સ્પેકટ્રમ માટે બોલી મંગાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાર વર્ષના લાંબાગાળા બાદ આ ઓક્શન થવા જઈ રહ્યું છે.
  Published by:ankit patel
  First published:February 17, 2021, 17:38 IST