નવી દિલ્હી : દેશભરમાં આશરે 38 કરોડ મજૂરો છે જે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. તેમાંના મોટા ભાગના દૈનિક વેતન મજૂરો છે. કોરોના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારે આ લોકોની ખરાબ હાલત જોવા મળી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આવા મજૂરો માટે ડેટા બેઝ તૈયાર કરવા કહ્યું હતું. આ જ ક્રમમાં, ગુરુવારે કેન્દ્રીય શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કર્યું.
કામદાર આ રીતે કરાવી શકશે નોંધણી
કોઈપણ મજૂર https://register.eshram.gov.in/ પર જઈને પોતાની નોંધણી કરાવી શકે છે. આમાં, તેમણે પોતાનો આધાર નંબર, મોબાઇલ નંબર અને બેંક ખાતા નંબર આપવો પડશે. આ પોર્ટલ પર, કામદારે તેની અન્ય વિગતો આપવી પડશે જેમ કે ઘરનું સરનામું અને કામ કરવાની ક્ષમતા, શિક્ષણનું સ્તર, આવક વગેરે.
કામદારોને શ્રમ કાર્ડ અને નંબર મળશે
નોંધણી પછી, મજૂરોને શ્રમ કાર્ડ અને નંબર આપવામાં આવશે. આ કાર્ડ અને નંબર દેશભરમાં માન્ય ગણવામાં આવશે. મજૂરો દેશના કોઈપણ ભાગમાં કામ કરી રહ્યા હોય, તેમને આ કાર્ડ દ્વારા મદદ આપવામાં આવશે. કામદારો પણ આ પોર્ટલ પર પોતાની ફરિયાદ નોંધાવી શકશે. પોર્ટલ માટે એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે જેના દ્વારા કામદારો મદદ માંગી શકે છે.
અસંગઠિત ક્ષેત્રના મજદૂરોનો ડેટા બેઝ તૈયાર થશે
આ વેબસાઇટનો હેતુ અસંગઠિત ક્ષેત્રના કામદારોનો ડેટા બેઝ બનાવવાનો છે. રજીસ્ટ્રેશન પછી સરકાર દેશમાં આવા કેટલા મજૂરો છે, તેમનું સ્તર શું છે અને તેમને કેવા પ્રકારની મદદની જરૂર છે તે અંગે માહિતી મળશે. તેના આધારે કેન્દ્ર અને રાજ્ય સરકારો મજૂરો માટે યોજનાઓ બનાવશે અને પછી કામદારોને તે યોજનાઓ સાથે જોડવામાં આવશે.
આ નોંધણીને સફળ બનાવવા માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો અને વેપારી સંગઠનોને આગળ આવવાની અપીલ કરી છે. જેટલા વધુ કામદારો નોંધણી કરશે, યોજનાઓ પણ તે જ આધારે બનાવવામાં આવશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર