10 લાખ રૂપિયા સુધીની મુદ્રા લોન લેનારા કરી રહ્યા છે આ 3 ભૂલ, આવી રીતે બચો

પ્રતીકાત્મક તસવીર

જો તમે પણ પોતાના આઈડિયાને બિઝનેસમાં ફેરવવા માંગો છો, તો મુદ્રા યોજનાનો ફાયદો ઉઠાવી શકો છો, આવો જાણીએ તેના વિશે બધું જ...

 • Share this:
  હાલમાં તમામ લોકો બિઝનેસમાં હાથ અજમાવી રહ્યા છે, જો તમે પણ પોતાના આઈડિયાને બિઝનેસમાં બદલવા માંગો છો, પરંતુ પૈસા નથી તો મુદ્રા યોજનાનો ફાયદો ઉઠાવી શકે છે. પરંતુ આ સ્કીમ માટે એપ્લાય કરતી વખતે લોકો અનેક પ્રકારની ભૂલ કરી બેસે છે, જેના કારણે તેમનું બિઝનેસમેન બનવાનું સપનું તૂટી જાય છે. આજે અમે આપને તે ભૂલો વિશે જણાવી રહ્યા છીએ...

  (1) ક્રેડિટ હિસ્ટ્રીનું ધ્યાન રાખો- જો તમે મુદ્રા લોન લેવાન જઈ રહ્યા છો તો સૌથી પહેલા એ જાણી લો કે બેન્ક અન્ય અનસિક્યોર્ડ લોનની જેમ મુદ્રા લોન આપતી વખતે ક્રેડિટ હિસ્ટ્રીનો ખાસ ધ્યાન રાખે છે. તેથી તમે સૌથી પહેલા એ સુનિશ્ચિત કરી લો કે આપે પોતાના ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ સમય પર કર્યું છે કે નહીં. કે તમે પહેલાથી કોઈ લોનની ઈએમઆઈ સમયથી ભરી રહ્યા છો કે નહીં. આ કારણથી આપનો સિબિલ સ્કોર ઓછો થઈ શકે છે, તેથી મુદ્રા લોન એપ્લાય કરતાં પહેલા પોતાનો સિબિલ સ્કોર સુધારવાનો પ્રયાસ કરો.

  (2) પૂરા હોવા જોઈએ ડોક્યુમેન્ટ્સ- જો તમે નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તમે એ સુનિશ્ચિત કરી લો કે તમારા એજ્યુકેશનલ, ટેક્નિકલ કે પ્રોફેશનલ એજ્યુકેશન સંબંધિત તમામ દસ્તાવેજ છે કે નહીંફ આ દસ્તાવેજોની જરૂર લોન એપ્લીકેશનની સાથે જોડો. પરંતુ જો તમે પોતાના બિઝનેસને વધારવા માંગો છો તો દસ્તાવેજોનું વિશેષ ધ્યાન રાખોફ પોતાનું બેલેન્સ સીટ, ટેક્સ સર્ટિફિકેટ, બિઝનેસના સર્ટિફિકેટ પૂરી રીતે ચેક કરીને જોડો.

  (3) સૌથી જરૂરી વાત- જ્યારે તમે લોન માટે એપ્લાય કરો છો તો તમે જે ક્ષેત્રમાં પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તેની બેઝિક જાણકારી આપને હોવી જોઈએ. પરંતુ જો તમે એ સાબિત ન કરી શક્યા કે તે બિઝનેસની બેઝિક જાણકારી તમને છે તો તમારી એપ્લીકેશન કેન્સલ થઈ શકે છે.

  મુદ્રા લોન સાથે જોડાયેલી તમામ કામની વાતો

  (1) મુદ્રા લોનનો ઉદ્દેશ્ય- આ યોજનાના બે ઉદ્દેશ્ય છે. પહેલો, સ્વરોજગાર માટે સરળતાથી લોન આપવી. બીજો, નાના ઉદ્યમો દ્વારા રોજગારીનું સર્જન કરવું. સરળતાથી લોન મળવા પર મોટી સંખ્યામાં રોજગારની તકો ઊભી થશે. મુદ્રા યોજના અગાઉ નાના ઉદ્યમ માટે બેન્કથી લોન લેવામાં ઘણી ઔપચારક્તિાઓ પૂરી કરવી પડતી હતી. તેના માટે ગેરન્ટી પણ આપવી પડતી હતી. આ કારણથી અનેક લોકો ઉદ્યમ શરૂ કરવા માંગતા હતા, પરંતુ બેન્કથી લોન લેતા ખચકાતા હતા.

  (2) મહિલાઓ પર ફોકસ- પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનું પૂરું નામ માઇક્રો યૂનિટ ડેવલપમેન્ટ રીફાઇનેન્સ એજન્સી (Micro Units Development Refinance Agency) છે. આ યોજનાની ખાસ વાત એ છે કે તેના હેઠળ લોન લેવામાં ચારમાંથી ત્રણ મહિલાઓ છે. આ યોજના માટે બનાવવામાં આવેલી વેબસાઇટ મુજબ 23 માર્ચ 2018 સુધી મુદ્રા યોજના હેઠળ 228144 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી ચૂકી છે. સરકારે મુદ્રા યોજના હેઠળ આ વર્ષે 23 માર્ચ સુધી 220596 કરોડ રૂપિયાની લોન આપી છે.

  (3) વગર ગેરન્ટીએ લોન મળે છે- મુદ્રા યોજના હેઠળ કોઈ ગેરન્ટી વગર લોન મળે છે. આ ઉપરાંત લોન માટે કોઈ પ્રોસેસિંગ ચાર્જ પણ નથી લેવામાં આવતો. મુદ્રા યોજનામાં લોન ચૂકવવાની અવધીને 5 વર્ષ સુીધ વધારી શકાય છે. લોન લેનારને એક મુદ્રા કાર્ડ મળે છે, જેની મદદથી કારોબારી ખર્ચ કરી શકાય છે.

  આ પણ વાંચો, આ કંપની સાથે જોડાઈ મહિને કમાઈ શકો છો બે લાખ રુપિયા, રીત છે આસાન

  (4) કોણ લઈ શકે છે મુદ્રા યોજના હેઠળ લોન- કોઈ પણ વ્યક્તિ જે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે, તે આ યોજના હેઠળ લોન લઈ શકે છે. જો તમે પોતાના હાલના વેપારને આગળ વધારવા માંગો છો અને તેના માટે પૈસાની જરૂર છે તો તમે PMMY હેઠળ 10 લાખ રૂપિયા સુધીની લોન લેવા માટે અરજી કરી શકો છો.

  (5) મુદ્રામાં ત્રણ પ્રકારની લોન-શિશુ લોન: શિશુ લોન હેઠળ 50,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. કિશોર લોન હેઠળ 50,000થી 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.

  (6) શું છે વ્યાજ દર- તે હેઠળ કોઈ નિશ્ચિત વ્યાજ દર નથી. વિભિન્ન બેન્ક મુદ્રા લોન માટે અલગ વ્યાજ દર વસૂલી શકે છે. લોન લેનારા કારોબારીની પ્રકૃતિ અને તેના સાથે જોડાયેલા જોખમના આધારે પણ વ્યાજ દર નિર્ભર રહે છે. સામાન્ય રીતે લઘુત્તમ વ્યાજ દર 12 ટકા છે.
  Published by:Mrunal Bhojak
  First published: