Home /News /business /

મોદી સરકાની ભેટ! અડધી કિંમત પર મળી રહ્યો છે આ જમાનાનો ચૂલ્હો

મોદી સરકાની ભેટ! અડધી કિંમત પર મળી રહ્યો છે આ જમાનાનો ચૂલ્હો

સરકાર ઉજ્જવલા યોજનાની હેઠળ સસ્તા હપ્તામાં ઇન્ડકશન ચૂલ્હા વહેંચવાની યોજના બનાવી રહી છે.

સરકાર ઉજ્જવલા યોજનાની હેઠળ સસ્તા હપ્તામાં ઇન્ડકશન ચૂલ્હા વહેંચવાની યોજના બનાવી રહી છે.

    પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થવાના કારણે એલપીજી સિલિન્ડર પણ વધુ મોંઘુ થઇ ગયું છે. આ દરમિયાન મોદી સરકારે ગરીબોને ઓછી કિંમત પર રસોઈ માટે એક નવી તક આપી છે. સરકાર ઉજ્જવલા યોજનાની હેઠળ સસ્તા હપ્તામાં ઇન્ડકશન ચૂલ્હા વહેંચવાની યોજના બનાવી રહી છે. આનાથી પરિવારની થોડી બચત થઇ શેકે ..

    આથી દરેક પરિવારને વાર્ષિક પંદર સો રૂપિયાની બચત થશે. ઇન્ડકશન ચૂલ્હા શહેર અને ગ્રામીણ બંને ક્ષેત્રોમાં રહેનારા પરિવારોને ઉપલબ્ધ કરાવાશે. એકવાર સંપૂર્ણ પૈસા આપીને પણ ઇન્ડકશન ચૂલ્હા ખરીદી શકે છે. હપ્તો પર ચુલા ખરીદનારા પરિવારોને દર મહિને વીજળીની બિલ સાથે હપ્તો ચૂકવશે. એનર્જી એફિસીએન્સી સર્વિસીઝ લિમિટેડ (ઇઇએસએલ)એ ઇન્ડક્શન ચૂલ્હાના પ્રસ્તાવને વીજળી મંત્રાલયને મોકલી દીધો છે.

    સિંગલ ઇન્ડકશન ચૂલ્હાની કિંમત લગભગ 800 રૂપિયા અને ડબલ ઇન્ડક્શન ચૂલ્હાની કિંમત લગભગ 1500 રૂપિયા છે. સામાન્ય પરિવારમાં ઇન્ડક્શનથી રસોઈ બનાવવામાં લગભગ સો યુનિટ પ્રતિ મહિને ખર્ચ થશે. રસોઇ ગેસ સરેરાશ 22-25 દિવસ ચાલે છે. આ સમયે એલપીજી ગેસની કિંમત રાજધાની દિલ્હીમાં 879 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે.

    સરકારે આ વર્ષે ડિસેમ્બર સુધી સૌભાગ્ય યોજના હેઠળ દરેક ઘર સુધી વીજળી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. 2022 સુધી તમાને 24 કલાક વીજળી પૂરી પાડવાની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી છે. તેથી, ઇન્ડકશન ચૂલ્હા માટે વીજળીની ઉપલબ્ધતા કોઈ સમસ્યા નથી.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Business

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन