મોદી સરકારનો નવો પ્લાન, 40 પ્રાઈવેટ એક્સપર્ટને અપાશે ઓફિસર બનવાનો મોકો

નવા પ્લાન હેઠળ હવે આઈએએસ લોબીમાં પ્રાઈવેટ ક્ષેત્રના વિશેષજ્ઞોને પણ તે પ્રમાણે પદ, પગાર, સુવિધાઓ અને અધિકાર રહેશે, જે ઓફિસરોને હોય છે

News18 Gujarati
Updated: June 13, 2019, 4:34 PM IST
મોદી સરકારનો નવો પ્લાન, 40 પ્રાઈવેટ એક્સપર્ટને અપાશે ઓફિસર બનવાનો મોકો
નવા પ્લાન હેઠળ હવે આઈએએસ લોબીમાં પ્રાઈવેટ ક્ષેત્રના વિશેષજ્ઞોને પણ તે પ્રમાણે પદ, પગાર, સુવિધાઓ અને અધિકાર રહેશે, જે ઓફિસરોને હોય છે
News18 Gujarati
Updated: June 13, 2019, 4:34 PM IST
મોદી સરકાર જીત બાદ પોતાની નવી સત્તાને મજબૂત કરવા માટે કેટલાએ મોટા ફેરફાર કરી રહી છે. કેન્દ્ર સરકારે એક નવો પ્લાન બનાવ્યો છે, જેની હેઠળ પ્રાઈવેટ સેક્ટરના 40 વિશેષજ્ઞોને બ્યૂરોક્રેસીમાં સામેલ કરવામાં આવશે. નવા પ્લાન હેઠળ હવે આઈએએસ લોબીમાં પ્રાઈવેટ ક્ષેત્રના વિશેષજ્ઞોને પણ તે પ્રમાણે પદ, પગાર, સુવિધાઓ અને અધિકાર રહેશે, જે ઓફિસરોને હોય છે. અંતર બસ એટલું હશે કે, વિશેષજ્ઞોની નિયુક્તિ કોન્ટ્રાક્ટના આધાર પર ત્રણ વર્ષ માટે હશે, અને જો તેમનું પ્રદર્શન સારૂ રહેશે તો, આ કોન્ટ્રાક્ટને પાંચ વર્ષ માટે વધારવામાં આવી શકે છે. તેમની નિયુક્તિ સલાહકાર તરીકે થશે. હાલમાં કાર્મિક મંત્રાલય આ માટે તૈયારી કરી રહ્યું છે.

ટુંક સમયમાં જાહેરાત બહાર પાડવામાં આવશે
હાલમાં એવા 40 વિશેષજ્ઞોની નિયુક્તિ કરવામાં આવશે. તેમને ફિક્સ્ડ ટર્મ કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવશે. નીતિ આયોગ પણ આવા વિશેષજ્ઞોને ઉપ સચિવથી લઈ સંયુક્ત સચિવના પદ પર રાખશે. હાલમાં સરકારમાં આવા લોકોને સલાહકારના પદ પર નિયુક્ત કરી રહી છે. સંઘ લોક સેવા આયોગ (યૂપીએસસી) આ મુદ્દે ટુક સમયમાં એક જાહેરાત બહાર પાડશે. આ પહેલા એપ્રિલમાં નવ વ્યક્તિને સંયુક્ત સચિવ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. સંયુક્ત સચિવ પર મોટાભાગના આઈએએસ, આઈપીએસ અથવા પછી અન્ય પ્રમુખ સેવાઓના લોકોને નિયુક્ત કરવામાં આવે છે.

ત્રણ વર્ષ માટે થશે નિયુક્તિ
તેમની નિયુક્તિ ત્રણ વર્ષ માટે થશે અને સારૂ પ્રદર્શન થશે તો પાંચ વર્ષ માટે તેમની નિયુક્તિ વધારી શકાશે. તેમનો પગાર કેન્દ્ર સરકારના અંતર્ગત જોઈન્ટ અથવા પછી ડેપ્યુટી સચિવ જેટલો રહેશે. તમામ સુવિધા તેજ અનુરૂપ મળશે. તેમને સર્વિસ રૂલની જેમ કામ કરવાનું રહેશે, અને બીજી સુવિધાઓ પણ તેજ અનુરૂપ મળશે. માલૂમ થાય કે, કોઈ મંત્રાલય અથવા વિભાગમાં સંયુક્ત સચિવનું પદ ખુબ મહત્વનું હોય છે, અને તમામ મોટી નીતિઓને અંતિમ રૂપ આપવા માટે અને તેના અમલમાં તેમનું યોગદાન ખુબ મહત્વનું રહે છે.

આ પહેલા એપ્રિલમાં નવ વ્યક્તિઓને સંયુક્ત સચિવ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. સંયુક્ત સચિવ પર મોટા ભાગે આઈએએસ, આઈપીએસ અથવા પછી અન્ય પ્રમુખ સેવાઓના લોકોને નિયુક્ત કરવામાં આવે છે.
First published: June 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...