વચગાળાનું નહિ, 2019માં 'પૂર્ણ બજેટ' રજુ કરશે મોદી સરકાર

અરૂણ જેટલી અને નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

અહેવાલ અનુસાર, સરકાર જુની ઢબ તોડી, વચગાળાના બજેટને (ઇન્ટરિમ) બદલે 2019માં સંપૂર્ણ બજેટ રજૂ કરશે

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: નરેન્દ્ર મોદી સરકાર પોતાના કાર્યકાળનું અંતિમ બજેટ વર્ષ 2019માં "પૂર્ણ બજેટ" સ્વરૂપે રજૂ કરી શકે છે. એક અહેવાલ અનુસાર, સરકાર જુની ઢબ તોડી, વચગાળાના બજેટને (ઇન્ટરિમ) બદલે 2019માં સંપૂર્ણ બજેટ રજૂ કરશે. આ અગાઉ લોકસભાની ચૂંટણીની સ્થિતી પર સરકાર વચગાળાનું બજેટ રજૂ કરતી હોય છે.

  એક અહેવાલ અનુસાર સરકાર દ્વારા પૂર્ણ બજેટ રજૂ કરવાનો નિર્ણય તે દર્શાવે છે કે તેને વિશ્વાસ છે કે 2019માં લોકસભાની ચૂંટણી ફરી વાર જીતશે. એક અધિકારીએ એક સમાચાર પત્રને જણાવ્યું હતું કે, અમે નિરંતરતા જાળવી રાખીશુ. તેમણે જણાવ્યું કે, સરકાર 2018-19નું ઇકોનોમી કાર્ડ પણ જાહેર કરશે. જે સામાન્ય રીતે આગામી સરકારનું કામ હોય છે.

  આ પણ વાંચો, મોદી સરકાર માટે સારા ન્યૂઝ: 2018-19માં 7.3% રહેશે દેશનો વિકાસ દર

  આ સાથે સરકાર પૂર્વ RBI ગવર્નર બિમલ જલાનના નેતૃત્વમાં એક પેનલની રચના કરી છે. આ પેનલ નાણાંમંત્રાલયમાં આગામી ચીફ ઇકોનોમિક એડવાઇઝરની પસંદગી કરશે. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, વિભાગોને 2018-19 માટે રિવાઇઝ્ડ એસ્ટીમેન્ટ્સ અને 2019-20ના બજેટ એસ્ટીમેન્ટ્સ માટે પહેલા જ પત્ર મોકલી દેવામાં આવ્યા છે સાથે જ ઉદ્યોગો અને અન્ય સ્ટેક હોલ્ડર્સ સાથે ચર્ચા પણ કરવામાં આવી રહી છે જેથી બજેટને લઇને તેમની શું અપેક્ષા છે તે જાણી શકાય.

  2019-20ના વચગાળાની બજેટ માટેની તૈયારીઓ ઓક્ટોબરથી થરૂ થઇ ચૂકી છે. નાણાંમંત્રાલયે અલગ-અલગ વિભાગો સાથે તેના ખર્ચનો અંદાજ માંગ્યો છે. જાણકારોનું માનવું છે કે આ વખતે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે તો આ ગત વર્ષના વચાગાળાના બજેટથી અલગ હશે.
  Published by:Mrunal Bhojak
  First published: