પાંચ ગણું વધશે સીનિયર સિટીઝન અને વિધવાઓનું પેન્શન, ટૂંકમાં થઈ શકે છે જાહેરાત!

News18 Gujarati
Updated: December 31, 2018, 4:01 PM IST
પાંચ ગણું વધશે સીનિયર સિટીઝન અને વિધવાઓનું પેન્શન, ટૂંકમાં થઈ શકે છે જાહેરાત!
પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર અને રાજ્યનો શેર 50-50 ટકા કરવાની સહમતિ સધાઈ શકે છે, વધારેલું પેન્શન 1 એપ્રિલ 2019થી આપવામાં આવશે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: 2019ની લોકસભા ચૂંટણીની તૈયારી સરકાર ધ્યાન રાખીને કરી રહી છે. આ યાદીમાં મોદી સરકારે દેશના વૃદ્ધો, દિવ્યાંગો અને વિધવા મહિલાઓને મોટી ભેટ આપવાની તૈયારી કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ સરકાર સીનિયર સિટીઝન, દિવ્યાંગો અને વિધવા મહિલાઆોના પેન્શનને 5 ગણું કરવાનો પ્લાન કરી રહી છે. 15 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય મંત્રી રામકૃપાલ યાદવની અધ્યક્ષતામાં એક બેઠક યોજાવાની છે જેમાં તેની પર નિર્ણય લેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સરકારી આંકડાઓ મુજબ, હાલ દેશમાં લગભગ 3 કરોડ લોકોને પેન્શન આપવામાં આવે છે. જેમાં 2.40 કરોડ વૃદ્ધ, 60 લાખ મહિલાઓ અને લગભગ 10 લાખ દિવ્યાંગ સામેલ છે. અલગ-અલગ રાજ્યોમાં દર મહિને 200 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધી પેન્શન આપવામાં આવે છે. હવે સરકારની યોજના આ તમામને ઓછામાં ઓછું 1000 રૂપિયા પેન્શન આપવાની યોજના છે.

આ પણ વાંચો, ચૂંટણી વર્ષમાં સૌને પેન્શન આપવાની મોદી સરકારની તૈયારી, લઘુત્તમ વેતન માટે બનશે કાયદો

15 જાન્યુઆરીએ યોજાનારી બેઠક માટે કેન્દ્ર સરકારે રાજ્યોના સભ્યો, સ્વયંસેવી સંસ્થાઓ સહિત તમામ ભાગીદારોને બોલાવ્યા છે. તેમાં તમામ ભાગીદારોને પેન્શન તરીકે અપાતી રકમ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના શેર નક્કી કરવાની ચર્ચા કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર, સરકાર કેન્દ્ર અને રાજ્યના શેર 50-50 ટકા કરવાની સહમતિ સાધી શકે છે. વધારેલું પેન્શન 1 એપ્રિલ 2019થી આપવામાં આવશે.

હાલ મળે છે આટલું પેન્શન
દિલ્હી, હરિયાણા અને આંધ્ર પ્રદેશમાં વૃદ્ધાવસ્થા પેન્શન તરીકે 1000 રૂપિયા આપે છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશમાં 300થી 650 રૂપિયા સુધીની રકમ આપવામાં આવે છે. કેન્દ્રની આ યોજનાથી દેશના લગભગ 3 કરોડ લોકોને ફાયદો થશે.
First published: December 31, 2018, 3:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading