સરકારી કર્મચારીઓને નવા વર્ષે ગિફ્ટ આપી શકે છે મોદી સરકાર, 10 હજાર રૂપિયા સુધી વધી શકે છે પગાર

10 હજાર રૂપિયા સુધી વધી શકે છે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર (પ્રતીકાત્મક તસવીર)

મોદી સરકાર જાન્યુઆરી મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે

 • Share this:
  નવી દિલ્હી : નવા વર્ષને અવસરે કેન્દ્રીય કર્મચારીઓની ખુશી બે ગણી થવાની શક્યતા છે. કારણ કે નવા વર્ષમાં મોદી સરકાર (Modi Government) કેન્દ્રીય કર્મચારીઓ (Central Government Employees)ને મોટી ગિફ્ટ આપી શકે છે. મૂળે, મોદી સરકાર જાન્યુઆરીથી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં વધારો કરી શકે છે. મોંઘવારી ભથ્થા (Dearness Allowance)માં વધારાથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં દર મહિને 10 હજાર રૂપિયા સુધી વધારો થઈ શકે છે. આ નિર્ણયથી 50 લાખ સરકારી કર્મચારીઓને ફાયદો થશે. બીજી તરફ, 62 લાખ પેન્શનરોને પણ તેનો લાભ મળશે.

  4 ટકા વધી શકે છે મોંઘવારી ભથ્થું

  ઝી બિઝનેસમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ, કેન્દ્ર સરકાર જાન્યુઆરી-જૂન 2020 માટે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે. મોંઘવારી ભથ્થામાં વધારો થયા બાદ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 720 રુપિયાથી 10 હજાર રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. નોંધનીય છે કે, એક વર્ષમાં કેન્દ્ર સરકાર બે વાર કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. આ વધારો જાન્યુઆરી અને જૂન મહિનામાં કરવામાં આવે છે. નવા વર્ષમાં જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થામાં વધારો થવાની આશા છે.

  હાલ 17 ટકા મળે છે મોંઘવારી ભથ્થું

  હાલના સમયમાં કેન્દ્રીય કર્મચારીઓને 17 ટકા મોંઘવારી ભથ્થું મળે છે. જો મોદી સરાકર આ ભથ્થામાં 4 ટકાનો વધારો કરે છે તો આ ભથ્થું વધારીને 21 ટકા થઈ જશે.

  મોંઘવારી ભથ્થું શું હોય છે?

  ડિયરનેસ અલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થું એ હોય છે જે દેશના સરકારી કર્મચારીઓને રહેવા-ખાવાના સ્તરને સારું બનાવવા માટે આપવામાં આવે છે. આ રકમ એટલા માટે આપવામાં આવે છે જેથી મોંઘવારી વધ્યા બાદ પણ કર્મચારીના રહેણી-કરણીના સ્તરમાં પૈસાના કારણે કોઈ મુશ્કેલ ન આવે. આ પૈસા સરકારી કર્મચારીઓ, પબ્લિક સેક્ટરના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે આપવામાં આવે છે. મોંઘવારી ભથ્થાની ગણતરી બેઝિકના ટકાના રૂપમાં થાય છે. આ ભથ્થું કર્મચારી પર મોંઘવારીની અસર ઓછી કરવા માટે આપવામાં આવે છે.

  ઇન્ક્રીમેન્ટને લઈ સરકારની સ્પષ્ટતા

  હાલમાં જ નાણા મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઑફ એક્સપેન્ડિચરે કેન્દ્રીય કર્મચારીઓના પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટને લઈ સેન્ટ્રલ સીવિલ સર્વિસિસના નિયમ 10, 2016ને લઈ સ્પષ્ટતા જાહેર કરી છે. આ નિયમ મુજબ, કર્મચારીઓને 1 જાન્યુઆરી કે 1 જુલાઈએ તેના અપોઇન્ટમેન્ટની તારીખના આધારે ઇન્ક્રીમેન્ટ થાય છે. આ નિયમ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને પ્રમોશન અને નાણાકીય અપગ્રેડેશનની સુવિધા મળે છે.

  આ પણ વાંચો,

  જૂનિયર એન્જિનિયરના પદો માટે વેકન્સી, 1.05 લાખ મળશે સૅલરી
  ગ્રેજ્યુએટ માટે DGVCLમાં વેકન્સી, 55 હજારથી વધુ મળશે પગાર
  Published by:Mrunal Bhojak
  First published: