માત્ર 28 રુપિયા મહિને આપીને મેળવો 2 લાખનો ઇન્શ્યોરન્સ
માત્ર 28 રુપિયા મહિને આપીને મેળવો 2 લાખનો ઇન્શ્યોરન્સ
વીમા કંપનીની આ યોજનાનો અર્થ જોખમથી રક્ષણનો છે.
તમે ઇન્શ્યોરન્સ લેવાનો પ્લાન કરી રહ્યા છો અને ખર્ચાળ વીમા પ્રિમીયમને લીધે લઇ શકતા નથી. તો મોદી સરકાર દ્વારા આપવામાં આવી રહેલા આ ઇન્શ્યોરન્સ વિશે જાણો, જેમાં ખૂબ સસ્તામાં વીમો મળી રહ્યો છે.
જો તમે ઇન્શ્યોરન્સ લેવાનો પ્લાન બનાવી રહ્યા છો અને ખર્ચાળ વીમા પ્રિમીયમ વિશે વિચારવામાં અસમર્થ છો, તો આ ઇન્શ્યરન્સ વિશે જાણો, જેમા મોદી સરકાર લાંબા ગાળાનો વીમો આપી રહી છે જે સસ્તો અને આર્થિક છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) એ વીમા યોજના છે. જો આ ઇન્શ્યોરન્સમાં રોકારણ કર્યા પછી એ કોઈ વ્યક્તિનું મૃત્યું થઇ જાય છે તો તેના પરિવારને 2 લાખ રુપિયા મળશે.
ટર્મ પ્લાનનો અર્થ શું છે?
વીમા કંપનીની આ યોજનાનો અર્થ જોખમથી રક્ષણનો છે. ટર્મ પ્લાનમાં પોલિસીધારકનું મોત થવા પર જ વીમા કંપની વિમાની રકમ ચૂકવે છે. જો પોલિસી સમય પૂરો થયા પછી પણ એ વ્યક્તિ હજુ પણ સારો છે, તો તેનો કોઈ ફાયદો નથી. હકીકતમાં આ યોજના એ ખૂબ જ નાના પ્રિમીયમથી જોખમી રક્ષણનું એક માધ્યમ છે.
>> આ યોજનામાં વીમો ખરીદવા માટે કોઇ તબીબી તપાસની જરૂર નથી.
>> આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછી ઉમર 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષ છે. આમા પોલિસીની મેચ્યોરિટી મુદત 55 વર્ષ છે.
>> યોજના હેઠળ દર વર્ષે વીમા યોજનાને રિન્યુ કરવો પડે છે.
>> વડાપ્રધાન જીવન જ્યોતિ વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયાનું છે. આ રકમ તમારા બેંક એકાઉન્ટમાંથી ECS દ્વારા લેવામાં આવે છે. યોજનાની રકમમાં બેંક વહીવટી ફી વસૂલ કરે છે. આ ઉપરાંત જીએસટી પણ આ રકમ પર લાગુ છે.
જો મૃત્યુ પામે તો રૂ. 2 લાખ આપવામાં આવશે
વીમા કવરના સમયગાળા દરમ્યાન વ્યક્તિ મૃત્યુ પામે તો, રૂ. 2 લાખની રકમ તેના પરિવારના સભ્યો (નોમિની)ને પ્રાપ્ત થશે.
1 વર્ષ કે તેથી વધુ વર્ષ માટે લેવામાં આવે છે પોલિસી
કોઈપણ વ્યક્તિ એક વર્ષ કે તેથી વધુ સમય માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બિમા યોજના પસંદ કરી શકે છે. જો કોઈ વ્યક્તિએ લાંબા ગાળા માટે વીમાનો વિકલ્પ પસંદ કર્યો હોય, તો તેના બેંકના બચત ખાતામાંથી દર વર્ષે પ્રીમિયમની રકમ કપાઇ જાય છે. બેંક એકાઉન્ટ માંથી પ્રીમિયમની રકમ કપાયા બાદ જ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાની સુવિધા મળવા લાગશે.
અહીંથી મેળવો ફોર્મ
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બિમા યોજના માટે ફોર્મ વિવિધ ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે. આમાં અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, બંગલા, કન્નડ, ઉડિયા, મરાઠી, તેલુગુ અને તમિલનો સમાવેશ થાય છે. આ યોજના વિશે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો - http://jansuraksha.gov.in/
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર