Home /News /business /સરકારની ભેટઃ પોસ્ટ ઓફિસની સ્કિમમાં પૈસા રોકવા પર મળશે વધારે વળતર

સરકારની ભેટઃ પોસ્ટ ઓફિસની સ્કિમમાં પૈસા રોકવા પર મળશે વધારે વળતર

ભારતીય પોસ્ટ- ફાઇલ તસવીર

સરકાર નાની બચત યોજના (Small Savings Scheme) પર દર ત્રણ મહિને વ્યાજ દર (Interest rate) નક્કી કરતી હોય છે.

ન્યૂઝ18 ગુજરાતીઃ કેન્દ્રની મોદી સરકારે મોટો નિર્ણય લેતા પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ પર વ્યાજનો દર વધારવાનો નિર્ણય લીધો છે. પોસ્ટ ઓફિસમાં જમા રકમ પર વ્યાજદરમાં 0.10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એક વર્ષ માટે જમા કરવામાં આવેલી રકમ પર વ્યાજદર 0.10 ટકા વધારવામાં આવ્યો છે. નોંધનીય છે કે સરકાર નાની બચત યોજના (Small Savings Scheme) પર દર ત્રણ મહિને વ્યાજ દર (Interest rate) નક્કી કરતી હોય છે. ક્યારે શું નિર્ણય લેવો તે સરકાર નક્કી કરે છે. સરકાર દર ત્રણ મહિને વ્યાજદરોમાં ફેરફાર કરશે જ તે પણ નક્કી નથી હોતું.

ટાઇમ ડિપોઝિટ(TP) અથવા ફિક્સ્ડ ડિપોઝિટ (FD) : તમે પોસ્ટ ઓફિસમાં કોઈ ચોક્કસ રકમ નિર્ધારિત સમય માટે રોકી શકો છો. જેના બદલામાં તમને અમુક ચોક્કસ રકમ વ્યાજપેટે મળે છે. ફિક્સ ડિપોઝિટ અથવા ટાઇમ ડિપોઝિટમાં પોસ્ટ ઓફિસ દર એક, બે, ત્રણ અને પાંચ વર્ષ માટે વ્યાજદરો રજૂ કરે છે. ભારતીય ડાકની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે પાંચ વર્ષ માટે કોઈ ચોક્કસ રકમનું રોકાણ કરવાથી આ રકમ આવકવેરાની કલમ 1961 પ્રમાણે 80સી અંતર્ગત ટેક્સમાંથી બાદ મળે છે.

આ પણ વાંચોઃ પોસ્ટ વિભાગમાં પરીક્ષા કે ઈન્ટરવ્યૂ વગર મેળવો નોકરી, જાણો- કેવી રીતે થશે સિલેક્શન

પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ ( PPF) : પોસ્ટ ઓફિસ પબ્લિક પ્રોવિડેન્ટ ફંડમાં રોકણ કરવા પર પણ તમને આ રકમ આવકવેરામાં બાદ મળે છે. ડિસેમ્બરમાં પૂરા થતાં ત્રણ મહિના માટે PPF ખાતાઓમાં જમા રાશિ પર વાર્ષિક આઠ ટકા વ્યાજ મળતું હતું. જમા રાશિ પર વ્યાજની ગણતરી વાર્ષિક ધોરણે કરવામાં આવે છે. તેનો મતલબ એવો છે કે આ રકમ વર્ષના અંતે મૂળ રકમમાં ઉમેરવામાં આવે છે. પીપીએફની ટેક્સ માફી EEE શ્રેણીમાં આવે છે, એટલે કે જમા રાશિ અને તેમાંથી મળતું વ્યાજ પણ ટેક્સ ફ્રી હોય છે.

પોસ્ટ ઓફિસ સિનિયર સિટિઝિન સેવિંગ સ્કિમ (SCSS) : વરિષ્ઠ નાગરિકો પોતાનું જીવન સારી રીતે પસાર કરી શકે તે માટે પોસ્ટ ઓફિસે તેમના માટે પોસ્ટ ઓફિસ સિનિયર સિટિઝન સેવિંગ સ્કિમ શરૂ કરી છે.

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) : ભારતીય ડાક તરફથી ચલાવવામાં આવતી આ યોજના ખૂબ જ પ્રચલિત છે. એનડીટીવી પ્રોફિટના સમાચાર પ્રમાણે, પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)માં રોકાણ પર વાર્ષિક આઠ ટકા જેટલું વ્યાજ મળે છે. આમાં વ્યાજની ગણતરી વાર્ષિક ધોરણે કરવામાં આવે છે. પરંતુ વ્યાજની રકમ પાકતી મુદતે જ આપવામાં આવે છે. તમારા રૂ. 100નું રોકાણ એનએસસીમાં પાંચ વર્ષ બાદ રૂ. 146.93 રૂપિયા થઈ જશે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં રોકવામાં આવેલી રકમ 80સી અંતર્ગત ટેક્સ ફ્રી છે.
First published:

Tags: Bank, FD, NSC, Post office, PPF, આઇટી, આયકર વિભાગ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો