Home /News /business /

ખુશખબરી! કેન્દ્ર સરકાર ખેડૂતોને આપી રહી છે 42,000 રૂપિયા, જાણો તમને કેવી રીતે મળશે લાભ

ખુશખબરી! કેન્દ્ર સરકાર ખેડૂતોને આપી રહી છે 42,000 રૂપિયા, જાણો તમને કેવી રીતે મળશે લાભ

જો તમે પણ પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવે આપને કુલ 42 હજાર રૂપિયા સુધીનો ફાયદો થશે, જાણો કેવી રીતે

જો તમે પણ પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવે આપને કુલ 42 હજાર રૂપિયા સુધીનો ફાયદો થશે, જાણો કેવી રીતે

    નવી દિલ્હી. જો તમે પણ દર મહિને 3000 રૂપિયાનો ફાયદો ઉઠાવવા માંગો છો તો આ આપના માટે ખૂબ જરૂરી સમાચાર છે. કેન્દ્ર સરકાર (Central Government) તરફથી પીએમ કિસાન યોજના (PM Kisan Yojana)નો લાભ લેનારા લાભાર્થીઓને વાર્ષિક 36 હજાર રૂપિયાનો લાભ આપવામાં આવી રહ્યો છે. જો તમે પણ પીએમ કિસાન યોજના (PM Kisan Samman Nidhi)નો લાભ લઈ રહ્યા છો તો હવે આપને કુલ 42 હજાર રૂપિયા સુધીનો ફાયદો થશે. આવો આપને જણાવીએ કે કેવી રીતે આપને આ નાણાકીય લાભ મેળવી શકો છો...

    નોંધનીય છે કે, પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને પીએમ કિસાન માનધન યોજના (PM Kisan Maandhan Yojana)નો લાભ મળે છે. જેમાં આપને વાર્ષિક 36 હજાર રૂપિયા આપવામાં આવે છે. તેની સાથે જ માનધન યોજના માટે આપને કોઈ પણ અલગથી ડોક્યુમેન્ટ્સ આપવાની જરૂર નથી પડતી.

    કેવી રીતે મળશે 42,000 રૂપિયા?

    નોંધનીય છે કે, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં દર મહિને 3,000 રૂપિયા આવે છે એટલે કે વાર્ષિક 36,000 રૂપિયા મળશે. બીજી તરફ, પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને 2,000 રૂપિયા ત્રણ હપ્તામાં દર વર્ષે મળે છે એટલે કે દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે. તો જો કોઈ ખેડૂતને આ બંને યોજનાઓનો લાભ મળી રહ્યો છે તો તેને દર વર્ષે 42,000 રૂપિયા સરકાર તરફથી મળી જશે.

    આ પણ વાંચો, 10 હજારમાં વેચાઈ રહી છે 500 રૂપિયાની નકામી જૂની નોટ! આવી રીતે બની શકો છો માલામાલ

    કોણ લઈ શકે છે ફાયદો

    પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ 18થી 40 વર્ષ સુધીના ખેડૂતોને આ સ્કીમનો લાભ મળશે, પરંતુ તેના માટે માત્ર શરત એ છે કે ખેડૂતની પાસે ઓછામાં ઓછી બે હેક્ટરની ખેતીની જમીન હોવી જોઈએ. તેમને દર મહિનાના હિસાબથી 55 રૂપિયાથી લઈને 200 રૂપિયાનું જ પ્રીમિયમ જમા કરાવવાનું રહેશે.

    આ પણ વાંચો, કોરોના કાળમાં બે ભાઈઓએ શરૂ કરી નારિયલ પાણીની હોમ ડિલીવરી, હજારોમાં થઈ રહી છે કમાણી


    કેટલું પ્રીમિયમ આપવું પડશે?

    જો 18 વર્ષથી ઉંમરથી યોજના સાથે જોડાઓ છો તો માસિક પ્રીમિયમ 55 રૂપિયા હશે. આ ઉપરાંત જો તમે 30 વર્ષની ઉંમરથી આ યોજના સાથે જોડાઓ છો તો આપને વાર્ષિક 110 રૂપિયાનું પ્રીમિયમ આપવું પડશે. બીજી તરફ જો તમે 40ની ઉંમરમાં આ યોજનાનો લાભે લો છો તો 200 રૂપિયા પ્રીમિયમ રૂપે આપવા પડશે.
    નોંધનીય છે કે, માનધન યોજના એક પ્રકારની પેન્શન યોજના છે, જેમાં નાના અને સીમાંત ખેડૂતોને દર મહિને પેન્શન આપવામાં આવે છે. આ પેન્શન ખેડૂતોને 60 વર્ષની ઉંમર બાદ જ આપવામાં આવે છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Business news, Pension, PM Kisan Maandhan Yojana, PM Kisan Samman Yojana, ખેડૂતો, મોદી સરકાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन