જમ્મુ-કાશ્મીરને મળી શકે છે વિશેષ પૅકેજ, આજે કેબિનટની બેઠકમાં થઈ શકે છે જાહેરાત

News18 Gujarati
Updated: August 28, 2019, 7:40 AM IST
જમ્મુ-કાશ્મીરને મળી શકે છે વિશેષ પૅકેજ, આજે કેબિનટની બેઠકમાં થઈ શકે છે જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

ડિજિટલ મીડિયામાં FDIની શરતોમાં છૂટછાટ આપવા અંગે નિર્ણય લેવાઈ શકે છે

  • Share this:
કેન્દ્રીય કેબિનેટની બુધવાર સાંજે બેઠક યોજાવાની છે. સૂત્રોનું કહેવું છે કે આ બેઠકમાં જમ્મુ-કાશ્મીર માટે કેબિનેટ તરફથી વિશેષ પૅકેજની જાહેરાત થઈ શકે છે. મોદી કેબિનેટની આ બેઠક સાંજે 4 વાગ્યે મળવાની છે.

કેબિનેટ બેઠક બાદ મંત્રીપરિષદની બેઠક થશે. બેઠકમાં સરકાર ચીનને નિકાસને લઈને પણ નિર્ણય લઈ શકે છે. સિંગલ બ્રાન્ડ રિટેલમાં એફડીઆઈ માપદંડોમાં છૂટછાટ આપવાની શક્યતા છે. બેઠકમાં ડિજિટલ મીડિયા ઉપર પણ ચર્ચા થઈ શકે છે.

બીજી તરફ, સરકારમાં જરૂરી માળખાકિય સુવિધા ઊભી કરવા માટે કરોડો રૂપિયાના પૅકેજની જાહેરાત થઈ શકે છે. સૂત્ર મુજબ, કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીર માટે એક વિશેષ પૅકેજ પર કામ કરી રહી છે, જેમાં કરોડો રૂપિયાનું રોકાણ સામેલ છે.

આ પણ વાંચો, RBIથી સરકારને મળશે 1.76 લાખ કરોડ, આપને થશે આ 5 ફાયદા

સૂત્રના જણાવ્યા મુજબ કેબિનટ બેઠકમાં આ મુદ્દાઓ પર નિર્ણય લેવાઈ શકે છે

>> સિંગલ બ્રાન્ડ રિટેલમાં FDIની શરતોમાં છૂટછાટ આપવા પર નિર્ણય લેવાઈ શકે છે>> ડિજિટલ મીડિયામાં FDIની શરતોમાં છૂટછાટ આપવા અંગે નિર્ણય લેવાઈ શકે છે
>> કોલ ઇન્ડિયા અને કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગમાં FDIની શરતોમાં છૂટછાટ આપી શકાય છે
>> કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગમાં 100 ટકા FDIને મંજૂરી આપવાનો નિર્ણય લેવાઈ શકે છે
>> હાલ મેન્યુફેક્ચરિંગમાં 100 ટકા FDIની છૂટ છે પરંતુ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગનો ઉલ્લેખ નથી
>> ડિજિટલ મીડિયામાં FDIને લઈને હજુ પણ પોલિસીમાં કોઈ ઉલ્લેખ નથી
>> ડિજિટલ મીડિયામાં FDI પર થઈ શકે છે સ્પષ્ટતા
>> FDIવાળા સિંગલ બ્રાન્ડ સ્ટોરને પહેલા ઓનલાઇન સ્ટોર ખોલવાની પણ છૂટ મળી શકે છે
>> FDIવાળા સિંગલ બ્રાન્ડ રિટેલ સ્ટોર માટે ભારતથી સામાન ખરીદવાની શરતોમાં છૂટ મળી શકે છે
>> કોમર્શિયલ કોલ માઇનિંગમાં 100 ટકા FDIની છૂટ મળી શકે છે
>> હાલ માત્ર કેપ્ટિવ કોલ માઇનિંગમાં FDIની છૂટ છે.

આ પણ વાંચો, ITR E Filing: પાસવર્ડ ભૂલી ગયા છો તો આ બે રીતે કરો રિકવર
First published: August 28, 2019, 7:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading