મોદી સરકારનો નવો માસ્ટર સ્ટ્રોક, દુનિયાની 324 મોટી કંપનીઓને ફેક્ટરી લગાવવા જમીન આપશે

News18 Gujarati
Updated: November 21, 2019, 4:00 PM IST
મોદી સરકારનો નવો માસ્ટર સ્ટ્રોક, દુનિયાની 324 મોટી કંપનીઓને  ફેક્ટરી લગાવવા જમીન આપશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો)

આ કંપનીઓમાં એલનની ટેસ્લા, એલી લિલી એન્ડ કોર્પોરેશન, સાઉથ કોરિયાની હનવાહ કેમિકલ કોર્પોરેશન, તાઈવાનની હોન હે પ્રિસિસન ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન જેવી કંપનીઓ સામેલ છે.

  • Share this:
મોદી સરકાર એક નવા માસ્ટર પ્લાન પર કામ કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકાર વિશ્વની 324 મોટી કંપનીઓને ભારતમાં રોકાણ કરવા માટે જમીન આપવાનો વિચાર કરી રહી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, આ કંપનીઓમાં એલનની ટેસ્લા, એલી લિલી એન્ડ કોર્પોરેશન, સાઉથ કોરિયાની હનવાહ કેમિકલ કોર્પોરેશન, તાઈવાનની હોન હે પ્રિસિસન ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન જેવી કંપનીઓ સામેલ છે.

એક રિપોર્ટ અનુસાર, ભારતને માત્ર 5300 કરોડ રૂપિયાનો ફાયદો થયો, જ્યારે આશા કરવામાં આવી રહી છે કે, ભારતનો નિકાસ લગભગ 11 અબજ ડોલર (77 હજાર કરોડ રૂપિયા) વધી જશે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ટેરિફ વોરનો સૌથી મોટો ફાયદો તાઈવાન, મેક્સિકો અને વિયતનામ જેવા દેશને થયો હતો.

ભારતમાં બિઝનેસ કરવો સરળ બન્યું - ભારત ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસના મામલામાં સળંગ સારૂ પ્રદર્શન કરી રહ્યું છે. વર્લ્ડ બેન્ક તરફથી જાહેર થયેલા આ લિસ્ટમાં ભારત હજુ 63મા નંબર પર છે. જોકે, 2017ના મુકાબલે તેમાં 37 નંબરનો સુધાર આવ્યો છે.

સરકારનો માસ્ટર પ્લાન તૈયાર - બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, સરકાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે એક ખાસ પ્રકારની લેન્ડ બેન્ક તૈયાર કરવાનું પ્લાન બનાવી રહી છે, જેથી બિઝનેસ કરવા જમીન મળી શકશે.- હાલમાં ફેક્ટરી લગાવવા માટે જમીન અધિગ્રહણ કરવામાં મુશ્કેલી આવી રહી છે, કેમ કે, જમીનની ડિલ તેમણે જાતે કરવી પડે છે.- એવામાં જો આ રોકાણકારો માટે સ્પેશ્યલ લેન્ડ બેન્ક તૈયાર થઈ જાય તો, તે સરળતાથી આને સરકાર પાસેથી લઈ શકે છે અને સમયની બરબાદી પણ નહી થાય.

- આ સિવાય સરકાર રોકાણ કરનારી કંપનીઓને જાત-જાતના ઈન્સેટિવ આપવાનું પણ વિચારી રહી છે.

શું હોય છે ટ્રેડ વોર?
ટ્રેડ વોરમાં અમેરિકા અને ચિંન બંને દેશ એક બીજા પર ટેરિફ વધારી રહ્યા છે, જેના કારણે સામાન મોંઘા થઈ રહ્યા છે. અમેરિકામાં ચીનનો સામાન મોંઘો થઈ રહ્યો છે, જ્યારે ચીનમાં અમેરિકાનો સામાન મોંઘો થઈ રહ્યો છે, જેના કારણે ચીનની કંપનીઓ નિકાસ ઘટાડી રહી છે. અને આ પરિસ્થિતિમાં તે ચીનમાંથી બહાર નીકળી બીજા દેશોમાં ફેક્ટરી અને પ્લાન્ટ લગાવવાનું વિચારી રહ્યા છે. મંગળવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જો ચીન સાથે સમાધાન નથી થતું તો, તે ટેરિફ હજુ વધારશે. ચીન દર વર્ષે લગભગ 550 અબજ ડોલર અમેરિકાને નિકાસ કરે છે.
First published: November 21, 2019, 3:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading