મોદી સરકાર 5 દિવસ પછી BHIM એપ યુઝર્સને આપશે ગિફ્ટ, થશે ફાયદો

News18 Gujarati
Updated: October 16, 2019, 6:38 PM IST
મોદી સરકાર 5 દિવસ પછી BHIM એપ યુઝર્સને આપશે ગિફ્ટ, થશે ફાયદો
ભીમ એપની પ્રતિકાત્મક તસવીર

મોદી સરકાર 21 ઓક્ટોબરથી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)આધારીત ભીમ એપ અપડેટેડ વર્ઝન લોન્ચ કરશે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ જો તમે BHIM (Bharat Interface for Money) Appનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબજ મહત્વપૂર્ણ છે. કારણકે મોદી સરકાર (Modi Government) પાંચ દિવસ પછી ભીમ એપ યુઝર્સને મોટી ગીફ આપવા જઇ રહી છે. ઉલ્લેખની છે કે, મોદી સરકાર 21 ઓક્ટોબરથી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)આધારીત ભીમ એપ અપડેટેડ વર્ઝન લોન્ચ કરશે. આ નવા અપડેટેડ નવા વર્ઝનની સાથે અનેક બેન્ક ખાતાઓને લિંક કરી શકશે.

આ એપથી જોડાશે ચાર નવા ફિચર્સ
સીએનબીસી ટીવી18 રિપોર્ટ પ્રમાણે ભીમ 2.0 સરકારની પ્રમુખ યુપીઆઇ એપ છે. એમાંથી સરકાર 4 નવા ફીચર એડ કરશે. જેમાં એક ઑટો બિલ, અનેક ભાષાઓમાં સપોર્ટ, આઇપીઓ અને અનેક બેન્ક એકાઉન્ટને એક સાથે જોડવાની સુવિધા મળશે.

આ પણ વાંચોઃ-તસવીરોઃ TikTok VIDEO બનાવવા માટે કૂતરાને હવામાં ઉછાળીને ઝાડીઓમાં ફેંક્યું

ડિજિટલ ઇન્ડિયા મિશન અંતર્ગત પીએમ મોદીએ કેશ લેન-દેને ઓછી કરવા માટે 30 સપ્ટેમ્બર 2016ના દિવસે ભીમ એપ લોન્ચ કરી હતી. ત્યારે પીએમ મોદીએ કહ્યું હતું કે, આ સમયે વેપાર નોટો અને સિક્કાઓ દ્વારા થાય છે. એક દિવસ એવો આવશે કે દરેક વ્યાવસાયિક ટ્રાન્જેક્શન ભીમ એપ દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ-Bajajએ રજૂ કર્યું નવું Chetak ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો ખાસિયતોપેટીએમ જેવી ન મળી સફળતા
ભીમ એપ લોન્ચ કર્યા પછી મોટી સફળતા મળી હતી. ત્યાર બાદ 10 દિવસમાં એક કરોડ લોકોએ ડાઉનલોડ કરી હતી. પરંતુ ભીમ એપ એ સફળતાની કહાની ન લખી શકી જે Paytmએ લખી હતી. એટલું જ નહીં ભીમ એપ ટ્રાન્જેક્શન ઓછા થવા લાગ્યા છે. ભીમ એપથી પ્રત્યેક બેન્ક ટ્રાન્જેક્શનની માત્રા 38,000થી પણ ઓછી થઇ છે. ભીમ એપ દ્વારા બેન્ક ટ્રાન્જેક્શનની કુલ રકમ 68.06 કરોડ રૂપિયાથી 18 ટકા ઘટીને 55.88 કરોડ રૂપિયા થઇ ગઇ છે.

આ પણ વાંચોઃ-આ ગામ માટે Google Map બન્યો ખતરો, પોલીસે આપી આવી સલાહ

એટલા માટે આ એપમાં બીજા ફિચર્સ જોડવાનો સરકારે નિર્ણય કર્યો છે. જેનાથી લોકમાં આ એપ અંગે આકર્ષણ વધી શકે. જેનાથી માર્કેટમાં ભીમ એપ એક સફળતાની કહાની રચી શકે. અત્યારે ભીમ એપ માટે આ ખાસ ફિચર્સ માર્કેટમાં પોતાની અલગ ઓળખ બનાવી શકે.
First published: October 16, 2019
વધુ વાંચો
अगली ख़बर