મોદી સરકારની ખેડૂતોને ગીફ્ટ! 3 લાખ સુધીના દેવા પર નહીં આપવી પડે કોઈ ફી

IBAની મેનેજિંગ કમીટીએ લીધેલા આ નિર્ણયથી નાના અને મધ્યમ ખેડૂતોને મોટી રાહત થશે.

News18 Gujarati
Updated: February 6, 2019, 7:39 AM IST
મોદી સરકારની ખેડૂતોને ગીફ્ટ! 3 લાખ સુધીના દેવા પર નહીં આપવી પડે કોઈ ફી
ફાઈલ ફોટો
News18 Gujarati
Updated: February 6, 2019, 7:39 AM IST
સરકારે ખેડુતોને મોટી રાહત આપી છે. હવે ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન લેવા માટે કોઈ પણ પ્રકારની પ્રોસેસિંગ ફી, ઈન્સ્પેક્શન ફી અથવા સર્વિસ ચાર્જ નહી આપવો પડે. ઈન્ડીયન બેન્ક એસોસિએશને પણ સરકારી બેન્કોને આનું પાલન કરવા માટેનો નિર્દેશ આપી દીધો છે.

ખેડૂતોને મળી મોટી રાહત
કૃષી લોન, ક્રેડિટ કાર્ડ લોન પર કોઈ ફી નહી આપવી પડે. 3 લાખ રૂપિયા સુધીની લોન પર કોઈ ફી નહી આપવી પડે. ઈન્ડીયન બેન્ક એસોસિએશને પણ સરકારી બેન્કોને આનું પાલન કરવા માટેનો નિર્દેશ આપ્યો છે. તમામ સરકારી બેન્કોના એમડી, સીઈઓને નિર્દેશ આપવામાં આવ્યા છે. બેન્ક ખેડૂતોને કૃષી લોન. ક્રેડિટ કાર્ડ લોન પર કોઈ પણ પ્રકારની ફી નહી લઈ શકે. બેન્ક પ્રોસેસિંગ, ઈંસ્પેક્શન ચાર્જ, લેઝર ફોલિયો ચાર્જ અને સર્વિસ ચાર્જ નહી લે.

અત્યાર સુધી બેન્કો આ પ્રકારની ફી વસુલતી હતી. IBAની મેનેજિંગ કમીટીએ લીધેલા આ નિર્ણયથી નાના અને મધ્યમ ખેડૂતોને મોટી રાહત થશે.
First published: February 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...