Home /News /business /Business News: નાના વેપારીઓને મદદ કરવા મોદી સરકારનો મેગા પ્લાન, અમેજોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓને આપશે ટક્કર

Business News: નાના વેપારીઓને મદદ કરવા મોદી સરકારનો મેગા પ્લાન, અમેજોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓને આપશે ટક્કર

નંદન નીલેકણી

નંદન નિલેકણી (Nandan Nilekani) ઇન્ફોસિસના કો ફાઉન્ડર અને નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન નવ સભ્યોની એડવીઝરી કાઉન્સિલનો એક ભાગ છે જે ભારત સરકાર (Indian Goverment) ને ડિજિટલ કોમર્સ માટે ઓપન નેટવર્ક (Open Network for Digital Commerce, ONDC) ને અપનાવવા અને તેને વેગ આપવા માટે જરૂરી પગલાં અંગે સલાહ આપશે

વધુ જુઓ ...
  Business News : નાના વેપારીઓ (Small traders) માટે ઓપન ટેક્નોલોજી નેટવર્ક પર હાલ કામ કરવામાં આવી રહ્યું છે, જ્યાં વેપારીઓ અને ઉપભોક્તા દરેક વસ્તુની ખરીદી અને વેચાણ કરી શકે છે. આ ફ્રી એક્સેસેબલ ઓનલાઈન સિસ્ટમ પાછળનું મગજ ભારતના હાઈ-પ્રોફાઈલ નંદન નીલેકણી (Nandan Nilekani) નું છે. આ નેટવર્કમાં દેશના ઓનલાઈન રિટેલ માર્કેટ (online retail market)નો 80 ટકા હિસ્સો કબજે કરનાર ઈ-કોમર્સ જાયન્ટ્સ એમેઝોન (Amazon) અને વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટ (Walmart-owned Flipkart)ને પડકારવાની ક્ષમતા છે.

  ઇન્ફોસિસના સહ-સ્થાપક અને નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન નિલેકણીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, ઓપન નેટવર્ક ફોર ડીજીટલ કોમર્સનો સમય પાકી ગયો છે. અમે લાખો નાના વિક્રેતાઓને ડિજિટલ કોમર્સના નવા ઉચ્ચ-વૃદ્ધિવાળા ક્ષેત્રમાં સહભાગી થવાનો સરળ માર્ગ બતાવવા માટે આભારી છીએ.

  ઉલ્લેખનિય છે કે, નિલેકણી અગાઉ સરકારને આધાર બાયોમેટ્રિક આઈડી સિસ્ટમ વિકસાવવામાં મદદ કરી ચૂક્યા છે.

  કેપિટલ ફર્મ જનરલ કેટાલિસ્ટના મેનેજિંગ પાર્ટનર હેમંત તનેજાએ જણાવ્યું હતું કે, પડકારો હોવા છતાં, નિલેકણી આ કાર્ય માટે યોગ્ય વ્યક્તિ છે. તનેજાએ જણાવ્યું હતું કે, નંદન તેની લાંબી સ્ટ્રેટેજી માટે જાણીતા છે, અર્થતંત્રના કયા ભાગો ડિજિટલ પબ્લિક ગુડ્સ હોવા જોઈએ અને કયા ભાગો મૂડીવાદ આધારિત હોવા જોઈએ તેના પર ખૂબ વિચાર કરીને સ્થાયી પરિવર્તન માટે સિસ્ટમો ગોઠવવા માટે તે યોગ્ય વ્યક્તિ છે.

  નિલેકણી ઇન્ફોસિસના કો ફાઉન્ડર અને નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન નવ સભ્યોની એડવીઝરી કાઉન્સિલનો એક ભાગ છે જે ભારત સરકારને ડિજિટલ કોમર્સ માટે ઓપન નેટવર્ક (Open Network for Digital Commerce, ONDC) ને અપનાવવા અને તેને વેગ આપવા માટે જરૂરી પગલાં અંગે સલાહ આપશે. તેમણે જણાવ્યું કે, અમે એક નવો અભ્યાસક્રમ તૈયાર કરી રહ્યા છીએ અને તેનો ધ્યેય ઈ-કોમર્સ ગેમના નિયમોમાં ફેરફાર કરવાનો છે.

  ડિજિટલ કોમર્સ માટે ઓપન નેટવર્ક શું છે?

  ONDC એ ઓપન પ્રોટોકોલ પર આધારિત ઓપન ટેક્નોલોજી નેટવર્ક છે અને તે કોઈપણ નેટવર્ક-સક્ષમ એપ્લિકેશન દ્વારા શોધવામાં અને એન્ગેજ કરવા માટે મોબિલીટી, ગ્રોસેરી, ફૂડ ઓર્ડર અને ડિલિવરી, હોટેલ બુકિંગ અને મુસાફરી જેવા સેગમેન્ટમાં લોકલ કોમર્સ સેગમેન્ટને સક્ષમ કરશે.

  પ્લેટફોર્મનો ઉદ્દેશ્ય નવી તકો ઊભી કરવાનો, ડિજિટલ એકાધિકારને અંકુશમાં લેવા અને સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો અને નાના વેપારીઓને ટેકો આપવા અને તેમને ઑનલાઇન પ્લેટફોર્મ પર આવવામાં મદદ કરવાનો છે. તે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (Department for Promotion of Industry and Internal Trade, DPIIT)ની પહેલ છે.

  તેનો ઉદ્દેશ કોઈપણ વિશિષ્ટ પ્લેટફોર્મથી સ્વતંત્ર ઓપન સ્પેસિફિકેશન્સ અને ઓપન નેટવર્ક પ્રોટોકોલ્સનો ઉપયોગ કરીને ઓપન-સોર્સ પદ્ધતિ પર વિકસિત ઓપન નેટવર્ક્સને પ્રોત્સાહન આપવાનો છે. તેનાથી સમગ્ર વેલ્યૂ ચેઇનને ડિજિટાઇઝ કરવા, કામગીરીને પ્રમાણિત કરવા, સપ્લાયર્સના સમાવેશને પ્રોત્સાહન આપવા, લોજિસ્ટિક્સમાં કાર્યક્ષમતા મેળવવા અને ગ્રાહકો માટે વેલ્યૂ વધારવાની અપેક્ષા છે.

  આ પ્રકારનું પ્રથમ નેટવર્ક ONDC નાના વેપારીઓ અને વેપારીઓને મોટાપાયે સ્કેલ પ્રાપ્ત કરવામાં મદદ કરશે. દિલ્હી, બેંગલુરુ, કોઈમ્બતુર, ભોપાલ અને શિલોંગ જેવા પાંચ શહેરોમાં પસંદગીના વપરાશકર્તાઓ માટે નવું નેટવર્ક ખૂબ જ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

  આ પણ વાંચો - Business Idea : ખૂબ જ ઓછા ખર્ચે શરૂ કરો આ વ્યવસાય, માંગ ઘટવાની કોઈ ચિંતા નહીં, નફો જબરદસ્ત છે!

  DPIITના અધિક સચિવ અનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, અમે પાંચ શહેરો નક્કી કર્યા છે કારણ કે અમે સમગ્ર બોર્ડમાં જીઓગ્રાફિકલ સ્પ્રેડ રાખવા માગતા હતા. આ પાંચ શહેરોમાં અમારો ટ્રેડર બેઝ છે જે ONDC પર ટ્રાન્ઝેક્શનના પડકાર સામે તૈયાર થઈ રહ્યો છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Business news, Business news in gujarati, Modi goverment, Online business, Retail, Traders

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन