મોદી સરકારની ગ્રાહકોને મોટી ગિફ્ટ, હવે ફોનની જેમ બદલો વિજળી કંપની

News18 Gujarati
Updated: August 28, 2019, 8:11 PM IST
મોદી સરકારની ગ્રાહકોને મોટી ગિફ્ટ, હવે ફોનની જેમ બદલો વિજળી કંપની
પ્રતિકાત્મક તસવીર

પાવર સપ્લાયને સુનિશ્ચિત કરવા માટે સરકાર મોટા સુધાર કરવા જઈ રહી છે. જો હાલની તમારી વિજળી વિતરણ કંપની સારી સર્વિસ ન આપી રહી હોય તો, તમારી પાસે વિકલ્પ હશે કે બીજી કંપનીની પસંદગી કરી લો.

  • Share this:
મોદી સરકાર ગ્રાહકોને એક મોટી સુવિધા આપવા જઈ રહી છે. પાવર સેક્ટરમાં મોટા સુધારને ધ્યાનમાં રાખતા ગ્રાહકો અને વધારે સુવિધાઓ આપવા માટે પાવર સપ્લાયને સુનિશ્ચિત કરવા માટે સરકાર મોટા સુધાર કરવા જઈ રહી છે. જો હાલની તમારી વિજળી વિતરણ કંપની સારી સર્વિસ ન આપી રહી હોય તો, તમારી પાસે વિકલ્પ હશે કે બીજી કંપનીની પસંદગી કરી લો. તેના માટે તમામ રાજ્યોને ઉર્જા મંત્રાલયે નિર્દેશ જાહેર કર્યો છે, અને એ કહ્યું છે કે, ફ્રેન્ચાઈઝી મોડલને અપનાવે. મતલબ એક એરિયામાં ઘણી પાવર ડિસ્ટ્રીબ્યૂશન કંપની હોય. ઉર્જા મંત્રાલયે એ પણ નિર્દેશ જાહેર કર્યો છે કે, 3 મહિનામાં પ્રાઈવેટ કંપનીઓની પસંદગી કરવા બિડિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવે.

કમિશનના આધાર પર મળશે વિતરણનો અધિકાર
ઉલ્લેખનીય છે કે, સરકાર એ ઈચ્છે છે કે, પ્રાઈવેટ કંપનીઓ આવવાથી પાવર ઈફિશિયન્સ અને સપ્લાય વધશે. પ્રાઈવેટ કંપનીઓની જવાબદારી બિલ કલેક્શન અને પાવર કનેક્શન આપવાની રહેશે. આ સાથે જ પાવર સપ્લાયની પણ જવાબદારી તેમની હશે. આ કમિશનના આધાર પર નક્કી કરવામાં આવશે.

મતલબ સરકારી ડિસ્ટ્રીબ્યૂશન કંપની વિજળી ખરીદશે અને સાથે સાથે ટ્રાંસમિશનનો જે અધિકાર તે સરકારી કંપની પાસે જ રહેશે. પરંતુ, જે વિજળી સપ્લાયનો અધિકાર હોય તે પ્રાઈવેટ વિજળી કંપનીને આપવામાં આવશે. તેના બદલામાં સરકારી કંપનીને કમિશન મળશે. આ મોડલ અપનાવવામાં આવ્યું છે. આ સાથે જ તેના માટે ઈલેક્ટ્રીસિટી એક્ટમાં ફેરફારની પણ જરૂરત પડશે. કેમ કે, તેમાં ફ્રેન્ચાઈઝી મોડલને અપનાવવામાં આવી રહ્યું છે.

સરકારે તેની માટે કેટલીક શરતો પણ જોડી છે. જો કોઈ સરકારી ડિસ્ટ્રીબ્યૂશન કંપની આ મોડલને નથી અપનાવતી તો તેને REC અને PFC તરફથી લોન નહી મળે અને સાથે જ સરકારી મદદ છે, દિનદયાલ ઉપાધ્યાય યોજના અથવા આઈપીડીએસ હેઠળ છે, તે તરફથી પણ સરકારી મદદ નહી મળે, જે આ મોડલને નહીં અપનાવે.
First published: August 28, 2019, 8:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading