આ બિઝનેસ શરુ કરવા માટે સરકાર આપશે અડધાથી વધારે પૈસા, જાણો શું છે પ્લાન?

જે લોકો ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી ઉત્પાદનો બનાવવાનો ધંધો શરૂ કરે છે તેમને મોદી સરકાર પ્રોજેક્ટ ખર્ચનો અડધાથી વધુ ભાગ આપશે.

News18 Gujarati
Updated: September 11, 2019, 3:18 PM IST
આ બિઝનેસ શરુ કરવા માટે સરકાર આપશે અડધાથી વધારે પૈસા, જાણો શું છે પ્લાન?
આ બિઝનેસ શરુ કરવા માટે રોકાણનો 60 ટકા ભાગ સરકારના ભંડોળમાંથી આવશે.
News18 Gujarati
Updated: September 11, 2019, 3:18 PM IST
જો તમે કોઈ વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તો તમારા માટે સારા સમાચાર છે. જે લોકો ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી ઉત્પાદનો બનાવવાનો ધંધો શરૂ કરે છે તેમને મોદી સરકાર પ્રોજેક્ટ ખર્ચનો અડધાથી વધુ ભાગ આપશે. મતલબ કે સરકાર ડેરીની સાથે ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનાવેલા ઉત્પાદનો શરૂ કરવા માટેના પ્રારંભિક રોકાણ માટે 60 ટકા ભંડોળ આપશે.

બજેટમાં રાષ્ટ્રીય કામધેનુ પંચની થઇ હતી જાહેરાત

1 ફેબ્રુઆરી 2019 ના રોજ રજૂ થયેલા વચગાળાના બજેટમાં સરકારે રાષ્ટ્રીય કામધેનુ આયોગની રચનાને મંજૂરી આપી હતી. સરકારે રાષ્ટ્રીય કામધેનુ આયોગ માટે 500 કરોડની જાહેરાત કરી હતી. રાષ્ટ્રીય કામધેનુ આયોગ પશુચિકિત્સા, પશુવિજ્ઞાન અથવા કૃષિ યુનિવર્સિટી અથવા કેન્દ્ર / રાજ્ય સરકારના વિભાગો અથવા સંસ્થાના સહયોગથી કામ કરશે, જે ગાયના સંવર્ધન, ઉછેર, સજીવ ખાતર, બાયોગેસ વગેરેમાં રોકાયેલા છે.ઔષધીય અને કૃષિ કાર્યોમાં ઉપયોગ

ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર ડેરી સાથે સાથે છાણ અને ગૌમૂત્રથી બનેલા ઉત્પાદનો બનાવનારને પ્રારંભિક રોકાણનો 60 ટકા ભાગ સરકારના ભંડોળમાંથી આવશે. ગાય મંડળના અધ્યક્ષ વલ્લભ કથિરિયાના જણાવ્યા અનુસાર યુવકોને ગાય અને તેના ઉપ-ઉત્પાદન આધારિત ઉદ્યોગ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને માત્ર દૂધ અને ઘી માટે જ નહીં, પરંતુ ગૌમૂત્ર અને ગોબરના ઔષધીય અને કૃષિ કાર્યોમાં પણ ઉપયોગ પર ભાર મૂકવામાં આવશે.
Loading...ગૌશાળાની તાલીમ

કથિરીયાએ જણાવ્યું હતું કે ગૌમૂત્ર અને છાણનું ઔદ્યોગિકરણ લોકોને પ્રોત્સાહિત કરશે કે એવી ગાયને ન છોડો કે જેને દૂધ આપવાનું બંધ કરી દીધુ છે. આપણે ગાય દ્વારા ઉત્પાદનોના ઔષધીય મૂલ્યો પર સંશોધનને પણ પ્રોત્સાહિત કરીશું. બોર્ડ આવા પ્રોડક્ટ માટે વિદ્વાનો અને સંશોધનકારોને તેમના પ્રોજેક્ટ બતાવવા માટે એક પ્લેટફોર્મ પણ આપશે.તેમણે વધુમાં કહ્યું કે જે લોકો પહેલાથી ગૌશાળા ચલાવી રહ્યા છે, અમે તેમના માટે પ્રશિક્ષણ કાર્યક્રમો અને કૌશલ્ય વિકાસ શિબિર પણ યોજીશું. બોર્ડના અધ્યક્ષે ગાય પર્યટન સર્કિટને પ્રોત્સાહન આપવાની યોજનાની જાહેરાત કરી દીધી છે.
First published: September 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...