હવે નહીં આવે વીજળી બિલ! નવા વર્ષ પહેલા મોદી સરકારનો મોટો નિર્ણય

ત્રણ વર્ષમાં દેશભરમાં તમામ મીટરો સ્માર્ટ પ્રીપેડમાં બદલાઇ જશે.

સરકાર દેશભરમાં તમામ વિદ્યુત મીટરોને ત્રણ વર્ષમાં સ્માર્ટ પ્રિપેઇડમાં રૂપાંતરિત કરશે.

 • Share this:
  જો તમને તમારા વીજળીના બિલથી મુશ્કેલી થાય છે, તો આ સમાચાર તમારા માટે છે. ટૂંક સમયમાં તમારા ઘરમાં વીજળીનું બીલ નહીં આવે અને આવતા વર્ષે એટલે કે એપ્રિલ 2019માં તેની શરૂઆત થઇ જશે. તમામ વીજળી મંત્રાલયે નિર્ણય કર્યો છે કે તેઓ આગામી ત્રણ વર્ષમાં દેશભરમાં તમામ મીટરોને સ્માર્ટ પ્રીપેડમાં બદલી નાખશે. વીજ મંત્રાલયના આ નિર્ણયનું લક્ષ્ય વીજળીના પ્રસારણ અને વિતરણમાં નુકસાન ઘટાડવાનું છે. આ સાથે, વિતરણ કંપનીઓની પરિસ્થિતિ સારી રહેશે અને ઊર્જા સંરક્ષણને પ્રોત્સાહન મળશે. પેપર બિલની ગોઠવણીના અંત સાથે, બિલ ચુકવણી પણ સરળ થઇ જશે.

  સરકારના જણાવ્યા પ્રમાણે, સ્માર્ટ મીટર ગરીબના હિતમાં છે કારણ કે ગ્રાહકોને એક મહિનામાં સંપૂર્ણ મહિનાનું બિલ ચૂકવવાની જરૂર નથી. તેના બદલે તેઓ તેમની જરૂરિયાતો અનુસાર બિલ ચૂકવી શકે છે. એટલું જ નહીં, સ્માર્ટ પ્રીપેઇડ મીટર્સના ઉત્પાદનમાં મોટા પાયે યુવાનો માટે નોકરીની તક પણ ઊભી થશે.

  રાજ્ય સરકારે તમામ માટે વીજળી દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા છે અને સાત દિવસ માટે 24 કલાક તેમના ગ્રાહકોને વીજળી પૂરી પાડવા સહમતિ બતાવી હતી. આ હેઠળ, એપ્રિલ 2019થી સાત દિવસમાં અથવા પહેલા ગ્રાહકોને સાત દિવસ 24 વીજળી ઉત્પન કરાવાની જોગવાઈ રહેશે.

  સ્માર્ટ મીટર આ રીતે કરશે કામ

  તમામ સ્માર્ટ મીટર્સ પાવર કોર્પોરેશનમાં બનેલા કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા રહેશે. કર્મચારી સૉફ્ટવેર દ્વારા કંટ્રોલ રૂમમાંથી મીટર રીડિંગ નોટ કરી શકશે. આ ઉપરાંત, જો કોઈ મીટર સાથે ચેડા કરશે, તો સંકેત કંન્ટ્રોલ રુમમાં મળી આવશે. જો ગ્રાહક સમયસર વીજળી બિલ ચૂકવતો નથી, તો તેના મીટર કનેક્શન પણ કાપી નાખવામાં આવશે. આ માટે, ગ્રાહકોના ઘરે જવાની જરૂર નથી.
  Published by:Bhoomi Koyani
  First published: