મનરેગા મજૂરોને રોજના 250 રૂપિયા આપશે મોદી સરકાર, જાણો શું છે પ્લાન?

News18 Gujarati
Updated: September 2, 2019, 7:47 PM IST
મનરેગા મજૂરોને રોજના 250 રૂપિયા આપશે મોદી સરકાર, જાણો શું છે પ્લાન?
કેન્દ્ર સરકાર મનરેગા હેઠળ કામ કરી રહેલા મજૂરોને વધુ રોજગારના અવસર ઉપલબ્ધ કરાવવા માટે કૌશલ પ્રશિક્ષણ આપાવશે. પ્રશિક્ષણ માટે મજૂરોને રોજનું 250 રૂપિયાનું ભથ્થુ આપશે.

કેન્દ્ર સરકાર મનરેગા હેઠળ કામ કરી રહેલા મજૂરોને વધુ રોજગારના અવસર ઉપલબ્ધ કરાવવા માટે કૌશલ પ્રશિક્ષણ આપાવશે. પ્રશિક્ષણ માટે મજૂરોને રોજનું 250 રૂપિયાનું ભથ્થુ આપશે.

  • Share this:
મોદી સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરન્ટીનો વિસ્તાર વધારવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર મનરેગા હેઠળ કામ કરી રહેલા મજૂરોને વધુ રોજગારના અવસર ઉપલબ્ધ કરાવવા માટે કૌશલ પ્રશિક્ષણ આપાવશે. પ્રશિક્ષણ માટે મજૂરોને રોજનું 250 રૂપિયાનું ભથ્થુ આપશે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રો પર આપવામાં આવશે પ્રશિક્ષણ
ઈકોનોમિક્સ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ઓક્ટોબરથી ગ્રામિણ વિકાસ મંત્રાલય મનરેગામાં નામાંકિત મજૂરોને પોતાનું સ્કિલ ડેવલપ અને સારા રોજગારના અવસર માટે પ્રશિક્ષિત કરશે. મનરેગાના મજૂરોને પ્રશિક્ષિત દરમિયાન પરિવારની આજીવિકા ચલાવવા માટે રોજના 200થી 250 રૂપિયા ભથ્થુ આપશે. આ મનરેગા મજૂરોને દેશભરમાં ફેલાયેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો પર પ્રશિક્ષણ આપવામાં આવશે. આ મજૂરોને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો પર ઓર્ગેનિક ખાતરનું નિર્માણ અને કૃષિ ઉત્પાદોની જાળવણીનું પ્રશિક્ષણ આપવામાં આવશે.

મિસ્ત્રી અને પ્લમ્બરનું પ્રશિક્ષણ પણ આપવામાં આવશે
આમાં 40 દિવસનું ઓન સાઈટ પ્રશિક્ષણ પણ સામેલ થશે. સરકારે મિસ્ત્રી પ્રશિક્ષણ અને પ્લમ્બિંગ અને પ્લમ્બિંગ કાર્ય માટે 40 દિવસનું ઓન-સાઈટ મોડ્યૂલ તૈયાર કર્યું છે. ગ્રામિણ વિકાસ સચિવ અમરજીત સિંહનું કહેવું છે કે, 18થી 35 વર્ષની આયુવર્ગવાળા મનરેગા મજૂરોને પ્રશિક્ષણ આપવામાં આવશે.

આ પ્રશિક્ષણ કાર્યક્રમ મોદી 2.0 સરકારના 100 દિવસના એજન્ડામાં સામેલ છે. ઓક્ટોબરના અંત સુધી પાયલટ પ્રોજેક્ટની શરૂઆત થઈ શકે છે.મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ (મનરેગા) કે જે વર્ષ 2005માં શરૂ કરવામાં આવી હતી અને વિશ્વનો સૌથી મોટો રોજગાર બાંયધરી પ્રોગ્રામ ગણાય છે તેમાં બિનકુશળ મજૂરોને 100 દિવસ રોજગારી આપવાની બાંયધરી આપવામાં આવી

મનરેગાની ચૂકવણી કરવાની પ્રક્રિયા એવી છે કે સૌપ્રથમ ફંડ ટ્રાન્સફર ઓર્ડર (એફટીઓ) માગ જિલ્લા સ્તરે ઊભી કરવામાં આવે છે અને ત્યાર બાદ રાજ્ય સ્તરેથી મજૂરના ખાતામાં નાણાં જાય છે. આવું મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ (એમઆઇએસ) દ્વારા ઇલેક્ટ્રોનીકલી કરવામાં આવે છે જે સ્કીમમાં સક્રિય મજૂરોના ના સાથેના મસ્ટર રોલ રાખે છે.

નાણાકીય વર્ષ 2018માં વ્યક્તિ દીઠ સરેરાશ વેતન દર રૂપિયા 169.46 હતો જ્યારે નાણાકીય વર્ષ 2011માં તે રૂપિયા 161.65 હતો અને નાણાકીય વર્ષ 2015માં વેતન દર ફક્ત રૂપિયા 143.92 હતો.
First published: September 2, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading