સરકારે 21 સરકારી બેન્કોના મર્જર માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ને એક લિસ્ટ બનાવવાનું કહ્યું છે. બ્લુમબર્ગના એક રિપોર્ટમાં કહેવાયું છે કે દેવાના ભારે દળે દબાયેલી બેન્કોને તેમાંથી બહાર કાઢવા અને મજબૂત બનાવવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં એક મહત્વપૂર્ણ બેઠકમાં વિત્ત મંત્રાલયના અધિકારીઓએ ભારતીય રિઝર્વ બેન્કને સમય સીમા બતાવવા કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે 2017માં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની 6 સહયોગી બેન્કોનું વિલય થયું હતું. જેમાં સ્ટેટ બેન્ક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર, સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા, સ્ટેટ બેન્ક ઓફ મૈસુર, સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ અને ભારતીય મહિલા બેન્કનો સમાવેશ થતો હતો.
શું છે મામલો - સરકાર બેન્કિંગ સિસ્ટમને શાનદાર અને મજબૂત બનાવવા સતત પગલાં ઉઠાવી રહી છે. દેશમાં કુલ ડુબેલા દેવામાંથી લગભગ 90 ટકા સરકારી બેન્કોનું છે. આરબીઆઈની દેખરેમાં 21માંથી 11 સરકારી બેન્ક છે જેના ઉપર નવા દેવા આપવા પર રોક લગાવેલી છે.
ગ્રાહકો પણ શું થશે અસર? એક્સપર્ટ જણાવે છે કે બેન્કોના વિલયમાં ગ્રાહક પર કોઈ ખાસ અસર થતી નથી. બેન્કોનું નામ બદલાયી જાય છે. એવામાં પાસબુક અને ચેકબુક બદલવી પડે છે. બેન્ક એકાઉન્ટમાં રાખેલા પૈસા પર કોઈ અસર થતી નથી, કારણ કે સરકાર બેન્કોના વ્યાજદર અને નિયમોમાં ખાસ ફેરફાર નથી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર