Home /News /business /

મોદી સરકાર પરંપરા તોડશે, ચૂંટણી વર્ષમાં પણ ફૂલ બજેટ રજૂ કરશે

મોદી સરકાર પરંપરા તોડશે, ચૂંટણી વર્ષમાં પણ ફૂલ બજેટ રજૂ કરશે

ફાઈલ ફોટો

આ પહેલા, મોદી સરકારે બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કર્યુ હતુ અને સંસદની પરંપરા તોડી હતી

    નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વર્ષોથી ચાલી આવતી પરંપરા તોડશે અને ચૂંટણીનાં વર્ષમાં આખુ બજેટ સંસદમાં રજૂ કરશે. સામાન્ય રીતે, લોકસભાની ચૂંટણીનું વર્ષ હોય ત્યારે સત્તા પર રહેલી સરકારો વોટ ઓન એકાઉન્ટ રજૂ કરતી હોય છે અને ચૂંટણી પછી નવી સરકાર રચાય તે તેનું બજેટ રજૂ કરે છે.

    મોદી સરકારની નીતિથી જાણકારો એમ કહે છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં પણ તેમની જ સરકાર બનશે તેઓ તેમને આત્મવિશ્વાસ છે.

    આ પહેલા, મોદી સરકારે બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કર્યુ હતુ અને સંસદની પરંપરા તોડી હતી. આમ કરવા પાછળનું કારણ એમ કહેવાય છે કે, સરકારનાં અલગ અલગ વિભાગો તેમને ફાળવવામાં આવેલા નાણા સમયસર વાપરી શકે એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

    આવી જ રીતે, હવે સરકાર ચૂંટણીનાં વર્ષમાં પણ આખુ બજેટ રજૂ કરશે. કેમ કે, ભારત એક મોટુ અર્થતંત્ર છે અને ચૂંટણીનાં વર્ષમાં બે વખત બજેટ રજૂ થાય એ યોગ્ય નથી.

    આ માટે સરકારે પ્રક્રિયા હાથ ધરી દીધી છે. સરકારે તેના વિવિધ વિભાગોને પત્ર લખીને જાણ કરી છે કે, નવેમ્બર 30 પહેલા તેમનાં સૂચનો નાણા મંત્રાલયને મોકલી આપવા જેથી તે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે તેને નાણામંત્રીના ભાષણમાં તેને સમાવી લેવાય.

    આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, સરકાર બજેટમાં સાતત્યતા ઇચ્છે છે. અર્થતંત્રમાં કોઇ અડચણ ન આવે એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આગામી નાણાકીય વર્ષનું સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. સરકાર આર્થિક સર્વે પણ સંસદમાં રજૂ કરશે. સામાન્ય રીતે, આ કામ નવી સરકાર પર છોડવામાં આવે છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Lok sabha polls, એનડીએ, નરેન્દ્ર મોદી, પીએમ મોદી, મોદી સરકાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन