સરકારી કર્મચારીઓને પણ 9 કલાકની શિફ્ટ કરવી પડશે, મોટા ફેરફારો થશે

ભવિષ્યમાં એક એક્સપર્ટ કમિટી મિનિમમ વેતન નક્કી કરવાની ભલામણ સરકારને કરશે.

News18 Gujarati
Updated: November 5, 2019, 10:32 AM IST
સરકારી કર્મચારીઓને પણ 9 કલાકની શિફ્ટ કરવી પડશે, મોટા ફેરફારો થશે
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: November 5, 2019, 10:32 AM IST
કેન્દ્ર સરકારે વેજ કોડ રૂલ્સનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. આ ડ્રાફ્ટની અંદર સરકારે 9 કલાક કામકાજની ભલામણ કરી છે. સરકારે તેમાં નેશનલ મિનિમમ વેતનની જાહેરાત નથી કરી. જોકે, આ ડ્રાફ્ટમાં સરકારે મોટાભાગના જુના પ્રસ્તાવોને જ રાખ્યા છે. જેમાં મજૂરી નક્કી કરવા માટે પૂરા દેશને ત્રણ જિયોગ્રાફિકલ વર્ગોમાં વહેંચવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા ડ્રાફ્ટમાં મિનિમમ વેતન નક્કી કરવા માટે કોઈ સ્પષ્ટ નિર્દેશ નથી આપવામાં આવ્યા. ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભવિષ્યમાં એક એક્સપર્ટ કમિટી મિનિમમ વેતન નક્કી કરવાની ભલામણ સરકારને કરશે. આ સિવાય હાલના સમયમાં ચાલી રહેલા 8 કલાક રોજ કામકાજના નિયમને લઈને પણ ડ્રાફ્ટમાં કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવેલી. હાલમાં આ નિયમ હેઠળ 26 દિવસ કામ બાદ સેલરી નક્કી થાય છે.

શ્રમ મંત્રાલયની એક ઈન્ટરનલ પેનલે જાન્યુઆરીમાં પોતાના રિપોર્ટમાં 375 રૂપિયા પ્રતિદિવસના હિસાબે નેશનલ મિનિમમ વેતન નક્કી કરવાની ભલામણ કરી હતી. પેનલે આ મિનિમમ વેજને જુલાઈ 2018થી લાગુ કરવા માટે કહ્યું હતું. સાત સભ્ય પેનલે મિનિમમ મંથલી વેજ 9750 રૂપિયા રાખવાની ભલામણ કરી હતી. સાથે જ શહેરી કામગારો માટે 1430 રૂપિયા હાઉસિંગ એલાઉન્સ આપવાની ભલામણ કરી હતી.

દેશ ત્રણ જિયોગ્રાફિકલ વર્ગોમાં વહેંચવાનો પ્રસ્તાવ
પ્રસ્તાવિત ડ્રાફ્ટમાં મિનિમમ વેજ નક્કી કરવા માટે પૂરા દેશને ત્રણ જિયોગ્રાફિકલ વર્ગોમાં વહેંચવાની ભલામણ કરી છે. આમાં પહેલા વર્ગમાં 40 લાખ અથવા તેનાથી વધારે આબાદીવાળા મેટ્રોપોલિન શહેર, બીજા વર્ગમાં 10થી 40 લાખની આબાદીવાળા નોન મેટ્રોપોલિટન શહેર અને ત્રીજા વર્ગમાં ગ્રામિણ વિસ્તારને સામેલ કરવામાં આવ્યા છે.
First published: November 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...